બીડમાં સંતોષ દેશમુખની હત્યાના કિસ્સામાં મુખ્ય આરોપીએ કર્યું આત્મ સમર્પણ…
મુંબઇઃ બીડ જિલ્લાના મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં મુખ્ય સૂત્રધાર મનાતા આરોપી વાલ્મિક કરાડે આજે CID સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. વાલ્મિક કરાડ મસાજોગ સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં ત્રણ સપ્તાહથી ફરાર હતો. આ કેસમાં અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ આરોપીઓ ફરાર છે. તેમાં વાલ્મિક કરાડનું પણ નામ છે અને CID દ્વારા વાલ્મિક કરારની શોધ કરવામાં આવી રહી હતી.
આ પણ વાંચો : બીડમાં સરપંચની હત્યા કેસમાં નવો ખુલાસોઃ એક મોટા નેતાને ૧૬ કોલ આવ્યાનો દાવો
સંતોષ દેશમુખ હત્યા કેસમાં વાલ્મિક કરાડનું નામ સામે આવ્યું હતું વિપક્ષે તેની સતત ટીકા કરી હતી. કરાડ મંત્રી ધનંજય મુંડેની નજીકના હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો. વાલ્મિક કરાડ છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ હતો અને તેની સઘન શોધખોળ કરવામાં આવી રહી હતી. આખરે આજે વાલ્મિક કરાડે આત્મ સમર્પણ કર્યું હતું.
સંતોષ દેશમુખ હત્યા કેસમાં અત્યાર સુધીમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ આરોપી ફરાર થઈ ગયા હતા. CID આ કેસની તપાસ કરી રહી છે અને CIDના વરિષ્ઠ અધિકારીઓ છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં ધામા નાખીને પડ્યા છે .આ કેસમાં વાલ્મિક કરાડ નું નામ મુખ્ય સૂત્રધાર તરીકે લેવામાં આવી રહ્યું છે.
સંતોષ દેશમુખની હત્યા બાદ વાલ્મિક કરાડ પર આરોપો લગાવવામાં આવ્યા હતા. CIDએ તેના નજીકના સાથીદારોની તપાસ શરૂ કરી હતી પોલીસની અને CIDની લગભગ નવ ટીમ આ કેસ પર કામ કરી રહી છે. દરેક ટીમમાં ટીમમાં 150 થી વધુ CID અધિકારીઓ છે.
આ કેસ પણ CID ધીમે અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોને પૂછપરછ કરી છે CIDએ વાલ્મિક કરાર પર દબાણ વધારવાનું શરૂ કર્યું હતું અને તેના બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી.
દરમિયાન સંતોષ દેશમુખ હત્યા કેસના માસ્ટરમાઈન્ડ વાલ્મિક કરાડનો એક વિડીયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં વાલ્મિક કરાડે જણાવ્યું હતું કે તે આત્મસમર્પણ કરી રહ્યો છે. તેણે પોતાના પર લાગેલા બધા આરોપોને નકારી કાઢ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે સરપંચ સંતોષ દેશમુખની હત્યાકાંડમાં તેની કોઈ સંડોવણી નથી અને તે CIDને સરેન્ડર કરી રહ્યો છે
CID વાલ્મિક કરાડનો પીછો કરી રહી હતી.
11 ડિસેમ્બરે તેની સામે છેડતીનો કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ તે સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ જોવા મળ્યો હતો. વાલ્મિક કરાડ વિધાન સભાના શિયાળુ સત્ર દરમિયાન નાગપુરમાં કેટલાક લોકોને મળ્યો હતો. જો કે, તેના તરફ કોઈએ ધ્યાન આપ્યું ન હતું.
વાલ્મિક કરાડ નવમી ડિસેમ્બરે પરલીથી નીકળ્યો હતો. 10 અને 11 ડિસેમ્બરે તે દર્શન માટે ઉજ્જૈન ગયો હતો. 11મીએ તેણે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. ૧૨ ડિસેમ્બરે ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેની જન્મ જયંતી પર તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેમાં તેનુ લોકેશન પરલી જાણવા મળ્યું હતું 13મી ડિસેમ્બરે તે ક્યાં છે તેની જાણ થઈ નહોતી.
આ પણ વાંચો : સરપંચ હત્યા કેસ: માત્ર મિલકતો જપ્ત કરવાથી કામ નહીં ચાલે, આરોપીઓની ધરપકડ થવી જોઈએ: આઠવલે…
14 ડિસેમ્બરના રોજ વાલ્મિક કરાડે દત્ત જયંતિ પર પોસ્ટ મૂકી હતી. 15 ડિસેમ્બરના રોજ તેણે ધનંજય મુંડે અને પંકજાન મુંડેને મંત્રી પદ માટે શુભેચ્છા પાઠવતી સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. 16મી એ વાલ્મિક કરાર મધ્યપ્રદેશના પંચ અભ્યારણમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તે ગાયબ થઈ ગયો હતો