નેશનલ

મનમોહન સિંહના સ્મારકને લઈને કેન્દ્રએ શરૂ કરી પ્રક્રિયા; પરિવારને આપવામાં આવ્યા વિકલ્પો…

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના સ્મારકના નિર્માણને લઈને કેન્દ્ર સરકારે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકારે સ્મારક બનાવવા માટે કેટલીક જગ્યાઓનું સૂચન કર્યું છે. મનમોહન સિંહના પરિવારને કેટલાક વિકલ્પો આપવામાં આવ્યા છે. તેમને આમાંથી એક જગ્યા પસંદ કરવાનું કહેવામાં આવ્યું છે જેથી કરીને સ્મારક પર કામ શરૂ થઈ શકે.

આ પણ વાંચો : અણ્ણા હજારેએ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો! તેમની જ સરકાર સામે કર્યું હતું આંદોલન

સ્મારક બનાવવા માટે ટ્રસ્ટની સ્થાપન આવશ્યક

સ્મારક બનાવવા માટે નવી નીતિ અંતર્ગત જમીન માત્ર ટ્રસ્ટને જ ફાળવી શકાશે. આથી પ્રોજેક્ટ શરૂ કરવા માટે ટ્રસ્ટની રચના એ પૂર્વશરત છે. એકવાર ટ્રસ્ટની સ્થાપના થયા બાદ તે જમીન ફાળવણી માટે અરજી કરશે, અને બાંધકામ માટે કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ (CPWD) સાથે MoU પર હસ્તાક્ષર કરવામાં આવશે.

રાજઘાટ પાસે બની શકે છે સ્મારક

સૂત્રોના જણાવ્યા અનુસાર મનમોહન સિંહના સ્મારક માટે રાજઘાટ, રાષ્ટ્રીય સ્મારક અથવા કિસાન ઘાટ પાસે એકથી દોઢ એકર જમીન ફાળવવામાં આવી શકે છે. શહેરી વિકાસ મંત્રાલયના અધિકારીઓએ સ્મારક માટે રાજઘાટ અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી છે. એવી પણ શક્યતા છે કે નેહરુ-ગાંધી પરિવારના નેતાઓની સમાધિ પાસે ડૉ.મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવામાં આવે. ઉલ્લેખનીય છે કે અહીં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સંજય ગાંધીની સમાધિઓ આવેલી છે.

આ પણ વાંચો : Manmohan Singh ના અસ્થિ વિસર્જનમાં કોંગ્રેસ નેતાઓની ગેરહાજરી અંગે કોંગ્રેસ પાર્ટીએ કરી આ સ્પષ્ટતા

ગૃહ મંત્રાલય કરશે આ પ્રક્રિયા સુનિશ્ચિત

ગૃહ મંત્રાલય સ્મારક સ્થળના નિર્માણ માટેની પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે. આ પછી, સમાધિના નિર્માણની પ્રક્રિયા કેન્દ્ર સરકારના ઘણા મંત્રાલયોમાંથી પસાર થાય છે, જેમાં સંસ્કૃતિ મંત્રાલય સમાધિ સ્થળના નિર્માણ અને જાળવણીનું સંચાલન કરે છે. તે જ સમયે, આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આ માટે જમીનની ફાળવણી અને બાંધકામ આયોજનમાં સહકાર આપે છે અને પછી ગૃહ મંત્રાલય સમાધિ સ્થળના નિર્માણ માટે સુરક્ષા અને રાજ્ય સન્માનની પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button