મનોરંજન

Aishwarya Rai-Bachchan ખૂબ જ બદલાઈ ગઈ છે… જાણો કોણે કહ્યું આવું?

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) છેલ્લાં કેટલાક સમયથી તેના વૈવાહિક જીવનને કારણે ખૂબ જ લાઈમ લાઈટમાં રહે છે. આ આખા વર્ષ દરમિયાન અભિષેક બચ્ચન (Abhishek Bachchan)અને ઐશ્વર્યાના ડિવોર્સની અફવાઓ અનેક વખત ઉડી હતી, જોકે કપલે આ બાબતે ચૂપકિદીની સેવી છે. જોકે, આ બધા વચ્ચે હવે ઐશ્વર્યા રાય ખૂબ જ બદલાઈ ગઈ છે એવું નિવેદન ચર્ચાનું કારણ બની રહ્યું છે. ચાલો તમને જણાવીએ કોણ છે આ વ્યક્તિ કે જેણે આવું નિવેદન આપ્યું છે અને શા માટે?

આ પણ વાંચો : Amitabh Bachchanએ વર્ષો બાદ ખોલ્યું બચ્ચન પરિવારનું સિક્રેટ…

આ નિવેદન જાણીતી સિંગર સોના મહાપાત્રાએ આપ્યું છે. સોનાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફેમ મળ્યા બાદ ઐશ્વર્યા રાય ખૂબ જ બદલાઈ ગઈ છે. સોનાએ જણાવ્યું હતું કે મિસ વર્લ્ડ બનતાં પહેલાં અને પછી મેં એની પર્સનાલિટીમાં અને પરિવર્તન જોયા છે. તે દરરોજ 18 કલાક કામ કરે છે, જેથી તે ઈન્ડિપેન્ડન્ટ રહી શકે અને કોઈના કન્ટ્રોલમાં ના રહે. સોનાએ તેણે ઐશ્વર્યામાં શું-શું પરિવર્તન જોયું છે એના વિશે પણ વાત કરી હતી.

સોનાએ જૂના દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે જ્યારે હું ઐશ્વર્યાને પહેલી વખત મળી ત્યારે હું મુંબઈમાં એનઆઈડીની એન્ટ્રન્સ એક્ઝામ આપવા આવી હતી. એ સમયે તે આર્કિટેક્ચરનો અભ્યાસ કરી રહી હતી. એ ખૂબ જ સ્માર્ટ અને સુંદર હતી. તે સારી રીતે વાત કરતી હતી અને તે ટોપની સ્ટુડન્ટ હતી. તમારી જાણ માટે કે ઐશ્વર્યાનું સપનું આર્કિટેક્ટ બનવાનું હતું અને એટલે જ તેણે રચનાસન સદ એકેડેમી ઓફ આર્કિટેક્ચરમાં એડમિશન પણ લીધું હતું.

આગળ સોનાએ જણાવ્યું હતું કે ત્યાર બાદ એક સમય એવો પણ આવ્યો જ્યારે મને ઐશ્વર્યામાં અને તેના ઈન્ટરવ્યુમાં ફરક દેખાવવા લાગ્યો. તે ખૂબ જ હસી મજાક કરતી હતી અને મને લાગતું હતું કે તે એક ખૂબ જ સમજદાર મહિલા છે, પરંતુ જે ઈન્ડસ્ટ્રીમાં તે છે ત્યાં કદાચ તેને વધુ ન દેખાવવા માટે મજબૂર કરાવામાં આવતી હશે. શક્ય છે કે હું ખોટી હોઉં પણ તે પોતાની જાતને હંમેશા થોડી પાછળ હટી જતી હતી.

આ પણ વાંચો : Aishwarya Rai Bachchanને મૂકીને આ ક્યાં પહોંચ્યો બચ્ચન પરિવાર?

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાય સમયથી ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે બધુ ઠીક નથી એવા અહેવાલો સામે આવી રહ્યા હતા, પરંતુ કપલે હજી સુધા આ બાબતે કંઈ પણ ખૂલીને કહ્યું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button