Bye Bye 2024: બોલીવૂડના આ.. સુપરસ્ટાર આખું વર્ષ પડદા પર ન દેખાયા પણ…
વર્ષ 2024નો આજે છેલ્લો દિવસ છે. આવતીકાલ નવી આશા, ઉલ્લાસ અને તકો લઈને આવશે. દરેક વર્ષના અંતમાં જે તે વર્ષનું સરવૈયું નીકળતું હોય છે. આ રીતે બોલીવૂડનું સરવૈયુ પણ નીકળે છે. બોલીવૂડ સ્ટાર્સ માટે સતત સમાચારોમાં ચમકતું રહેવું જરૂરી છે અને આ સાથે તેમની ફિલ્મો લોકો સામે આવતી રહે તે જરૂરી છે, બાકી ઘણા સારા કલાકારો ગાયબ થઈ જતા હોય છે. જોકે આ વર્ષે બોલીવૂડના સુપરસ્ટારમાં જેમની ગણના થાય છે તેવા ઘણા કલાકારો સિલ્વર સ્ક્રીન પર દેખાયા નથી, પણ અલગ અલગ વિવાદો અને વિષયોને લીધે ચર્ચામાં રહ્યા છે.
આ પણ વાંચો : કોણ છે પ્રાજક્તા માળી? ચર્ચાસ્પદ બનેલી આ મરાઠી અભિનેત્રી વિશે જાણવા કેમ છે લોકો આતુર
આમિર ખાનઃ
લાલસિંહ ચઢ્ઢા ધોવાઈ ગયા બાદ આમિર ખાન પોતાની ફિલ્મોની પસંદના મામલે વધારે ચોક્કસ બની ગયો છે. હવે તે એક વર્ષમાં એક ફિલ્મ પણ કરે તે જરૂરી નથી. 2024માં તેણે તેની ફિલ્મ તારે ઝમીન પરની સિક્વલ સિતારે ઝમીન પરની જાહેરાત કરી હતી, પરંતુ ફિલ્મ ક્યારે રિલિઝ થશે તે ખબર નથી. 2025માં આ ફિલ્મ જોવા મળે તેવું તેના ફેન્સ ઈચ્છી રહ્યા છે. જોકે આ વખતે તે બે કારણોસર ચર્ચામાં રહ્યો. એક તો તેની પુત્રી આયરાના નુપુર સાથેના લગ્ન સમયે તેની પિતા તરીકેની તસવીરો લોકોએ ખૂબ જ જોઈ. તો બીજું તેની એક્સ વાઈફ કિરણ રાવે લાપત્તા લેડિઝ નામે ફિલ્મ બનાવી જે ખૂબ જ હીટ થઈ અને ઑસ્કાર માટે નોમિનેટ પણ થઈ.
અનુષ્કા શર્માઃ અનુષ્કા લાંબા સમયથી સ્ક્રીન પર દેખાઈ નથી. આ વર્ષે તેની ફિલ્મ જુલન ગૌસ્વામી રિલિઝ થશે તેની સંભાવના હતી, પરંતુ આ ફિલ્મ ક્યા પહોંચી તેની કોઈ જાણકારી અભિનેત્રી આપતી નથી. આ વર્ષે તે પુત્ર અકાયને લઈને સોશિયલ મીડિયા પર બારે ચર્ચામાં રહી. પતિ વિરાટ સાથે તેની તસ્વીરો પણ વાયરલ થતી રહી છે. બન્ને લંડન શિફ્ટ થઈ ગયા હોય તેવા અહેવાલો પણ આવતા રહે છે.
સલમાન ખાનઃ 2024ની ઈદ સલમાન ખાનની ફિલ્મ વિના જ મનાવી પડી. આ વખતે તેની એક પણ ફિલ્મ રિલિઝ થઈ નથી. તે માત્ર સિંઘમ અગેઈનમાં કેમિયો કરતો જોવા મળ્યો હતો. આવતા વર્ષની ઈદ માટે તેની ફિલ્મ સિકંદર નક્કી થઈ ગઈ છે. તેનું ટ્રેલર પણ બહાર પડ્યું છે. જોકે 2024માં સલમાન ચર્ચામાં રહ્યો. ખાસ કરીને તેના મિત્ર અને રાજકારણી બાબા સિ્દીકીની હત્યા અને ત્યારબાદ ફરી બિશ્ર્નોઈ ગેંગની તેને મળેલી ધમકી તેમ જ તે પહેલા સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર થયેલા ગોળીબારને લીધે અભિનેતાનો જીવ જોખમમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું.
આ સાથે સલમાનની પહેલી ગર્લફ્રેન્ડ સંગીતા બીજલાનીએ તાજેતરમાં જ એક શૉમાં કહ્યું કે મારા જીવનમાંથી હું એ સમયને ભૂલાવી દેવા માગુ છું જે મેં સલામન સાથે વિતાવ્યો હતો. સલમાન અને તેનાં લગ્નની કંકોતરી છપાઈ ગઈ હોવાનું પણ તેણે કબૂલ્યુ હતું અને સલમાન તેના પર માલિકીભાવ બતાવી તેને કઈ રીતે પોતાના બાનમાં રાખતો તે મામલે પણ તેણે કહ્યું હતું. આ ઉપરાંત તેની બીજી એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ પણ અભિનેતાના વ્યવહાર પર આક્ષેપો કર્યા હતા
રણબીર કપૂર
2023માં એનિમલ આપી એવોર્ડ લેનારો રણબીર 2024માં સિલ્વર સ્ક્રીન પર દેખાયો જ નથી. પત્ની આલિયાએ જીગરા ફિલ્મ આપી જે ફ્લોપ રહી, પરંતુ રણબીર ખાસ ક્યાય દેખાયો નથી. દીકરી રાહા સાથે તેની તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે તો પાર્ટીઓમાં કે દાદા રાજ કપૂરના 100 વર્ષ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની કપૂર પરિવારની મુલાકાતોમાં તે દેખાયો હતો. આવી જ રીતે રણવીર સિંહ માત્ર સિંઘમ અગેઈનમા થોડા સમય માટે દેખાયો.
આયુષ્યમાન ખુરાના
હટકે ફિલ્મો માટે જાણીતો આયુષ્યમાન ખુરાના આ વર્ષે દેખાયો જ નહીં. તેની છેલ્લી ફિલ્મ ડ્રીમ ગર્લ-2 ફ્લોપ ગઈ હતી. આ વર્ષે તેની ફિલ્મ આવી નથી અને આવતા વર્ષ માટે પણ ખાસ કોઈ જાહેરાત નથી. જોકે એવું કહેવાય છે કે તેની પાસે બે મોટા પ્રોજેક્ટ છે.
શાહરૂખ ખાન
કિંગ ખાન માટે 2023 કમબેક યર રહ્યુ અને તેમે ધમાકેદાર કમબેક કર્યુ, પરંતુ આ વર્ષે તેની એકપણ ફિલ્મ રિલિઝ થઈ નથી. એસઆરકે તેની ફિલ્મ કિંગ ખાનને લીધે ચર્ચામાં રહ્યા જેમાં તે દીકરી સુહાના સાથે જોવા મળશે. હવે આ ફિલ્મની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.
ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય પાછળ બચ્ચન લખવું કે નહીં તે હજુ સપ્ષ્ટ થયું નથી. આખું વર્ષ થિયેટર કે ટીવી સ્ક્રીન પર ન દેખાયેલી આ અભિનેત્રી સૌથી વધારે ચર્ચામાં રહી છે. પતિ અભિષેક અને બચ્ચન પરિવાર સાથેની બગડેલા સંબંધો, આઈફા ફિલ્મ ફેસ્ટિવલમાં તેની સ્પીચ, રેડ ગાઉન સાથેનું તેનું રેમ્પ વૉક, દીકરી આરાધ્યા સાથેના વેકેશન્સ અને અંબાણી પરિવારના લગ્ન સમારંભમાં તેનું ડ્રેસિંગ સતત ચર્ચાતું રહ્યું છે. ફિલ્મ કરીને જેટલી પ્રસિદ્ધિ તેને મળી નથી તેટલી તે આ બધા મુદ્દે ચર્ચામાં રહી છે.
આ પણ વાંચો : નવા વર્ષને આવકારવા ટેલિવિઝનની જાણીતી અભિનેત્રીઓની શું છે યોજના, જાણો
આશા રાખીએ આ બધા સ્ટાર્સ પોતાનો અભિનયનો જાદુ 2025 માં બતાવે અને તે માટે જ ચર્ચામાં રહે.