નવા વર્ષના પહેલા દિવસે IRCTC પોર્ટલ પર ટિકિટ બુકિંગનાં ધાંધિયાઃ પ્રવાસીઓ નારાજ…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારતીય રેલવેમાં રિઝર્વેશન ટિકિટ બુકિંગના ઓનલાઈન IRCTC ((ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન)) પોર્ટલ પર આજે નવા વર્ષના પહેલા દિવસે ટિકિટ બુકિંગ કરવામાં મુશ્કેલી પડતા પ્રવાસીઓએ નારાજગી વ્યક્ત કરી હતી, જ્યારે અનેક સરકારી વેબસાઈટમાં પણ ટેક્નિકલ મુશ્કેલી ઊભી થઈ હતી.
આ પણ વાંચો : વાલ્મીક કરાડે આત્મસમર્પણ કર્યા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
છેલ્લા કેટલાક દિવસોથી ઓનલાઈન ટિકિટ બુકિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. બુકિંગના સમયે ઑનલાઇન ટિકિટ બુક થઈ શકતી નથી. એક અઠવાડિયામાં ત્રીજી વખત બુકિંગ કરવામાં મુશ્કેલી પડી છે. દિવસે કે પછી સાંજે બુકિંગ કરી શકતા નથી. પહેલા કરતાં બુકિંગ કરવાની પ્રક્રિયા વધારે જટિલ બનાવી છે. ટિકિટ બુકિંગના રિઝર્વેશન પહેલા બે ત્રણ મિનિટ લાગતી હતી, જે હવે ચાર પાંચ મિનિટ લાગે છે, એમ બોરીવલીના રહેવાસી અનિલ પંડ્યાએ જણાવ્યું હતું.
દરેક વખત રેલવે પ્રશાસન તરફથી દિલગીરી વ્યક્ત કરવામાં આવે છે અને આજે પણ સવારથી ટિકિટ બુકિંગ નહિ થતા અમારું બહાર જવાની યોજના પર પાણી ફરી વળ્યું હતું. આ મુદ્દે IRCTCના અધિકારીએ કહ્યું હતું કે સવારે પોર્ટલમાં ટેક્નિકલ કારણોસર બુકિંગ થતું નહતું પણ અડધો પોણો કલાક પછી બધું રાબેતા મુજબ કામકાજ ચાલુ થયું હતું.
આ મુદ્દે રેલવે પ્રવાસી સંગઠને કહ્યું હતું કે ગયા મહિને ત્રણ વખત સાઈટમાં મુશ્કેલી ઊભી થઈ હતી અને આજે નવા વર્ષના પહેલા દિવસે રિઝર્વેશનની ટિકિટ બુકિંગમાં મુશ્કેલી ઊભી થઈ હતી. આ મુદ્દે રેલવેએ જરૂરી પગલાં પ્રવાસીઓના હિતમાં ભરવા જરૂરી બને છે. અહીં એ જણાવવાનું કે ગયા મહિના દરિમયાન ડિસેમ્બરમાં ત્રણ વખત સાઈટ ઠપ રહી હતી, જ્યારે ગઈકાલે મધરાતે તો રેલવેએ પીઆરએસ પણ મરમ્મત માટે બંધ રાખ્યા હતા.
આ પણ વાંચો : બીડમાં સંતોષ દેશમુખની હત્યાના કિસ્સામાં મુખ્ય આરોપીએ કર્યું આત્મ સમર્પણ…
સરકારી વેબસાઈટમાં પણ ઠપ્પ
નવા વર્ષના પહેલા દિવસે રેલવેની બુકિંગ વેબસાઈટ સહિત અન્ય સરકારી વેબસાઈટ્સ ફાઈનાન્શિયલ સર્વિસીસ સહિત સ્કોલરશિપ વગેરે વેબસાઈટ ડાઉન જોવા મળી હતી. સરકારી ફાઈનાન્શિયલ વેબસાઈટ્સ (financialservices.gov.in) અને ભારત સરકારની ડેડિકેટેડ વેબસાઈટ (scholarships.gov.in)માં આઉટેજની સમસ્યા ઊભી થઈ હતી. હાલના તબક્કે આ સાઈટ્સ કામકાજ કરી નહીં કરતા સ્કોલરશિપ સંબંધિત સુવિધામાં મુશ્કેલી ઊભી થઈ હતી.