ગાંધીનગરટોપ ન્યૂઝ

વર્ષના છેલ્લા દિવસે ગુજરાત પોલીસમાં મોટા પાયે ફેરફારઃ 240 ASIને PSI તરીકે બઢતી

ગાંધીનગર: રાજ્યના ગૃહ વિભાગે મોટા પાયે બઢતી-બદલીના આદેશ આપ્યા છે. 240 એએસઆઇ (ASI (Assistant Sub Inspectors of Police) to PSI (Police Sub Inspectors)ની બઢતી આપવામાં આવી છે. ગઈ કાલે તા. 30 ડિસેમ્બર 2024ના રોજ પોલીસ દળમાં ફરજ બજાવતા 240 એએસઆઇ ખાતાકીય બઢતી પરીક્ષા ઉતીર્ણ થતાં તેમને બઢતી આપવામાં આવી છે. ચાલુ વર્ષે પી.એસ.આઇ.થી લઈને કલેરિકલ સ્ટાફ મળીને કુલ 6,770 કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસનું ઐતિહાસિક પગલું, 112 ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની કરી નિમણૂક

6770 કર્મચારીને મળ્યો બઢતીનો લાભ
વર્ષ-2024માં અત્યાર સુધીમાં 341 પી. એસ. આઇને પી.આઇ, 397 એ.એસ.આઇને પી.એસ.આઇ, 2445 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ અને 3356 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત, 231 ક્લેરીકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસના “સાથી” સ્નિફર ડોગ્સ; છ મહિનામાં જ ઉકેલી આપ્યા આઠ ગુના!

વર્ષના અંતે પોલીસ કર્મીઓમાં ખુશીનો માહોલ
કર્મચારીની બઢતી તેનામાં નવી ઉર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્વનો ભાગ ભજવે છે, ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્ષતો મુદ્દો છે. તેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બઢતી માટે તમામ જરૂરી પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા છે. ગુજરાતના પોલીસ વિભાગમાં ચાલુ વર્ષે કુલ 6770 પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી મળતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button