સ્પોર્ટસ

વિનોદ કાંબળીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા, પણ હજી તે…

સારવાર બાદ નાગરિકોને સંદેશ આપ્યો કે `શરાબ અને અન્ય નશાથી દૂર રહેજો'

થાણેઃ ભારતના ભૂતપૂર્વ બૅટર વિનોદ કાંબળીને ભિવંડીની હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે, પણ તે હજી બરાબર ચાલી નથી શક્તો એટલે તેણે હજી સારવાર જાળવી રાખવી તેમ જ ઘરમાં શરીરની ખાસ કાળજી રાખવી પડશે.

આકૃતિ હૉસ્પિટલમાં 10 દિવસ તેની સારવાર ચાલી હતી. હાલમાં તેની હાલત સ્થિર છે, પરંતુ અન્ય વ્યક્તિની મદદથી તેણે ચાલવું પડતું હોવાથી તે હજી પૂરોપૂરો સાજો નથી થયો એમ કહી શકાય. બાવન વર્ષના કાંબળીએ સફળ સારવાર બાદ સંદેશ આપ્યો છે કે `નવા વર્ષમાં નાગરિકોએ શરાબ અને અન્ય નશાથી દૂર રહેવું જોઈએ. કોઈ પણ લત જિંદગી બરબાદ કરી નાખે છે.’

કાંબળીની ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવાની ઉંમર તો હવે જતી રહી છે, પરંતુ તે મેદાન પર પાછા આવવા ઉત્સાહિત છે. બની શકે કે આવનારા વર્ષમાં લેજન્ડ્સ લીગ ક્રિકેટમાં તે જોવા મળી શકે.

આપણ વાંચો: કપિલ દેવ એક શરતે વિનોદ કાંબળીને આર્થિક મદદ કરવા તૈયાર છે

કાંબળી ટીમ ઇન્ડિયાની જર્સીમાં બૅટ સાથે ચાહકોને 2025ના નવા વર્ષની શુભકામના આપી હતી. તે સગાસંબંધીઓ અને મિત્રોની મદદથી હૉસ્પિટલની બહાર આવ્યો અને કારમાં બેઠો ત્યારે તેના ઘણા ચાહકોએ તેનો વિડિયો ઉતાર્યો હતો.
કાંબળીને યુરિન સંબંધિત તકલીફો હતી અને તેના મગજમાં ગાંઠ હોવાનું પણ નિદાન થયું હતું.

કાંબળી થોડા અઠવાડિયા પહેલાં કોચ રમાકાન્ત આચરેકરને લગતા એક કાર્યક્રમમાં સચિન તેન્ડુલકર સાથે જોવા મળ્યો હતો જેનો વિડિયો વાયરલ થયો હતો. એ ફંક્શનમાં કાંબળી ખૂબ અશક્ત લાગતો હતો.

આપણ વાંચો: વિનોદ કાંબળીની તબિયત લથડી છે કે દારૂની અસર?

1991થી 2000ની સાલ સુધીમાં 17 ટેસ્ટ અને 104 વન-ડે રમનાર કાંબળીને 1983ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમની આખી ટીમે આર્થિક મદદ કરવાની તૈયારી બતાવી હતી. જોકે ચૅમ્પિયન કૅપ્ટન કપિલ દેવે શરત મૂકી હતી કે કાંબળીએ પોતાની વર્ષો જૂની ખરાબ આદત (દારૂ) છોડવી પડશે.

એક અહેવાલ એવો પણ હતો કે તે ભિવંડીની જે હૉસ્ટિલમાં હતો એમાં તેને મફતમાં સારવાર મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button