સુરત

સુરતમાં પત્નીની ઘાતકી હત્યા કરનારા પતિએ હવે હૉસ્પિટલમાં ભર્યું ચોંકાવનારું પગલું!

Surat Crime News: સુરતમાં ચાર દિવસ પહેલા એક યુવકે ચપ્પુના ઘા મારી પત્ની અને પુત્રની કરપીણ હત્યા કરી હતી. તેના માતા-પિતા પર ચપ્પુ વડે હુમલો કરીને ખુદ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને ત્રણેય ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કેસની પોલીસ તપાસ કરી રહી છે. મંગળવારે હૉસ્પિટલના બીછાને રહેલા સ્મિત જીયાણીએ ટૉયલેટમાં ઘૂસી કાચ વડે પોતાનું ગળું કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો.

સુરતના સરથાણા વિસ્તારમાં રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડીંગમાં રહેતા સ્મિત જીયાણીએ ગત 27 ડિસેમ્બરના રોજ તેના 4 વર્ષના પુત્ર અને તેની પત્ની હિરલની ઘાતકી હત્યા કરી હતી.

આપણ વાંચો: બીડમાં સંતોષ દેશમુખની હત્યાના કિસ્સામાં મુખ્ય આરોપીએ કર્યું આત્મ સમર્પણ…

જે બાદ તેના પિતા લાભુભાઈ અને માતા વિલાસબેનના ગળાના ભાગે ચપ્પુનો ઘા માર્યો હતો અને બાદમાં સ્મિત જીયાણીએ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પિતાની સ્થિતિ સારી થતા રજા આપી દેવામાં આવી હતી. જ્યારે માતાની હાલત હજુ પણ ગંભીર હોવાથી સારવાર હેઠળ છે.

આ કેસમાં તેને હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોલીસ ધરપકડ કરશે તેવા ડરથી સ્મિતે ફરી એકવાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગળા પર થોડો ઊંડો ઘા લાગ્યો હતો. જોકે તેની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

સરથાણા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને ક્યા કારણોસર તેણે આ પગલું ભર્યું તેની વિગતો એકત્ર કરી રહી છે તેવા જ સમયે સ્મિત જીયાણીએ ગળું કાપવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button