મનોરંજન

Pushpa-2ને પાછળ મૂકીને Mufasa: The Lion Kingએ બોક્સ ઓફિસ પર કર્યું Dangal…

બોક્સ ઓફિસ પર હાલમાં બે જ ફિલ્મોની બોલબાલા છે અને એમાંથી એક એટલે અલ્લુ અર્જુન (Allu Arjun)ની ફિલ્મ પુષ્પા-ટુ (Pushpa-2) અને બીજી ફિલ્મ એટલે વોલ્ટ ડિઝનીની ફિલ્મ મુફાસાઃ ધ લાયન કિંગ (Mufasa: The Lion King).

વાત કરીએ મુફાસા અને પુષ્પાની તો મુફાસાએ બોક્સ ઓફિસ પર એ મેજિક કર્યું છે જે કરવામાં પુષ્પારાજ પણ સફળ નથી થયો. એટલું જ નહીં મુફાસાએ આમિર ખાનની ફિલ્મ દંગલને પણ પાછળ છોડી દીધી છે. આવો જોઈએ આખરે એવું તે શું જાદુ ચલાવ્યો છે બોક્સ ઓફિસ પર મુફાસાએ…

વોલ્ટ ડિઝનીની ફિલ્મ મુફાસાએ કમાણીના મામલામાં સ્ત્રી-ટુ, પુષ્પા-ટુ જેવી ઈન્ડિયન ફિલ્મોને પણ પાછળ મૂકી દીધી છે. એટલું જ નહીં આ ફિલ્મે આમિર ખાનની ફિલ્મ દંગલને પણ પાછળ છોડી દીધી છે.

આપણ વાંચો: દેવરાનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું, રિપોર્ટ્માં છે અલગ અલગ આંકડા

મુફાસાએ હવે નવો ઈતિહાસ રચ્યો છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર મુફાસાના વર્લ્ડવાઈડ કલેક્શનનો આંકડો 2800 કરોડ રૂપિયાથી પણ આગળ નીકળી ગયો છે. જ્યારે અલ્લુ અર્જુનની આ ફિલ્મ આ મેજિકલ ફિગરથી દૂર છે.

2024નું વર્ષ પૂરું થાય એ પહેલાં ફિલ્મોનું ઘોડાપુર આવ્યું જાણે અને વર્ષના છેલ્લાં મહિનામાં એકથી ચઢિયાતી એક ધમાકેદાર ફિલ્મો રિલીઝ થઈ જેમાં પુષ્પા-ટુ, મુફાસા, માર્કો, વિદુથલાઈ-2, વનવાસ, યુઆઈ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

વોલ્ટ ડિઝનીની મુફાસાની વાત કરીએ તો આ ફિલ્મ એક સાથે અનેક ભાષામાં રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મના હિંદી વર્ઝનમાં શાહરુખ ખાન અને શાહરૂખ ખાનના બંને દીકરા આર્યન ખાન અને અબરામ ખાને અવાજ આપ્યો છે. આ ફિલ્મ ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં તહેલકો મચાવી રહી છે અને દેશભરમાં ફિલ્મે 100 કરોડ રૂપિયા કમાવી લીધા છે.

આપણ વાંચો: પહેલી નવેમ્બરે બોક્સ ઓફિસ પર ટકરાશે Ajay Devgan અને Kartik Aryan…

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર મુફાસાએ દુનિયાભરમાં 2800 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે, જે ઈન્ડિયન ફિલ્મ દંગલ કરતાં પણ વધારે છે. દંગલે ફિલ્મ દુનિયાભરમાં 2070 કરોડ રૂપિયાની કમાણી કરીને દેશની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ હતી.

મુફાસાના 11મા દિવસના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 5.4 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને એમાં હિંદી વર્ઝનની કમાણીનો આંકડો સૌથી વધારે હતો. મુફાસાએ આખા દેશમાં 107.1 કરોડ રૂપિયાની કમાણી કરીને 100 કરોડ ક્લબમાં એન્ટ્રી મારી હતી. શાહરૂક સિવાય આ ફિલ્મ સાથે સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુનું નામ પણ જોડાયું હતું, કારણ કે તેમણે ફિલ્મના તેલુગુ વર્ઝનમાં પોતાનો વોઈસ આપ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button