સુરતના યુવકને Social Media માં ફેમસ થવાનો ક્રેઝ ભારે પડ્યો, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું…
અમદાવાદ : સોશિયલ મીડિયા( Social Media)પર ફેમસ થવાનો અને વ્યુઝ વધારવાના ક્રેઝમાં લોકો ભાન ભૂલી જાય છે. તેમજ અનેક એવી હરકતો પણ કરે છે જેના લીધે લોકોને મુશ્કેલી પડે અથવા તો કાયદાનો ભંગ થયો હોય છે.
સુરતમાંથી(Surat)પણ આવો જે એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિએ કાર પર પોલીસ નેમ પ્લેટ લગાવીને વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જે તે વ્યક્તિ માટે મુસીબત બની ગયો હતો. જેની બાદ સુરતના વરાછા પોલીસ સ્ટેશને આ વ્યક્તિની ધરપકડ કરી હતી. તેમજ પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું તેની બાદ તે વ્યક્તિનો કાન પકડીને માફી માંગતો વિડીયો પણ પ્રકાશમાં આવ્યો હતો.
ફોલોઅર્સ અને વ્યુઝ વધારવા માટે પોલીસનું બોર્ડ લગાવ્યું
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક યુવક કાર પર પોલીસનું બોર્ડ લગાવીને રુઆબ દેખાડતો જોવા મળે છે. પોલીસે આ વીડિયોની તપાસ શરૂ કરી તો તે સુરતના વરાછા પોલીસ સ્ટેશન હેઠળની શક્તિ વિજય સોસાયટીમાં રહેતા સાગર હિરપરાનો હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો : Surat: નવા વર્ષથી ટ્રાફિક નિયમોનો ભંગ પડશે મોંઘું; ઓવર સ્પીડીંગ સામે એફઆઈઆર નોંધાશે
આ વ્યક્તિ લસણના બટાકા વેચવાનો વ્યવસાય કરે છે. પોલીસે સાગરને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી ત્યારે તેણે આખી વાત કહી. તેણે પોલીસને કહ્યું કે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ અને વ્યુઝ વધારવા માટે તેણે કારના ડેસ્ક બોર્ડ પર પોલીસ લખેલું બોર્ડ લગાવીને વીડિયો બનાવ્યો હતો.
પિસ્તોલ સાથેનો વિડીયો પણ મળ્યો
જ્યારે પોલીસે સાગરને કાર વિશે પૂછ્યું તો તેણે જણાવ્યું કે કાર તેના પિતાની છે. આ પછી પોલીસે સાગરનો મોબાઈલ ચેક કર્યો અને પિસ્તોલ સાથે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલો વીડિયો અને ફોટા મળી આવ્યા. પોલીસે મોબાઈલ અને કાર કબજે લીધી છે. પોલીસે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. ધરપકડ બાદ યુવકે પોલીસના કાન પકડીને માફી માંગી હતી અને કહ્યું હતું કે તેણે ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા માટે રીલ એડિટ કરી હતી. મારાથી ભૂલ થઈ ગઈ, હવે ફરી નહીં કરું.