મહારાષ્ટ્ર

Thane Metro માટે આવી મહત્ત્વની અપડેટઃ ૨૨ સ્ટેશનના નામની યાદી જારી

મુંબઈ સહિત મહાનગરોમાં મેટ્રો નેટવર્કનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. એમએમઆરડીએના મેટ્રો પ્રોજેક્ટ્સ ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. ૨૦૨૫માં બે નવી મેટ્રો-સેવાઓ પ્રવાસીઓ માટે શરુ થઇ શકે છે.

સાથે જ હવે થાણે શહેરમાં પણ મેટ્રો દોડવા જઈ રહી છે. જેના કારણે થાણેવાસીઓની મુસાફરી આરામદાયક અને સરળ બનશે. થાણેમાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એટલે થાણે ઈન્ટિગ્રલ રિંગ મેટ્રો પ્રોજેક્ટ છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ સંબંધમાં મહત્વપૂર્ણ અપડેટ જાણવા મળી છે. થાણે ઈન્ટિગ્રલ રિંગ મેટ્રો પ્રોજેક્ટ કોરિડોર માટે જિયો-ટેક્નિકલ ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવ્યું છે.

29 કિલોમીટરના કોરિડોરમાં 22 સ્ટેશન હશે

આ મહત્વાકાંક્ષી કોરિડોર ૨૯ કિલોમીટર લાંબો હશે, જેમાંથી ૨૬ કિમી એલિવેટેડ છે અને ૩ કિમી ભૂગર્ભ છે. કુલ ૨૨ સ્ટેશન હશે, તેમાંથી બે સ્ટેશન અંડરગ્રાઉન્ડ હશે. અંડરગ્રાઉન્ડ સ્ટેશનમાંથી એક થાણે રેલવે સ્ટેશન સાથે સીધું જોડાયેલ હશે. અન્ય સ્ટેશનોને મેટ્રો કોરિડોર સાથે જોડવામાં આવશે. આ મેટ્રો ૨૦૨૯ સુધીમાં સેવામાં આવી શકે છે.

આપણ વાંચો: નવી સરકાર સમક્ષ માળખાકીય સુવિધાઓનું નેટવર્ક ઊભું કરવાનો પડકાર, ક્યા પ્રોજેક્ટ પૂર્ણ કરવા જરૂરી?

થાણેવાસીઓની પરિવહનની સમસ્યામાંથી મળશે મુક્તિ

મેટ્રોના પ્રસ્તાવિત પ્રોજેક્ટ શરુ થયા પછી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે ફાયદાકારક સાબિત થશે. જેના કારણે પ્રવાસીઓ ઝડપી અને આર્થિક રીતે કિફાયતી મુસાફરી કરી શકશે. આ પ્રોજેક્ટ થાણે માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રોજેક્ટથી થાણેમાં વધતી જતી ટ્રાફિક સમસ્યામાં થોડી રાહત મળવાની શક્યતા છે.

આઠ કિલોમીટરની ડિઝાઈન માટે પાંચ સલાહકારની દરખાસ્ત

મહામેટ્રોને કુલ કોરિડોરના અંદાજે ૮ કિલોમીટરની ડિઝાઇન માટે પાંચ સલાહકારોની દરખાસ્તો મળી છે. આ કંપનીઓમાં RITES લિમિટેડ, STUP કન્સલ્ટિંગ, LKT એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ અને ભારતીય પેટાકંપનીઓ Enia ડિઝાઇન અને Systra MVA કન્સલ્ટિંગ સાથેની બે ફ્રેન્ચ કંપનીનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: બુલેટ ટ્રેન, મેટ્રો કાર શેડ પ્રોજેક્ટ્સમાં વિલંબ માટે એમવીએ સરકાર જવાબદાર: સીતારમણ

કેટલા સ્ટેશન હશે?

થાણે મેટ્રો માટે રાયલા દેવી, વાગલે સર્કલ, લોકમાન્ય નગર બસ ડેપો, શિવાજી નગર, નીલકંઠ ટર્મિનલ, ગાંધી નગર, ડૉ. કાશીનાથ ધાણેકર સભાગૃહ, માનપાડા, ડોંગરીપાડા, વિજયનગરી, વાઘબીલ, વોટરફ્રન્ટ, પાટલીપાડા, આઝાદ નગર બસ સ્ટોપ, મનોરમા નગર, બાલકુમ નાકા, બાલકુમ પાડા, રાબોડી, થાણે જંકશન (અંડરગ્રાઉન્ડ) અને ન્યૂ થાણે સ્ટેશનનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button