આમચી મુંબઈ

નવા વર્ષની ઉજવણી: મુંબઈમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 17,800 વાહનચાલકો દંડાયા

મુંબઈ: મહાનગરમાં નવા વર્ષની ઉજવણી વખતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 17,800 વાહનચાલકો દંડાયા હતા અને પોલીસે તેમની પાસેથી ઇ-ચલાન દ્વારા 89.19 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આમાં દારૂ ઢીંચીને વાહન ચલાવનારા 333 જણનો સમાવેશ હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

107 સ્થળે કરી હતી નાકાબંધી

નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય તે માટે શહેરમાં પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે સંવેદનશીલ વિસ્તારોની તપાસ કરવા સાથે 107 સ્થળોએ નાકાબંધી કરી હતી, જેમાં 46,143 વાહનોને ચકાસવામાં આવ્યાં હતાં.

આપણ વાંચો: રાયગડમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી 1.39 કરોડનો દંડ વસૂલાયો

ડ્રન્ક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધ ઝુંબેશ

બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ માર્ગો પર ચેક પોઇન્ટ્સ ગોઠવવામાં આવ્યાં હતાં. એ સિવાય ડ્રન્ક એન્ડ ડ્રાઇવ વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે બુધવાર સવાર સુધી ચાલી હતી.

ઉજવણીમાં દારૂ પીને વાહન નહીં હંકારવા માટે પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છતાં 333 વાહનચાલક દારૂના નશામાં વાહન હંકારતા મળી આવ્યા હતા, જેમને પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.

આપણ વાંચો: આપણે ટ્રાફિકના નિયમોની ઐસીતેસી કરીએ છીએ તેનો આ છે પુરવો! અકસ્માતોમાં ભારત પહેલા ક્રમે

581 વિરુદ્ધ લાઈસન્સ વિના વાહન ચલાવતા કાર્યવાહી

દરમિયાન વાહનવ્યવહારમાં અડચડ ઊભી કરવા બદલ 2,893 વાહનચાલકો સામે, હેલ્મેટ વિના વાહન હંકારનારા 1,923 વાહનચાલકો સામે, સિગ્નલ તોડવા બદલ 1,731 સામે, લાઇસન્સ વિના વાહન ચલાનારા 581 સામે, સીટબેલ્ટ વગર વાહન ચલાવનારા 432 સામે, ટ્રિપલ સીટ બાઇક ચલાવનાર 123 સામે, ડ્રાઇવિંગ વખતે મોબાઇલ પર વાત કરનારા 109 સામે, વિરુદ્ધ દિશામાં વાહન લઇ જનારા 40 જણ સામે તેમ જ મોટર વેહિકલ એક્ટની અન્ય જોગવાઇઓ હેઠળ અન્ય વાહનચાલકો સામે કાર્યવાહી કરાઇ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button