હિન્દુ મરણ
સારસા નિવાસી હાલ માટુંગા ભાસ્કરભાઇ મોહનલાલ શાહ (ઉં. વ. ૭૯) ગુરુવાર, તા. ૧૨-૧૦-૨૩ના દેવલોક પામ્યા છે. તે ગં. સ્વ. મંજુલાબેનના પતિ. પરેશ તથા કોમલના પિતાશ્રી. તે કેયુર તથા સીમાના સસરા. તે ઠાસરા નિવાસી ગોવિંદલાલ શંકરલાલ શાહના જમાઇ. તથા ટીશા, તનિષા, પાર્થના દાદા-નાના. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૫-૧૦-૨૩ના ૧૦થી ૧૧-૩૦. ઠે. સમતાબાઇ સભાગૃહ, અમુલખ અમીચંદ સ્કૂલ, આર. એ. કીડવાઇ રોડ, માટુંગા (સે.રે.)
મૂળ હાલાપર હાલ નાલાસોપારા ગોસ્વામી જેન્તીગીરી (ઉં. વ. ૬૬) મોંઘીબેન કમલગીરીના પુત્ર. ઉષાબેનના પતિ. પુનિત અને નમ્રતાના પિતા. દિપીકા અને હિતેશના સસરા. બલદેવપૂરી ચેતનપૂરીના જમાઇ (નખત્રાણા) સ્વ. રૂક્ષ્મણીબેન, સ્વ. લક્ષ્મીબેન, જેરામગીરી અને દમંયતીબેનના ભાઇ. તા. ૧૨-૧૦-૨૩ના ગુરુવારના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૪-૧૦-૨૩ના શનિવારે, ૪થી ૫-૩૦. ઠે. મારુ અચલગચ્છ ત્રીજા માળે, ભવન મહેશ પાર્ક, ગાર્ડન શ્રીપાલ કોમ્પ્લેક્સ પાસે તુલિંજ રોડ, નાલાસોપારા (ઇસ્ટ).
૨૫ ગામ ભાટિયા
હંસાબેન (મંજુબેન) સ્વ. હરિદાસ કરસનદાસ આશરની પત્ની તા. ૧૨-૧૦-૨૩, ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જમનાદાસ ભગવાનજીની દીકરી. અશ્ર્વિન, પરેશ, રેખા, ભાવનાની માતા. જ્યોતિ, ડિમ્પલ, નરેન્દ્ર, જયેશના સાસુ. પ્રણવ, તર્જની, વિશેષ, દિશિતા, જીનલ, અક્ષના દાદી. ચૈતાલી, નિશાંત, કેયુર, રિદ્ધિ, શ્રેયાના નાની. પ્રાર્થનાસભા તા. ૧૪-૧૦-૨૩, શનિવારના સાંજે ૪થી ૬. વર્ધમાન હોલ, ડાયમંડ ટોક્સિની સામે, એલટી રોડ, બોરીવલી (વેસ્ટ).
કચ્છ કડવા પાટીદાર
ગામ નાના અંગિયા, હાલે ઉલ્હાસનગર જયંતીલાલ ભગત (ઉં.વ. ૫૨) તે સ્વ. દેવજી ભાણજી ભગત તથા ગં.સ્વ. ગંગાબેનના પુત્ર. તે ભાવિકાબેનના પતિ. તે જય અને આયુષના પિતા. તે વિનોદભાઈ, જયાબેન તથા કમલાબેનના મોટાભાઈ. તે તા. ૧૨-૧૦-૨૩, ગુરુવારના રામશરણ પામ્યા છે તેમની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૪-૧૦-૨૩ના સાંજે ૪થી ૫. પાટીદાર ભવન, મોહના રોડ, શહાડ (કલ્યાણ).
કચ્છી લોહાણા
કચ્છ ગામ મોટી ધુફીના માધવજી લધા ગણાત્રાના પુત્ર સ્વ. વાલજીભાઈના ધર્મપત્ની વેલબાઈ (ઉં.વ. ૯૦) હાલે તા. ૧૨-૧૦-૨૩ના નાસિકમાં રામશરણ પામેલ છે. તે મેઘજી ભીમજી દૈયાના પુત્રી. તે જયંતીભાઈ, અશોકભાઈ, લતાબેન નવીનભાઈ ચંદે, મીનાબેન પ્રતાપભાઈ કતીરા, શોભાબેન તુલસીદાસ અઈયા, પ્રતિમાબેન હિતેશભાઈ ચોથાણી, બીનાબેન ચેતનભાઈ કતીરાના માતુશ્રી. જમનાદાસ મેઘજી દૈયાના બહેન. ભાનુબેન, આરતીબેનના સાસુ. તેમની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૪-૧૦-૨૩ના ૫થી ૭. ગોપુરમ હોલ, ડૉ. આર.પી. રોડ, જ્ઞાનસરિતા સંકુલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે.
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
ઉમેદગઢ, હાલ મુંબઈ સ્વ. મંગળાબા મહાશંકર જોષીના સુપુત્ર નિલેશ (ઉં. વ. ૬૧) તા ૧૨.૧૦.૨૩ ના સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. પુષ્પાબેન, સૌ. ઉષાબેન, સ્વ. ભાનુબેન, સ્વ. ગીતાબેન અને સૌ. વેણુકાબેન, ગં. સ્વ. ચંદ્રિકાબેન શશિકાન્ત જોષી તથા કનુભાઈ અને દિલીપભાઈના ભાઈ. તે જ્યોત્સ્નાબેનના પતિ. તે સ્વ. તેજલ અને આશિષના પિતા. અ. સૌ. નિશાના સસરા. સ્વ. ઉમાકાન્ત જેઠાલાલ જોષીના જમાઈ. એમની પ્રાર્થનાસભા તા. ૧૪/૧૦/૨૦૨૩ના, સાંજે ૪ થી ૬. સ્થળ -શ્રી ભાટિયા ભાગીરથી ટ્રસ્ટ ૮૮, દાદી શેઠ અગિયારી લેન, મુંબઈ – ૨. પિયર પક્ષનું બેસણું સાથે જ રાખેલ છે. સાડલા પ્રથા બંધ રાખેલ છે .
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
તળાજા, હાલ હૈદરાબાદ રાજેશ રામદાસ મહેતાના ધર્મપત્ની વૈશાલી (ઉં. વ. ૫૪) તે સ્વ. રામદાસ જમનાદાસ મહેતાના પુત્રવધૂ. હેતાર્થ તથા આદિત્યના માતુશ્રી. ગં. સ્વ નલિનીબેન હિંમતભાઇ શાહના દીકરી તે તા ૧૦/૧૦/૨૩ના હૈદરાબાદ મુકામે શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
લુહાર સુથાર
મોરબીવાળા, હાલ બોરીવલી ચંદ્રકાન્ત હરસોરા (ઉં. વ. ૮૨) તે ૧૨/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ હરસોરાના પુત્ર. મધુબેનના પતિ. સ્વ. મંગળદાસ, સ્વ. મુકુંદભાઈ, સ્વ. હીરાબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. જયાબેન, ગં. સ્વ. હંસાબેન તથા સ્વ. કુમુદબેનના ભાઈ. રાજીવ-નીલમ, આશિષ-ચારૂલ, જીજ્ઞા અતુલકુમાર ઠક્કર, ભાવિની રાજનકુમાર મકવાણાના પિતા. સ્વ. હીરાબેન પોપટલાલ સિદ્ધુપુરાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૧૪/૧૦/૨૩ ના ૪ થી ૬. પાવનધામ પહેલે માળે, એમ. સી. એ ગ્રાઉન્ડ ની પાસે, સત્ય નગર, કાંદિવલી.
સત્તાવીશ દશા પોરવાડ
ગામ વિજાપુર, હાલ મુંબઈ સ્વ. આનંદીબેન અને સ્વ. કાંતિલાલ રતિલાલ દેસાઈના પુત્ર દિલીપભાઈ મહેતા (ઉં. વ. ૭૨) તે ૧૨/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે કીર્તિભાઇ, જયેન્દ્રભાઈ, સ્વ. ભુપેન્દ્રભાઈ, મનોજભાઈ, સ્વ. રેખાબેન તથા ભારતીબેનના ભાઈ. કોકિલા, સ્વ. પ્રીતિ, રીટા તથા કિરણના દિયર. કેતૂલ, રાજીવ, મીરવ, નીલ, નેહા,ભાવિકા, ભાવિની, હિરલ તથા અમીના કાકા. હાર્દિકના મામા. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કપોળ
મહુવાવાળા, હાલ મુંબઈ સ્વ. ત્રિવેણીબેન ગિરધરલાલ લવજી મહેતાના સુપુત્ર સ્વ. વિનોદરાય (ઉં. વ. ૮૬) તા. ૮-૧૦-૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે મૃદુલાબેનના પતિ. ચિ. જતિનના પિતાશ્રી. અ.સૌ. અલકાના સસરા. સાવરકુંડલાવાળા સ્વ.કંચનબેન તુલસીદાસ ત્રિભોવનદાસ મહેતાના જમાઈ તથા સ્વ. ચંદ્રભાગાબેન, સ્વ. પ્રભુદાસ, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. જયંતીલાલ, સ્વ.ચીમનલાલ, સ્વ. વસંતબેન, સ્વ.રમાબેન, સ્વ. રસિકલાલ, સ્વ. શરદચંદ્ર તથા ગં.સ્વ. યશતીબેનના ભાઈ. સર્વે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
હાલાઈ ભાટીયા
સુધાબેન સંપટ, (ઉં. વ. ૮૭) તે સ્વ. પદમશી લાલજી ગેમાણી સંપટ અને સ્વ. પુષ્પાબેન સંપટના સુપુત્રી. તે સ્વ. ઈન્દુબેન, સ્વ. સુરેન્દ્રભાઈ, સ્વ. મહેશભાઈ, દિલીપભાઈ, ઉષાબેન, પ્રદિપભાઈ, રાજેશભાઈના બેન. તે મિતેષ, નિહારિકા, હર્ષ, ધર્મીબેન, ચેતનાબેનના ફઈબા. તે હર્ષ, દર્શ, જૈનમ અને સોહમના મોટા ફઈબા, તા. ૧૨-૧૦-૨૦૨૩ના મુંબઈ મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા (વાગડ)
સ્વ. ઇન્દુમતી વીરજી જાદવજી કોટક (ગામ ચિત્રોડ) હાલે મુંબઈ (મઝગાવ/ઘાટકોપર) ના સુપુત્ર ભરત (ઉં. વ. ૭૯) ગુરૂવાર તા. ૧૨.૧૦.૨૦૨૩ ના શ્રી રમાનાથધામ સીધાવ્યા છે. તે સ્વ. સોનલના પતિ. સ્વ. રૂક્ષ્મણી કૃષ્ણા તલકર રોહાવાળાના જમાઈ. તે સ્વ. નિર્મલા, ગંગાસ્વ. પુષ્પા મગનલાલ, નિરંજન, સ્વ. વસંત, સ્વ. જયંત, સ્વ. યશવંત, સ્વ. બાબો, ગંગા સ્વ. મીનાક્ષી હરીશ, ગંગા સ્વ. હેમલત્તા રમેશ, મૃદુલા ભુપેન્દ્ર, ગંગા સ્વ. રશ્મી લાલભાઈ (જેઠાલાલ), સ્વ. રોહિત, સ્વ. બેબીના ભાઈ. સ્વ. મંગલા નિરંજન, ડૉ. ઉષા વસંતના દિયર. ગંગા સ્વ. પ્રતિમા રોહિતના જેઠ. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે. પ્રાર્થના સભા રાખેલ નથી.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
તળાજા હાલ વિલેપાર્લા સ્વ. જયસુખભાઈ જયંતીલાલ શેઠ (રાઠોડ)ના ધર્મપત્ની સરલાબેન (ઉં. વ. ૮૫) તા. ૧૧-૧૦-૨૦૨૩ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે શાંતિભાઈ સરવૈયાની દીકરી. તેમની પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટીયા
મુંબઇ નિવાસી રણજીત સિંહ રામૈયા (ઉં. વ. ૮૭) સ્વ. કૃષ્ણાબેન અને હંસરાજ મુલજી રામૈયાના પુત્ર. તે (કેનેડા નિવાસી) સ્વ. શાંતીબેન અને જેઠાલાલ ગાજરીયાના જમાઇ. અરુણાબેનના પતિ. તે સ્વ. જમનાદાસ, સ્વ. ધીરજસિંહ, દિલીપસિંહ, સ્વ. સુશીલા, શાંતિ તથા નિર્મળાના ભાઇ. તા. ૧૨-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૪-૧૦-૨૩ શનિવારના ૫થી ૬.૩૦ લક્ષ્મીનગર હોલ, ૧૦મો રસ્તો, ખારમાં
રાખેલ છે.