બૉલીવુડ સ્ટાર્સે આ રીતે કર્યું નવા વર્ષનું સ્વાગત, વાઈરલ તસવીરો જોઈ લો!
મુંબઈઃ સમગ્ર બોલીવુડ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે. સ્ટાર્સે અલગ અલગ રીતે નવા વર્ષની ઉજવણી કરી છે. ઘણા સ્ટાર્સ વિદેશ પહોંચી ગયા છે. અભિનેત્રી કેટરીના કૈફે પણ વિદેશમાં નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. ખુશી કપૂર અને રવિના ટંડને પણ ફેન્સને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.
કેટરિના કૈફે વિદેશમાં વીતાવ્યું વેકેશન
કેટરિના કૈફ પતિ વિકી કૌશલ સાથે વિદેશમાં વેકેશન માણી રહી છે. અભિનેત્રીએ તેના નવા વર્ષની ઉજવણીની ઝલક તેના ચાહકો સાથે શેર કરી છે. કેટરિનાએ તેના કેટલાક ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે અને બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.
બે તસવીરોમાં કેટરીના સોલો પોઝમાં સફેદ અને કાળા રંગના શોર્ટ પોલ્કા ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે પોની ટેલ લીધી છે. તો બીજી તસવીરમાં દરિયા કિનારે ૨૦૨૫ લખેલું જોવા મળે છે. પોસ્ટની સાથે કેપ્શનમાં કેટરીનાએ લખ્યું હતું કે ‘૨૦૨૪ પૂરું થઈ ગયું અને ૨૦૨૫ શરૂ થયું. હેપ્પી ન્યૂ યર.’
ખુશી કપૂરે તેના પિતા સાથે નવું વર્ષ ઉજવ્યું
ખુશી કપૂરે તેના નવા વર્ષની ઉજવણીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોમાં તે પિતા બોની કપૂર સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. વ્હાઇટ હાઇ-નેક સ્વેટશર્ટ સાથે બ્રાઉન જેકેટમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
પોસ્ટની સાથે ખુશીએ કેપ્શનમાં લખ્યું- ‘હેપ્પી ૨૦૨૫.’
રવિના ટંડને આ રીતે ‘નવા વર્ષ’ની શુભેચ્છા પાઠવી
અભિનેત્રી રવિના ટંડને વર્ષ ૨૦૨૪ને અલવિદા કરતા વર્ષ ૨૦૨૫ માટે શુભકામનાઓ આપી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગત વર્ષની ખાસ પળોની તસવીરો શેર કરી છે. જેમાં કેદારનાથની યાત્રાથી લઈને સલમાન ખાન સાથેની પાર્ટી સુધીના ફોટા સામેલ છે.
આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું- ‘તમારા પ્રેમ અને હાસ્ય માટે આભાર. સૌને નવા વર્ષની શુભકામનાઓ. આ વર્ષ અને આવનારા વર્ષો તમારા, મારા અને આપણા બધા માટે પ્રેમ, શાંતિ અને ખુશીઓ લઈને આવે. સર્વ મંગલમ, ઓમ શાંતિ શાંતિ શાંતિ હી.
કરિના કપૂરે વિદેશમાં ઉજવણી કરી
કરિના કપૂર દર વર્ષની માફક ફેમિલી સાથે વિદેશમાં નવા વર્ષનું સેલિબ્રેશન કર્યું હતું. કરિના કપૂર પરિવાર સાથે સ્વિટ્ઝર્લેન્ડ ગઈ હતી. ક્રિસમસ અને નવા વર્ષ સુધી કંઈક અલગ રીતે કરિનાએ સેલિબ્રેશન કર્યું હતું. કરિનાએ અનેક ફોટોગ્રાફ પણ શેર કર્યા હતા, જેમાં દીકરો તૈમુર અને જેહ મસ્તી કરતા જોવા મળ્યા હતા.
શ્રદ્ધા કપૂર હટકે લૂકમાં જોવા મળી
શક્તિ કપૂરની લાડલી દીકરી અને ઈન્ડસ્ટ્રીમાં સ્ત્રી ફિલ્મથી જાણીતી બનેલી શ્રદ્ધ કપૂરે નવા વર્ષના સેલિબ્રેશનમાં ક્યૂટ ફોટો શેર કર્યો હતો. બ્લેક ટી-શર્ટ અને ડેનિમ પેન્ટમાં જોવા મળતી શ્રદ્ધા કપૂરે લખ્યું હતું સાચું કે ખોટું? હું આજે રાતના અગિયાર વાગ્યે સૂઈ જઈશ.
સોનાક્ષીએ પતિ સાથે કર્યું સેલિબ્રેશન
સોનાક્ષી સિંહા અત્યારે પતિ જહિર ઈકબાલ સાથે ઓસ્ટ્રેલિયામાં છે. જહિર સાથે સોનાક્ષીએ એક વીડિયો શેર કર્યો હતો, જ્યારે ફાયરવર્કસ એન્જોય કરતા જોવા મળ્યા હતા. લગ્ન પછી સોનાક્ષી પતિ સાથે અનેક ટ્રિપ પર કરી ચૂક્યા છે ત્યારે સોનાક્ષીએ લખ્યું હતું કે હમારા હેપ્પી ન્યૂ યર હો ગયા.