Assembly Election: કેજરીવાલે જાહેર કરેલી યોજનાઓ અંગે બાંસુરી સ્વરાજે આજે શું કહ્યું?
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીને સત્તાધારી પાર્ટી જનતાને રિઝવવા નવી નવી યોજનાઓ જાહેર કરી રહી છે ત્યારે વિરોધી પાર્ટીઓ પણ આમ આદમી પાર્ટી (આપ) પર પ્રહાર કરવાનું ચૂકતા નથી.
જનતા માટે આમ આદમી પાર્ટીએ યોજનાઓ જાહેર કર્યાં પછી ભાજપે પણ ટીકા કરવાનું ચૂક્યું નથી. આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નાં સાંસદ બાંસુરી સ્વરાજે અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેર કરાયેલ ‘પુજારી ગ્રંથી સન્માન યોજના’ને આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા “તુષ્ટીકરણ”ની ચાલ ગણાવીને તત્કાળ લાગુ કરવાનો પડકાર ફેંક્યો છે.
એક પ્રેસ કોન્ફરન્સમાં બાંસુરી સ્વરાજે કેજરીવાલને ‘મહિલા સન્માન યોજના’ સહિતની તેમના દ્વારા જાહેર કરાયેલી યોજનાઓને અમલમાં મૂકવા માટે પડકાર ફેંક્યો હતો અને કહ્યું કે હાલ ત્યાં કોઈ આદર્શ આચારસંહિતા નથી.
આપણ વાંચો: નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ખેલાશે ત્રિપાંખીયો જંગ, Arvind Kejriwal વિરુદ્ધ આ બે નેતા મેદાનમાં
બાંસુરીએ કહ્યું કે આપ સરકાર ભંડોળના અભાવને કારણે મહિનાઓથી મસ્જિદોના ઈમામોને ૧૮૦૦૦ રૂપિયા ચૂકવવામાં સક્ષમ ન હતી અને તેમ છતાં કેજરીવાલ ચૂંટણી પહેલા જ પૂજારીઓ અને ગ્રંથીઓને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આપણ વાંચો: જાણો .. દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે AAPએ ચૂંટણી ચિન્હ ઝાડુનો રંગ કેમ બદલ્યો
બાંસુરીએ પ્રશ્ન કર્યો હતો કે છેલ્લા ૧૦ વર્ષમાં પૂજારીઓ અને ગ્રંથીઓને શા માટે કોઈ માનદ વેતન આપવામાં આવ્યું નથી. હવે, ચૂંટણી સમયે, તેમને “છેતરવા” આ રીતે માનદ વેતનનું વચન આપી રહ્યો છે. કેજરીવાલે સોમવારે તમામ હિંદુ મંદિરના પૂજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથીઓને ૧૮૦૦૦ રૂપિયાના માસિક માનદ વેતનની જાહેરાત કરી હતી.