જામનગરની ન્યૂયર પાર્ટીમાં Radhika Merchant એ કર્યું કંઈક એવું કે…
અંબાણી પરિવાર (Ambani Family)ના સૌથી વધુ લાઈમલાઈટમાં આવતા સભ્યોની વાત થતી હોય તો તેમાં સૌથી પહેલાં નામ આવે નીતા અંબાણી (Nita Ambani), ત્યાર બાદ વારો આવે છે અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)નો. આ જ વર્ષે અનંત અને રાધિકાના લગ્ન થયા હતા અને એને કારણે જ લોકોએ પણ ગૂગલ પર રાધિકાનું નામ સૌથી વધુ સર્ચ કર્યું છે, જેને કારણે રાધિકા મર્ચન્ટ 2024 ના સૌથી વધુ સર્ચ કરાયેલા 10 સેલેબ્સની યાદીમાં 8મા નંબર પર પહોંચી ગઈ છે.
આ પણ વાંચો : લગ્નના પાંચ જ મહિનામાં Anant Ambani-Radhika Merchant વચ્ચે આવ્યું કોઈ ત્રીજું? શું છે હકીકત?
હવે આ જ રાધિકા મર્ચન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં રાધિકાની સાદગી જોઈને ફેન્સ પણ એકદમ ચોંકી ઉઠ્યા હતા. આવો જોઈએ શું છે રાધિકાના લૂકમાં ખાસ.
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની કેમેસ્ટ્રી એકદમ ગજબની છે, બંને જણ જ્યારે પણ સાથે દેખાય છે ત્યારે ટોક ઓફ ધ ટાઉન બની જ જાય છે. હાલમાં બંને જણ જામનગરમાં ન્યૂ યર સેલિબ્રેટ કરી રહ્યા છે અને બંને જણ બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) સાથે વાત કરતાં પણ જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોકોની નજર રાધિકાની સાદગી પર અટકી ગઈ હતી.
રાધિકાની સાદગીએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું અને લોકો તેના વખાણ કરતાં નથી થાકી રહ્યા.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં રાધિકા મર્ચન્ટ પીળા સૂટમાં જોવા મળી રહી છે, જેના પર તેણે બ્રાઉન કલરની શાલ રેપ કરી છે. ખુલ્લા વાળમાં રાધિકા એકદમ કમાલની લાગી રહી છે. આ વખતે તેની સાથે અનંત અંબાણી પણ જોવા મળી રહ્યા છે. અનંતે કેપ્રિ પેન્ટ્સ અને હંમેશાની જેમ ફ્લોરલ અને એનિમલ પ્રિન્ટવાળો શર્ટ પહેર્યો હતો. બંને સાથે ચાલતા જોવા મળી રહ્યા છે.
વાત કરીએ સલમાન ખાનની તો ચેક્ડ શર્ટ અને ગ્રે ટ્રાઉઝરમાં સલમાન હંમેશની જેમ ડેશિંગ લાગી રહ્યો છે.
આ વીડિયો જોયા બાદ લોકો રાધિકાના વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તે આ સિમ્પલ લૂકમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. જોકે, આ પહેલી વખત નથી કે રાધિકા આ રીતે સિમ્પલ લૂકમાં જોવા મળી હોય.
આ પહેલાં અંબાણી પરિવારના ગણેશોત્સવના સેલિબ્રેશનમાં પણ તે એકદમ સિમ્પલ અવતારમાં જોવા મળી હતી. તમે પણ ના જોયો હોય તો રાધિકાનો આ સિમ્પલ લૂક જોઈ લો…
રાધિકા મર્ચન્ટ બની જલપરી…
એક તરફ જ્યાં રાધિકા મર્ચન્ટનો યેલો કલરના સૂટવાળો સિમ્પલ લૂક લોકોને પસંદ આવી રહ્યો છે ત્યાં બીજી બાજું રાધિકાનો જલપરી લૂક પણ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર જામનગર ખાતે થયેલી પાર્ટીમાંથી રાધિકાનો જલપરી લૂક પણ ખૂબ જ ચર્ચામાં છે.
રાધિકા અને અનંતે બી-ટાઉનના પોતાના મિત્રો સાથે ન્યૂ યર સેલિબ્રેશનની પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં રાધિકાએ ફેમસ ડિઝાઈનર રિમિઝમ દાદુના કલેક્શનમાંથી ગોલ્ડન ડીપ નેક ગાઉન પહેર્યો હતો. આ ડ્રસમાં રાધિકા એકદમ જલપરી જેવી લાગી રહી હતી. યુઝર્સ તેના આ લૂકના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Ambani Familyની વહુ બનતાં જ Radhika Merchantએ કર્યું એવું પરાક્રમ કે…
ગોલ્ડન ગાઉનવાળા લૂકને સિમ્પલ રાખતા રાધિકાએ ખાલી ઈયર રિંગ્સ પહેર્યા હતા અને મંગળસૂત્રને બ્રેસલેટની જેમ ફ્લોન્ટ કર્યું હતું. ગાઉન સાથે રાધિકાએ એક સ્કાર્ફ કેરી કર્યું હતું.