અમદાવાદ

અમદાવાદમાં ગૌહત્યા-ગૌમાંસ વેચવાનો આરોપઃ પુરાવાના અભાવે પાંચ જણ નિર્દોષ

અમદાવાદઃ અમદાવાદ પાંચ લોકો પર ગૌહત્યા અને ગૌમાંસ વેચવાનો આરોપ લાગ્યો હતો. પુરાવાના અભાવે કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા હતા. ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન રૂલ અંતર્ગત તપાસકર્તાએ કથિત ગૌમાંસના સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબ (એફએસએલ)માં મોકલ્યા નહોતા. જેને લઈ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: ગાયોની કતલ પર પ્રતિબંધ મુકાય તો ગૌમાંસ બંધ થઈ જાય

શું છે મામલો?

આશિર અલી કુરેશીની 2 જુલાઈ 2019ના રોજ જુહાપુરામાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ઑટોરિક્ષાથી 150 કિલોગ્રામ ગૌમાંસની હેરાફેરી કરાવવાનો આરોપ લાગ્યો હતો. તપાસ દરમિયાન ઈકબાલ સિપાઈ, ફરહાન સિપાઈ, રિઝવાન કુરૈશ અને ફારૂક શેખ નામના ઇસમો કથિત રીતે ગૌમાંસ વેચવાની યોજના બનાવી રહ્યા હોવાનો ખુલાસો થયો હતો, ત્યાર બાદ તમામ આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપીઓ પર ગુજરાત એનિલમ પ્રિઝર્વેશન એક્ટ, પ્રિવેન્શન ઑફ ક્રૂઅલ્ટી ટૂ એનિમલ્સ એક્ટ અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કૉર્પોરેશન એક્ટ અંતર્ગત આરોપ લગાવવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન આરોપીઓ ફરી ગયા હતા અને તેમના પર દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: ગૌમાંસની શંકા પરથી વૃદ્ધની મારપીટ: આરોપીને આગોતરા જામીન કોર્ટે નકાર્યા…

સાક્ષીએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે પંચનામા પર જબરદસ્તીથી સહી કરાવવામાં આવી હતી. તપાસ કરી રહેલા ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે ગૌમાંસના સેમ્પલ ફોરેન્સિક વિભાગને મોકલવામાં આવ્યા નહોતા. પોલીસકર્મીના નિવેદન બાદ કોર્ટે કહ્યું હતું કે એફએસએલના અધિકારીએ કહ્યું હતું કે માંસ ગૌમાંસ છે. વારંવાર સમન્સ છતાં એફએસએલના અધિકારી કોર્ટમાં પહોંચ્યા નહોતા. વીડિયો કૉન્ફરન્સ લિંક મોકલ્યા બાદ પણ જોડાયા નહોતા. આ સ્થિતિમાં પુરાવાના અભાવે આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button