ગાંધીનગરસ્પેશિયલ ફિચર્સ

ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે

ગાંધીનગર: ગુજરાત સરકાર રાજ્યને દેશનું ટુરીઝમ હબ બનવવા સતત પ્રયાસો (Gujarat tourism) કરી રહી છે. રાજ્યના વિવિધ પ્રવાસી અને ધાર્મિક સ્થળોએ વિશ્વસ્તરીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. એવામાં ગુજરાત સરકાર વધુ એક સ્થળને વિશ્વસ્તરીય ટુરીઝમ પ્લેસ તરીકે વિકસાવવાની આયોજન કરી રહી છે. પ્રોજેક્ટ ગુજરાત અંતર્ગત મહેસાણા જીલ્લામાં સાબરમતી નદી પર આવેલા ધરોઈ ડેમ(Dharoi Dam)ની આસપાસ વિવિધ આકર્ષણો વિકસાવવામાં આવશે, જેનો લાભ સમગ્ર વિસ્તારને થશે.

સાબરમતી નદી પર બનાવવામાં આવનાર પુલના પ્રોજેક્ટનો મેપ, ધરોઈ ડેમને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની વિવિધ જોગવાઈઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ ગુજરાતમાં ધરોઈ ડેમ પાસે ભવ્ય ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવશે.
સરકારનું આયોજન:
ઉત્તર ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. અહેવાલ મુજબ, 1100 કરોડના રોકાણ સાથે ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં અહીં વિકાસની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

આ સ્થળોને પણ જોડવામાં આવશે:
રાજ્ય સરકારે ધરોઈ ડેમને પ્રવાસન હબ તરીકે વિકસાવવા માટે એક સર્કિટ બનાવી છે, જે વડનગર, તારંગા, અંબાજી અને રાણકી વાવ જેવા મુખ્ય સ્થળો જોડવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં અમલમાં આવશે. આ પ્રોજેક્ટમાં એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એરેના, એમ્ફીથિયેટર, રિવરેજ ડેવલપમેન્ટ, લેઝર શો, પંચતત્વ પાર્ક અને નાદબ્રહ્મણી આકર્ષણના કેદ્ન્રો હશે.

ટેસ્ટ સીટીનું નિર્માણ:
ગુજરાત સરકારે 2023ના બજેટમાં ધરોઈમાં ટેન્ટ સિટી બનાવવાની જાહેરાત કરી હતી. ડેમ વિસ્તારમાં લગભગ 15 થી 17 હજાર ચોરસ મીટર વિસ્તારમાં 15 ટેન્ટ સાથે ટેન્ટ સિટી બનાવવાની યોજના છે.

Read This Also…બનાસકાંઠાના સુઇગામ નજીક ભયંકર માર્ગ Accident,ત્રણ લોકોના મોત 20 થી વધુ ઘાયલ

ઉલ્લેખનીય છે કે કચ્છના રણમાં ધોરડો અને ધોળાવીરાના ટેન્ટ સિટી તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ટેન્ટ સીટીને સારો પ્રતિસાદ મળ્યો છે. ધરોઈ ડેમને પ્રવાસી આકર્ષણ તરીકે લોકપ્રિય બનાવવા માટે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ટેન્ટ સિટી બનાવવાનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button