પોલીસ કરાડની ધરપકડ કરવામાં નિષ્ફળ, ફડણવીસને મુખ્ય પ્રધાન રહેવાનો કોઈ અધિકાર નથી: કોંગ્રેસ
મુંબઈ: કોંગ્રેસે મંગળવારે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવું જોઈએ, કારણ કે પોલીસે સરપંચ સંતોષ દેશમુખની હત્યા સાથે જોડાયેલા ખંડણી કેસમાં આરોપી વાલ્મિક કરાડને ત્રણ અઠવાડિયા સુધી ધરપકડ કરવામાં નિષ્ફળ રહ્યા, જ્યાં સુધી તેમણે પોતે આત્મસમર્પણ ન કર્યું.
ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે એનસીપીના પ્રધાન ધનંજય મુંડે પર નિશાન સાધતા એવો દાવો કર્યો હતો કે, તેઓ અને કરાડ એક જ સિક્કાની બે બાજુ છે, જ્યારે મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગેએ આરોપીઓના તમામ ‘સમર્થકો’ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
મુંડેના નજીકના સહયોગી વાલ્મિક કરાડે પુણેમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું, મસ્સાજોગના સરપંચ સંતોષની ક્રૂર હત્યાના થોડા દિવસો પછી, આક્રોશનો માહોલ સર્જાયો હતો.
આપણ વાંચો: વાલ્મીક કરાડે આત્મસમર્પણ કર્યા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
બીડ જિલ્લામાં ખંડણીના કેસમાં વોન્ટેડ કરાડને ત્રણ અઠવાડિયા સુધી શોધવામાં પોલીસની નિષ્ફળતા પર કોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેએ પ્રશ્ર્ન ઉપસ્થિત કર્યા હતા.
‘મુંબઈ પોલીસ, જેને એક સમયે સ્કોટલેન્ડ યાર્ડની સમકક્ષ ગણવામાં આવતી હતી, તે ન્યાય આપવામાં નિષ્ફળ ગઈ હતી. ફડણવીસને મુખ્ય પ્રધાનપદે રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી,’ એમ તેમણે કહ્યું હતું, ફડણવીસના ગૃહ જિલ્લા નાગપુરમાં વધતો ગુનાખોરીનો દર મહારાષ્ટ્રમાં વ્યાપક કાયદો અને વ્યવસ્થા સંકટનો પુરાવો છે.
કોંગ્રેસના નેતાએ એવી માગણી કરી હતી કે, દેશમુખ હત્યા કેસની તપાસ પર એક વર્તમાન ન્યાયાધીશે દેખરેખ રાખવી જોઈએ.
આપણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે સીઆઈડીને સંતોષ દેશમુખ હત્યા કેસમાં ભાગેડુ આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો
એક પ્રાદેશિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા, ધસે કહ્યું હતું કે, ‘વાલ્મિક કરાડ અને મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડે એક જ સિક્કાની બે બાજુ છે. મુંડેનું રાજીનામું તેમના પોતાના પક્ષના નેતા દ્વારા માંગવામાં આવ્યું છે. હું હજુ પણ માગણી કરું છું કે મુખ્ય પ્રધાન ફડણવીસ બીડના પાલક પ્રધાન બને જેથી તેઓ વાલ્મિક કરાડ દ્વારા નિયંત્રિત ગેંગ પર કાર્યવાહી કરી શકે.’
‘હું મુખ્ય પ્રધાન ફડણવીસને કહેવા જઈ રહ્યો છું કે દેશમુખ હત્યા કેસમાં કોઈ પણ પ્રકારની ઢીલ ન રાખવી જોઈએ,’ એમ ધસે વધુમાં કહ્યું હતું. સીઆઈડી દ્વારા હત્યા તેમજ ખંડણી કેસની તપાસ કરવામાં આવી રહી છે.
‘મુખ્ય પ્રધાને આરોપીઓ (કરાડ) અને તેમને ટેકો આપનારાઓ સામે કાર્યવાહી કરીને ન્યાય સુનિશ્ર્ચિત કરવો જોઈએ,’ એમ મરાઠા આંદોલનકર્તા મનોજ જરાંગે-પાટીલે જણાવ્યું હતું.
આપણ વાંચો: પાટનગર પોલિટિક્સઃ દેવેન્દ્ર ફડણવીસે મોદી સાથેની ચર્ચાની વિગતો જણાવી!
અંતરવાલી સરાટી ગામમાં જરાંગેને મળેલા સંતોષ દેશમુખના ભાઈ ધનંજય દેશમુખે પત્રકારોને જણાવ્યું હતું કે સીઆઈડીએ આરોપીઓના મોબાઇલ કોલ ડિટેલ રેકોર્ડ (સીડીઆર)ની તપાસ કરવી જોઈએ જેથી તેમની લિંક્સ શોધી શકાય.
વિપક્ષે આરોપ લગાવ્યો છે કે કરાડ હત્યાનો ‘માસ્ટરમાઇન્ડ’ હતો, જોકે તેમણે મંગળવારે સવારે શરણાગતિ સ્વીકારતા પહેલા દાવો કર્યો હતો કે રાજકીય કારણોસર તેમનું નામ કેસમાં ઘુસાડવામાં આવ્યું છે.