ઈન્ટરવલ

નવલા વર્ષનાં ઉષાકિરણે કોણાર્કનાં ‘સૂર્ય મંદિર’નાં દર્શન કરીએ

નવલા વર્ષનાં ઉષાકિરણે કોણાર્કનાં ‘સૂર્ય મંદિર’નાં દર્શન કરીએ

તસવીરની આરપાર -ભાટી એન.

નવલું વર્ષ 2025નો આરંભ મંગલકારી સૂર્યના કિરણોવાળી ઉષા-ઉદયથી કરીશું. સૂર્યનારાયણ આખા વિશ્ર્વનાં પોષકપિતા છે…! સૂર્યના પ્રકાશ વિના જીવસૃષ્ટિને જીવવું અશક્ય બરાબર છે. એટલા માટે આપણે સુપ્રભાતે રવિરાજ સુરજદાદાને નમસ્કારીએ છીએ…! તો ભારતમાં સૂર્યમંદિર અમુક છે. તેમાં એક મોઢેરા ખાતે ગુજરાતમાં સૂર્યમંદિર આવેલ છે. પણ આજે આપણે ભારતનું સર્વોત્કૃષ્ટ ‘કોણાર્કનું સૂર્યમંદિર’ની વિશેષતાની ઐતિહાસિક વાતોથી અવગત થઈશું. ભારતના ઓડિશા રાજ્યના પૂરી જિલ્લાનાં પૂરી નામક ગામમાં આવેલ ભવ્યતાતિભવ્ય આ મંદિર લાલ ને કાળા બલુઆ પથ્થરમાં કલાકોતરણથી ભરપુર છે. ઈ.સ. 1236થી 1264માં ગંગ વંશના રાજા નૃસિંહદેવ દ્વારા બાંધવામાં આવ્યું હતું. આ મંદિરના પ્રસિદ્ધ સ્થળોમાં એક છે. આ સૂર્ય મંદિરને યુનેસ્કો દ્વારા સન 1984માં વિશ્ર્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે.

કલિંગ શૈલીમાં નિર્મિત આ મંદિર દેવના રથના રૂપમાં ખાસમખાસ કલાત્કમ ડિઝાઈનથી બનાવવામાં આવેલ છે…! આ પથ્થર પર ઉત્કૃષ્ટ નકશીકામ કરીને આ મંદિર સૂર્યદેવનાં રથના રૂપમાં છે! સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડી ચક્રોવાળા સાત ઘોડાથી ખેંચતા સૂર્યદેવના રથના રૂપમાં બનાવ્યા છે. મંદિર પોતાની કામુક મુદ્રાઓવાળી શિલ્પકૃતિઓ માટે પણ વિશ્ર્વ વિખ્યાત છે! આ મંદિરમાં સૂર્ય ભગવાનની ત્રણ પ્રતિમાઓ છે.

(1) બાલ્યાવસ્થા સૂર્ય – 8 ફીટ. (2) યુવાવસ્થા મધ્યાહન સૂર્ય 9.5 ફીટ (3) પ્રૌઢાવસ્થા સૂર્ય – 3.5 ફીટ છે. આના પ્રવેશ પર સિંહ – હાથીઓ પર આક્રમક થતા રક્ષામાં તત્પર દેખાડયાં છે! આ સંભવત તત્કાલીન બ્રાહ્મણરૂપ સિંહોનું બૌદ્ધરૂપી હાથીઓ પર વર્ચસ્વનું પ્રતીક છે. બંને હાથી એક – એક માનવ ઉપર સ્થાપિત છે…! આ દુર્લભ પ્રતિમાઓ સિંગલ પથ્થરમાંથી નિર્મિત થયેલ છે…!? આ 28 ટનની 8.4 ફીટ લાંબી, 4.9 ફીટ પહોળી તથા 9.2 ફીટ ઊંચી છે…!!! મંદિરના દક્ષિણી ભાગમાં બે સુસજિજત ઘોડા બનેલા છે. જેમને ઓડિશા સરકારે પોતાના ‘રાજચિહ્ન’ના રૂપમાં અંગીકાર કરી લીધા છે. 10 ફૂટ લાંબા અને 7 ફીટ પહોળા છે. ‘સૂર્યમંદિર’ સૂર્યદેવની યાત્રા બતાવે છે. આના પ્રવેશદ્વાર પર જ નટમંદિર છે.

Also read: હેપ્પી ન્યૂ યરનો વ્યક્તિગત સંદેશો મોકલવાની છેતરામણી જાળથી બચજો

આ મંદિરની નર્તકીઓ ‘સૂર્યદેવ’ને અર્પણ કરવા માટે નૃત્ય કરતી હતી. પૂરા મંદિરમાં જ્યાં ત્યાં ફૂલવેલ ભૌમિતિક નમૂના દેખાય છે. આ સાથે જ માનવ, દેવ, ગંધર્વ, ક્ધિનર આદિની આકૃતિઓ પણ છે. મંદિર હવે આંશિકરૂપે ખંડેરમાં પરિવર્તિત થઈ થતું જાય છે. પણ ભારતીય પુરાતન ખાતુ સુરક્ષિત રાખેલ છે. તેરમી સદીનું મુખ્ય ‘સૂર્યમંદિર’ એક મહાન રથરૂપમાં બનેલ છે. અહીંના સ્થાપત્ય અનુપાત દોષો રહિત તથા ગુણોત્તર આશ્ર્ચર્યચક્તિ કરવાવાળા છે. અહીંની સ્થાપત્યકળા વૈભવ તથા માનવીય નિષ્ઠાનાં સૌહાર્દપૂર્ણ સંગમ છે. મંદિરની પ્રત્યેક ઈંચ અદ્વિતીય સુંદરતા અને શોભાની શિલ્પાકૃતિઓથી પરિપૂર્ણ છે. આના વિષય પણ મન મોહક છે.

જે સહસ્ત્ર શિલ્પ આકૃતિઓ ભગવાનો, દેવતાઓ, ગંધર્વો, માનવો, વાધકો, પ્રેમીયુગલો, દરબારની છબીઓ, શિકાર તથા યુદ્ધના ચિત્રોથી ભરેલ છે. આની વચ્ચે પશુ-પક્ષીઓ (લગભગ બે હજાર હાથી, કેવળ મુખ્ય મંદિરનાં આધારની પટ્ટી પર ભ્રમણ કરતા અને પૌરાણિક જીવો સિવાય મહિન અને પેચીદા વેલ બૂટા તથા ભૌમિતિક નમૂના અલંકૃત છે. ઓડિયા શિલ્પકળાની હીરા જેવી ઉત્કૃષ્ટતતા પરિસરમાંથી દેખાય છે. આવું ભારતનું દુર્લભ ‘સૂર્યમંદિર’ કોણાર્કના મંદિરની મુલાકાત લેશો તો ચોક્કસ ખુશીને સાતા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button