ઇન્ટરનેશનલ

પહેલો દિવસ ‘લોહિયાળ’: અમેરિકામાં નવા વર્ષની ઉજવણી કરનારા પર ટ્રક ચઢાવી હુમલાખોરે કર્યું ફાયરિંગ, 12 નાં મોત…

વોશિંગ્ટનઃ અમેરિકાના ન્યૂ ઑર્લિન્સમાં નવા વર્ષની ઉજવણી કરતાં લોકો પર ટ્રક ચઢાવીને હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ઘટનામાં 12 લોકોના મૃત્યુ થયા હતા અને 30 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના વહેલી સવારે 3.15 કલાકે બોરબન સ્ટ્રીટ અને ઈબર્વિલેમાં બની હતી. આ સ્થળ નાઇટલાઇફ અને તેના વાયબ્રન્ટ કલ્ચર માટે જાણીતું છે. એફબીઆઈ મામલાની તપાસ કરી રહ્યું છે. સ્થાનિક પોલીસે આતંકી હુમલો ન હોવાનું જણાવ્યું છે.

https://twitter.com/i/status/1874434082714874344

આ પણ વાંચો : કોણ છે ભારતીય નર્સ નિમિષા પ્રિયા જેની મદદ માટે આગળ આવી ભારત સરકાર, યમનમાં ફાંસીની સજા મળી છે

અહેવાલ મુજબ, ડ્રાઇવર ટ્રકમાંથી ઉતરીને તરત જ આડેધડ ગોળીબાર શરૂ કર્યો હતો. વીડિયોમાં રોડ પર લોકોની ભીડ જોઈ શકાય છે તેમ જ ગોળીબારનો અવાજ સાંભળી શકાય છે. રોડ પર ઘાયલ લોકોને જોઈ શકાય છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, ન્યૂ ઓર્લિન્સમાં પોલીસે શંકાસ્પદ પર ગોળીબાર કર્યો હતો. જોકે, આ ઘટના બાદ ઘાયલોની સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ન્યૂ ઑરલિયન્સ પોલીસ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું, પ્રારંભિક તપાસ દરમિયાન એક વાહને અનેક લોકોને કચડી નાંખ્યા હોવાની માહિતી મળી છે. જોકે જાનમાલને કેટલું નુકસાન થયું છે તેની માહિતી જાણી શકાય નથી. ઉપરાંત કેટલા લોકોના મૃત્યુ થયા તેનો પણ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.

આ પણ વાંચો : વર્ષ 2024 દરમિયાન કેમેરામાં કેદ થઇ આ ભયાનક દુર્ઘટના અને અપરાધની ઘટનાઓ

પોલીસે લોકોને શું કરી અપીલ?

હજારો લોકો નવા વર્ષને આવકારવા બોરબન સ્ટ્રીટમાં એકત્ર થયા હતા ત્યારે આ ઘટના બની હતી. પોલીસે લોકોને આ વિસ્તારની મુલાકાતથી બચવાની અપીલ કરી હતી. ઈમરજન્સી ટીમ ઘટના સ્થળે તપાસ કરતી હોવાથી પોલીસે લોકોને આ અપીલ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button