નેશનલ

રાષ્ટ્રપતિ મુર્મુ અને વડા પ્રધાન મોદી સહીત આ નેતાઓએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી

મુંબઈ: આજે 1લી જાન્યુઆરીથી વર્ષ 2025ની શરૂઆત (New Year 2025) થઇ ગઈ છે, દેશભરમાં લોકો આ ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.

દેશના પ્રથમ નાગરિકા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (President Draupadi Murmu) સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લોકોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો. તેણે લખ્યું કે, ‘દરેકને નવા વર્ષની શુભકામનાઓ! વર્ષ 2025 બધા માટે સુખ, સંવાદિતા અને સમૃદ્ધિ લઈને આવે! આ અવસર પર, આપણે ભારત અને વિશ્વ માટે ઉજ્જવળ, વધુ ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે સાથે મળીને કામ કરવાની આપણી પ્રતિબદ્ધતાને ફરી યાદ કરીએ.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) પણ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. તેણે લખ્યું- 2025 માટે શુભકામનાઓ! આ વર્ષ દરેક માટે નવી તકો, સફળતા અને ખુશીઓ લઈને આવે. દરેકને સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પણ સોશિયલ મીડિયા પર લોકોને શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું કે આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ, હું આશા રાખું છું કે આ વર્ષ આપના જીવનમાં નવો ઉત્સાહ, નવો ઉમંગ અને ખુશીઓ લઈને આવે.

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે લખ્યું કે તમામ દેશવાસીઓને નવા વર્ષ 2025ની શુભકામનાઓ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ નવા વર્ષમાં તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. આ વર્ષ દરેક માટે આનંદ અને ખુશીઓથી ભરેલું રહે.

Also read: નવા વર્ષે જરૂરી છે આરોગ્ય વીમા પોલિસીની સમીક્ષા 

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે x પર પોસ્ટ કરીને લખ્યું કે દરેકને હૃદય પૂર્વક આરોગ્યપ્રદ અને આનંદ સાથે શુભેચ્છાઓ! આપણે 2025 માં પ્રવેશ કરીએ છીએ, ચાલો આશા, એકતા અને નિશ્ચય સાથે નવી તકોનું સ્વાગત કરીએ.
આ વર્ષ દરેક માટે સારું સ્વાસ્થ્ય, સુખ અને અમર્યાદ સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના.
હેપ્પી 2025!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button