સ્પોર્ટસ

સિડની ટેસ્ટ રોહિત શર્માની છેલ્લી મેચ હશે! BCCIના અધિકારીઓ સાથે પણ થઇ ચર્ચા…

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે, ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચમાં નિષ્ફળ રહ્યા બાદ રોહિત ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પણ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી.. જેને કારણે ભારતના ક્રિકેટ ચાહકો તેનાથી નારાજ છે. સોશિયલ મીડિયા પર તેને નિવૃત્તિ લેવાની સલાહ આપવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રોહિત બોર્ડર ગાવસ્કર ટ્રોફી બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો : યશસ્વીને ખોટો’ આઉટ અપાતાં ભારત-તરફી પ્રેક્ષકોએ ચીટર્સ…’ની બૂમો પાડી…

અહેવાલ મુજબ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)ના ટોચના અધિકારીઓ અને સિલેક્ટર્સ સાથે રોહિતે પહેલાથી જ આ નિર્ણય વિશે વાત કરી છે. રોહિત પોતાનો નિર્ણય બદલે તેવી શક્યતા ઓછી છે.

આ મેચ છેલ્લી હોઈ શકે છે:

રોહિત ક્યારે આની જાહેરાત કરશે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી, પરંતુ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તે સિડનીમાં 3 જાન્યુઆરીથી યોજાનારી પાંચમી ટેસ્ટ પછી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. જો કે, જો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં ક્વોલિફાય કરવામાં સફળ રહે છે, તો રોહિત આ મેચ રમી શકે છે.

રોહિતે આપ્યા સંકેત!

ઓસ્ટ્રેલીયા સામે ચોથી મેચમાં હાર બાદ રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ હાર માનસિક રીતે પરેશાન કરે તેવી છે અને કેટલીક બાબતો પર પણ વિચાર કરવાની જરૂર છે. ભૂતકાળમાં શું થયું તે વિશે વિચારવાની જરૂર નથી. દેખીતી રીતે, કેટલાક પરિણામો અમારી તરફેણમાં ન હતા. હા, એક કેપ્ટન તરીકે આ નિરાશાજનક છે. ઘણી બધી વસ્તુઓ છે જે હું કરવાનો પ્રયાસ કરી રહ્યો છું પરંતુ એ નથી થઇ રહ્યું. આ બાબતો માનસિક રીતે ખૂબ જ પરેશાન કરે તેવી છે. તમે જે કરવા માટે અહીં આવ્યા છો તે જો તમે કરી શકતા નથી તો તે એક મોટી નિરાશા છે.

ઓસ્ટ્રેલીયા સામે ખરાબ પ્રદર્શન:

રોહિતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચમાં કુલ 31 રન બનાવ્યા છે. રોહિતે પાંચ ઇનિંગ્સમાં 6.20ની એવરેજથી માત્ર 31 રન બનાવ્યા છે અને આ દરમિયાન તેણે 3, 6, 10, 3 અને 9 રન બનાવ્યા જે ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોઈપણ વિદેશી કેપ્ટનની સૌથી ઓછી એવરેજ છે.

આ પણ વાંચો : રિષભ પંતે સમજવું જોઈએ કે…: કૅપ્ટન રોહિત શર્માએ ખુલ્લેઆમ ગુસ્સો ઠાલવ્યો

હવે રોહિતના નિવૃત્તિના સમાચારે જોર પકડ્યું છે અને એવું માનવામાં આવે છે કે જો ભારત WTC ફાઇનલમાં ક્વોલિફાય નહીં થઈ શકે તો સિડની ટેસ્ટ રોહિતની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ બની શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button