રાજકોટના ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં 24 વર્ષે ચુકાદો; તમામ આરોપીઓ નિર્દોષ છૂટયા
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર અને 24 વર્ષ પહેલા 20 કરોડની ખંડણી વસૂલવાના મામલે પરેશ- ભાસ્કર અપહરણના ગુનાના કેસમાં કોર્ટ આજે ચુકાદો સંભળાવ્યો છે. હાઇ પ્રોફાઈલ કેસના તમામ 31 આરોપીઓનો છૂટકારો થયો છે. આ કેસમાં 24 વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે 47 આરોપીઓને રાહત આપીને શંકાનો લાભ આપ્યો છે.
શું હતો બનાવ?
આ કેસની વિગતો અનુસાર રાજકોટના યાજ્ઞિક રોડ પર તા.12 નવેમ્બર 2000 ના રોજ મોડી રાત્રે નામાંકિત વેપારી પરિવારના ભાસ્કર અને પરેશ નામના બંને યુવકોની રૂ. 24 કરોડની ખંડણી વસૂલવાના મામલે અપહરણની ઘટના પ્રકાશમાં આવી હતી.
તત્કાલીન પોલીસ કમિશનર સુધીરકુમાર સિંહા અને ડીસીપી અરુણકુમાર શર્માની કામગીરીથી દુબઈ અને લંડન પોલીસ અને NRIની મદદથી તેમજ રાજ્યના પોલીસ અધિકારીઓએ ભરૂચ ગ્રામ્ય વિસ્તારના વાલીયા પાસે તત્કાલીન ડીસીપી અરુણકુમાર શર્મા અને સુભાષ ત્રિવેદીની ટીમ દ્વારા રાજશી હાથિયા મેરનું એન્કાઉન્ટર કરી પરેશ લીલાધર શાહને હેમખેમ બચાવી લેવામાં આવ્યો હતો.
જ્યારે ભાસ્કર પ્રભુદાસ પારેખને ફઝલ ઉલ રહેમાનની ગેંગે મુક્ત કર્યો હતો. જ્યારે સરધાર નજીક રાજન ઉર્ફે આસિફ રજખખાનને પીઆઇ જે.જે. ધ્રાંગા, સહિતની ટીમે એન્કાઉન્ટર કર્યું હતું. બાદ પરેશ લીલાધર શાહ દ્વારા તા.26/11/2000 માં આંતરરાષ્ટ્રીય ગેંગના સભ્યો સહિત 47 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આપણ વાંચો: પ્રેમિકાએ બ્લેકમેલ કરતાં એન્જિનિયર મામાએ ડિમાન્ડ પૂરી કરવા ભાણેજનું અપહરણ કરી રચ્ચો ખતરનાક કાંડ
અપહરણ કેસમાં આરોપીઓના નામ
અમિષ ચંદ્રકાંત બુદ્ધદેવ,
આફતાબ અહેમદ મુમતાઝ અહેમદ અંસારી,
રાજેન્દ્રકુમાર વ્રજલાલ ઉનડકટ,
જલાલુદ્દીન ઉર્ફે રાણા ઉર્ફે રફીક મહંમદ સુલતાન,
મહેન્દ્રસિંહ કિરીટસિંહ ગોહિલ,
શૈલેષ મહેન્દ્રભાઈ પાબારી,
અજય ઉર્ફે તેટી ગુણુભાઈ મારૂ,
બ્રિજમોહન હનુમનરાય શર્મા,
વિશાલ વલ્લભ માડમ,
કિશોર મહાદેવજી વેગડા,
ફઝલ રહેમાન અબ્દુલ ભાસિત શેખ ઉર્ફે ફઝલુ ઉર્ફે તનવીર ઉર્ફે અલી,
ડોક્ટર ઉર્ફે ચંદ્ર મંડલ,
નીતિનકુમાર ઉર્ફે મોહંમદ નદીમ ભોગીલાલ ઉર્ફે સલીમ દરજી શેખ,
ભોગીલાલ ઉર્ફે મામા મોહનલાલ દરજી,
શૈલેન્દ્ર અતરંગસિંહ જાટ,
મહંમદ સિદ્દીક સમેજા,
શાંતિલાલ ડાયાભાઈ વસાવા,
રાજુ ઉર્ફે રાજેશ રજલાલ ભીમજિયાણી,
ઈમ્તિયાઝ નૂરમામદ કારાણી,
ભલાભાઈ કચરાભાઈ નારિયા,
દિલીપ અમૃત પટેલ,
કિનવભાઈ રમેશભાઈ ચૌધરી,
રાજુ ઉર્ફે રૂપમ કાંતિભાઈ પોપટ,
ભાવિન કિરીટભાઈ વ્યાસ,
મહંમદ ઉર્ફે ડેનીહુસૈન હાલા,
આનંદભાઈ ઢેલુભાઈ માડમ,
ઈરફાનભાઈ અકીલભાઈ શેખ,
મનોજ હરભમભાઈ સિસોદિયા,
ઉસ્માનખાન ઈસ્માઈલખાન મુસ્લિમ,
દીપકકુમાર નાગેશ્વર મંડલ,
સચિન વલ્લભ માડમ,
તેજસ રાણાભાઈ ડેર,
દિગ્વિજયસિંહ પરબતસિંહ રાણા,
મનોજભાઈ પ્રવીણભાઈ સંખાવડા,
સંજય ઉર્ફે રાજેશ રામચંદ્ર જંત,
પ્રદીપભાઈ ઉર્ફે ડોક્ટર અનરસિંહ ડાંગર,
સૂરજ પ્રકાશ ઉર્ફે રાજેશ સાહેબસિંહ,
જિજ્ઞેશભાઈ ઉમેશભાઈ પાઉં,
મેહુલભાઈ ઉમેશભાઈ પાઉં.