આમચી મુંબઈ

પ્રદૂષણને ડામવા ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ઊંચા બેરિકેડ્સ રાખવાનું ફરજિયાત

સ્પેશિયલ સ્કવોડ દ્વારા રાખવામાં આવશે ચાંપતી નજર

ધૂંધળું… મુંબઈમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યું છે ત્યારે મરીન ડ્રાઈવ પર ધૂંધળુું વાતાવરણ જોઈ શકાય છે.
(અમય ખરાડે)

સપના દેસાઈ
મુંબઈ: મુંબઈ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણમાં વધી રહ્યું છે, જેમાં અમુક અંશે મુંબઈમાં ચાલી રહેલા રિડેવલપમેન્ટના બાંધકામ સહિત નવા ક્ધસ્ટ્રકશનના કામ પણ એટલા જ જવાબદાર છે. તેથી પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા મુંબઈ મહાનગરપાલિકાએ હવે ક્ધસ્ટ્રકશન સાઈટ પર ખોદકામના સ્થળે બેરિકેડ્સની ઊંચાઈ વધારવા માટેની સૂચના આપી છે. તેમ જ ક્ધસ્ટ્રક્શન સાઈટ પર નજર રાખવા માટે વોર્ડ સ્તરે સ્પેશિયલ સ્કવોડ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ક્ધસ્ટ્રકશન સાઈટ પર પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટેના પગલાંને અમલમાં મૂકવામાં નિષ્ફળ જવાની પરિસ્થિતિમાં સ્ટોપ વર્કની નોટિસ આપવામાં આવશે. આ નિર્ણય શુક્રવારે પાલિકાના મુખ્યાલયમાં લેવામાં આવેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.
મુંબઈ મહાનગરપાલિકાના ડેવલપમેન્ટ પ્લાન ડિપાર્ટમેન્ટે તાજેતરમાં ઍર પોલ્યુશનને નિયંત્રણમાં રાખવા માટ ક્ધસ્ટ્રક્શન સાઈટ પર જરૂરી પગલા લેવાની સૂચના આપી હતી. જોકે એ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું હતું કે અનેક ક્ધસ્ટ્રકશન સાઈટ પર પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે આવશ્યક ઉપાયને અમલમાં મૂકી નથી રહી, તેને કારણે પહેલાથી મુંબઈના પ્રદૂષિત વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ હજી વધી રહ્યું છે. પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સંબંધિત વોર્ડમાં બાંધકામ સાઈટ્સનું ઈન્સ્પેકશન કરવા માટે એક સ્પેશિયલ સ્કવોડ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સ્કવોડ એ બાબતનું ધ્યાન રાખશે કે ક્ન્સ્ટ્રકશન સાઈટ પર ઍર-પોલ્યુશનને નિયંત્રણમાં રાખવા માટે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. ક્ધસ્ટ્રકશન સાઈટ પર ખોદકામના સ્થળે જે બેરિકેડ્સ લગાવવામાં આવે છે, તે પર્યાપ્ત નથી. બેરિકેડની ઊંચાઈ ખોદકામના વિસ્તારની ઊંડાઈના પ્રમાણમાં હોવી જોઈએ. તેમ જ ધૂળ ઉડે નહીં તે માટે પાણીનો છંટકાવ કરવાનો આવશ્યક રહેશે. પાલિકા દ્વારા પણ જે વોર્ડમાં ક્ન્સ્ટ્રકશનનું કામ મોટા પાયા પર ચાલી રહ્યું છે ત્યા સાઈટ પર ‘એન્ટી-સ્મોગ ગન’નો ઉપયોગ કરવામાં આવશે. જોકે નિયમોનું પાલન કવામાં સંબંધિત લોકો નિષ્ફળ જશે તો મુંબઈ મ્યુુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટ અથવા મહારાષ્ટ્ર રિજનલ ઍન્ડ ટાઉન પ્લાનિંગ ઍક્ટ હેઠળ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે, જેમાં સ્ટોપ વર્ક જેવી નોટિસ પણ આપવામાં આવશે.

પાલિકાના અન્ય એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે નબળી હવાની ગુણવત્તા ધરાવતા વિસ્તારોમાં વાતાવરણમાં રહેલી ધૂળને નીચે ઉતારવા મટે પાણીનો છંટકાવ કરવા માટે ‘એન્ટી-સ્મોગ ગન’ વાહનનો ઉપયોગ કરાશે. પાલિકા આઠ ‘ઍન્ટી-સ્મોગ ગન’ના આઠ યુનિટની ખરીદી કરવાની છે, જેનો અગાઉ દિલ્હી અને નોઈડામાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્રદૂષણ પર નજર રાખવાની જરૂર

પાલિકાના એડિશનલ કમિશનર (પશ્ર્ચિમ ઉપનગર) સુધાકર શિંદેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે બાંધકામની જગ્યાઓ પર નજીકથી દેખરેખ રાખવા માટે અને ઍર પોલ્યુશનને નિયંત્રણમાં રાખવા માટે આવશ્યક પગલા અમલમાં મૂકવામાં આવે તે જરૂરી છે અને તેના પર નજર રાખવા માટે સ્પેશિયલ સ્કવોડ ટુકડીની દરેક વોર્ડમાં આવશ્યકતા છે.

મુંબઈમાં ૫,૦૦૦થી વધુ બાંધકામ ચાલી રહ્યા છે
મુંબઈમાં લગભગ હાલ ૫,૦૦૦ ક્ધસ્ટ્રકશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોેજેક્ટના કામ ચાલી રહ્યા છે. ઍર પોલ્યુશનને નિયંત્રણમાં રાખવા માટે પાલિકા દ્વારા સાત સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે, જેણે માર્ચમાં ‘મુંબઈ ઍર પોલ્યુશન મિટિગેશન પ્લાન’ બનાન્યો હતો.

આ સમિતિએ વાતાવરણમાં રહેલા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ટૂંકા ગાળાના અને લાંબા ગાળના પગલાં સૂચવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button