UPI Transcation : NPCI એ ફોન-પે, ગૂગલ-પે અને વોટ્સએપ-પે ને આપી આ મોટી રાહત
નવી દિલ્હી : નવા વર્ષની શરૂઆતની સાથે જ ફિનટેક કંપનીઓ ફોન-પે, ગૂગલ-પે અને વોટ્સએપ-પે માટે મોટા રાહતના સમાચાર છે. જેમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ(NPCI) યુપીઆઇ(UPI)મારફતે થતા ટ્રાન્ઝેક્શન વોલ્યુમ પર લગાવેલી મર્યાદાની સમયમર્યાદા બે વર્ષ સુધી લંબાવી દીધી છે. એનપીસીઆઇ આ નિર્ણયથી યુપીઆઇ ટ્રાન્ઝેક્શનમાં સૌથી મોટો હિસ્સો ધરાવતી આ બંને કંપનીઓ તેઓ ઈચ્છે તેટલા ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરી શકશે. એનપીસીઆઇ એ વોટ્સએપ- પે પર નવા યુપીઆઇ યુઝર્સ ઉમેરવાની મર્યાદા દૂર કરી છે. જે તાત્કાલિક અસરથી અમલમાં આવી છે. આ નિર્ણય પછી, વોટ્સએપ ભારતમાં તેના તમામ યુઝર્સને યુપીઆઇ સેવા ઓફર કરી શકશે.
વોટ્સએપ- પે પર નવા યુપીઆઇ યુઝર્સ ઉમેરવાની મર્યાદા દૂર કરી એનપીસીઆઇ નવેમ્બર 2020થી ભારતમાં યુપીઆઇ પ્રાઇમવર્કનું સંચાલન કરે છે. તેણે કંપની માટે મહત્તમ યુપીઆઇ ટ્રાન્ઝેક્શન વોલ્યુમ મર્યાદા 30 ટકા લાદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેથી કરીને કોઈપણ કંપનીનો એકાધિકાર ટાળી શકાય. પરંતુ યુપીઆઇ એપ કંપનીઓએ દલીલ કરી હતી કે મર્યાદા લાદવાથી તેના ગ્રોથને અસર થશે અને યુપીઆઇ ચૂકવણીના વિકાસને પણ અસર થશે.
ફોન-પે અને ગૂગલ-પેનો હિસ્સો 47.8 ટકા એનપીસીઆઇ ડેટા અનુસાર, દેશમાં કુલ યુપીઆઇ ટ્રાન્ઝેક્શન્સમાં ફોન પે અને ગૂગલ પેનો હિસ્સો લગભગ 47.8 ટકા છે.જેમાં ફોન પેનો હિસ્સો લગભગ 48 ટકા અને ગૂગલ-પે નો હિસ્સો 37 ટકા છે. પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ એનપીસીઆઇના આ નિર્ણયને આવકાર્યો છે. એનપીસીઆઇ એ આરબીઆઇ અને બેંકોની સંયુક્ત સંસ્થા છે જે ભારતમાં રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટની જવાબદારી છે.
Also read: Digital India: યુપીઆઇ ટ્રાન્જેક્શન્સનો આંકડો નવા વિક્રમી સ્તરે પહોંચ્યો: નાણાં મંત્રાલય
વોટ્સએપ -પે મર્યાદા વિના નવા યુઝર્સ ઉમેરી શકશે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ અગાઉ વોટ્સએપ પેને યુઝર બેઝને તબક્કાવાર રીતે વધારવાની પરવાનગી આપી હતી. આ અગાઉ, વોટ્સએપ પેને માત્ર 10 કરોડ યુપીઆઇ યુઝર્સને ઉમેરવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ લેટેસ્ટ નોટિફિકેશન મુજબ હવે વોટ્સએપ -પે મર્યાદા વિના નવા યુઝર્સ ઉમેરી શકશે. વોટ્સએપ- પેએ થર્ડ પાર્ટી એપ્લિકેશન યુઝર્સને સંબંધિત તમામ યુપીઆઇ માર્ગદર્શિકા અને પરિપત્રોનું પાલન કરવું પડશે.