ઇન્ટરનેશનલનેશનલ

વર્ષ 2024 દરમિયાન કેમેરામાં કેદ થઇ આ ભયાનક દુર્ઘટના અને અપરાધની ઘટનાઓ

મુંબઈ: વર્ષ 2024નો આજે અંતિમ દિવસ છે, લોકો ઘણી ઘટનાઓ માટે આ વર્ષને યાદ રાખશે. આ વર્ષે દુનિયાભરમાં ઘણી ચોંકાવનારી ઘટનાઓ બની હતી, જેની સમાજ પર ગંભીર અસરો પડી છે. મોબાઈલ ફોન કેમેરા અને સીસીટીવી કેમેરામાં ઘણી ઘટનાઓ કેદ થઇ ગઈ હતી.

2 જાન્યુઆરી, 2024 – ટોક્યોનું હનેડા એરપોર્ટ:
વર્ષ 2024ની શરૂઆતમાં જાપાનના ટોક્યોમાં હાનેડા એરપોર્ટના રનવે પર એક ચોંકાવનારી ઘટના બની હતી. 379 મુસાફરોથી ભરેલું જાપાન એરલાઈન્સનું વિમાન રનવે પર દોડી રહ્યું હતું અને અચાનક આગની જ્વાળામાં લપેટાઈ ગયું. જોઈને એવું લાગતું હતું કે કોઈ મુસાફર બચી નહીં શકે, જોકે તમામ 379 મુસાફરોના જીવ બચી ગયા. બધા મુસાફરો સળગતા વિમાનમાંથી નીચે કૂદી પડ્યા હતા. આ દુર્ઘટના રનવે પર અન્ય પ્લેન સાથે અથડાવાને કારણે થઈ હતી. તે બીજું વિમાન કોસ્ટ ગાર્ડનું હતું, જેમાં સવારના છ ક્રૂ સભ્યોમાંથી પાંચ મૃત્યુ પામ્યા હતા.

8 ફેબ્રુઆરી 2024 – દહિસર, મુંબઈની આઈસી કોલોની
મુંબઈના દહિસર વિસ્તારમાં અભિષેક ઘોસાલકરની હત્યા પણ કેમેરામાં કેદ થઇ ગઈ હતી. દહિસર વિસ્તારમાં આવેલી ઓફિસમાંથી ફેસબુક લાઈવ સ્ટ્રીમિંગ ચાલી રહ્યું છે. અત્યારે ફ્રેમમાં આ જ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર અભિષેક ઘોસાલકર અને મોરિસ નોરહોંહા ઉર્ફે મોરિસ જોવા મળે છે. લગભગ 39 મિનિટનું લાઈવ સ્ટ્રીમિંગ થયું હતું. હવે મોરિસ ઊભો થયો અને ફ્રેમની બહાર નીકળી ગયો, અભિષેક કેમેરા સામે એકલો હતો. અભિષેક સોફા પરથી ઊભો થયો અને ગોળીનો અવાજ સંભળાય છે અને અભિષેક તેનું પેટ પકડી લે છે, અને પછી બીજી ત્રણ ગોળીઓ ચાલે છે. શૂટિંગની આ ઘટના લાઈવ સ્ટ્રીમ થઈ ગઈ.

14 એપ્રિલ 2024- ગેલેક્સી એપાર્ટમેન્ટ, મુંબઈ
મુંબઈના બંદ્રા વિસ્તારમાં આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનનો ફ્લેટ આવેલો છે. 14 એપ્રિલ 2024ની વહેલી સવારે બે બાઈક સવાર વિકી ગુપ્તા અને સાગર પાલે ગોળીઓ ચલાવી હતી. પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. એ ગોળી એક ગેલેક્સી એપાર્ટમેન્ટની દિવાલ પર અને એક સલમાન ખાનના ફ્લેટની ડ્રોઇંગ રૂમની દિવાલ પર વાગી. જો કે કોઈ જાનહાની થઇ ન હતી, લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હુમલાની જવાબદારી લીધી.

જુલાઈ 14, 2024 – પેન્સિલવેનિયા, યુએસએ
અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી 2024 માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ બટલરમાં પોતાના સમર્થકોને સંબોધિત કરી રહ્યા હતા. ટ્રમ્પ હજુ બોલી રહ્યા હતા ત્યારે અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો. ટ્રમ્પના જમણા કાનને અડકીને એક ગોળી પસાર થઈ. સિક્રેટ સર્વિસના લોકોએ તેમને ચારે બાજુથી ઘેરી લીધા. ત્યાર બાદ પણ ગોળીઓ ચાલી, ટ્રમ્પને નિશાન બનાવીને કુલ 8 રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી. આ હુમલામાં ટ્રમ્પના એક સમર્થકનું મોત થયું હતું. ટ્રમ્પ બચી ગયા અને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા. હુમલાખોરને ઠાર કરવામાં આવ્યો હતો.

સપ્ટેમ્બર 1, 2024 – વાનકુવર, કેનેડા
પંજાબી સિંગર એપી ઢીલ્લોનનું ઘર કેનેડામાં છે. જ્યાં 1 સપ્ટેમ્બરની રાત્રે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. શૂટરો બોડી વોર્ન કેમેરા સાથે આવ્યા આવ્યા હતા. બાદમાં તેણે ગોળીબારનો વીડિયો બનાવીને રિલીઝ કર્યો હતો. અને પછી તેણે સોશિયલ મીડિયા પર આ ગોળીબારની જવાબદારી પણ લીધી. તે 14 સેકન્ડના વીડિયોમાં 14 ગોળીઓ ચલાવવામાં આવતી જોવા મળી રહી છે. ઘટના સમયે ઘરની બહાર કોઈ હાજર નહોતું. સલમાન ખાન સાથેના સંબંધોના કારણે લોરેન્સ બિશ્નોઈએ ઢીલ્લોનના ઘરે ગોળીબાર કર્યો હતો.

12 સપ્ટેમ્બર 2024 – દિલ્હી
દિલ્હીમાં જીમના માલિક નાદિર અહેમદ શાહની હત્યા પણ ચર્ચામાં રહી હતી. રાત્રીનો સમય હતો, નાદિર અહેમદ શાહ જીમની બહાર ઉભો હતો અને મિત્ર સાથે વાત કરી રહ્યો હતો. રમિયાન ચેક શર્ટ પહેરેલો એક વ્યક્તિ રસ્તા પર પગપાળા જતો જોવા મળે છે. બીજી જ ક્ષણે તે તેની કમરમાંથી પિસ્તોલ કાઢીને નાદિર શાહ તરફ તાકે છે અને ગોળીઓ ચલાવે છે. નાદિરશાહનો મિત્ર તેની આટલી નજીક જ ઊભો હતો. તેમ છતાં, શૂટર તેને નુકસાન પહોંચાડતો નથી.

17 સપ્ટેમ્બર 2024-લેબનોન
લેબનોનના અલગ-અલગ શહેરો અને સીરિયાના કેટલાક વિસ્તારોમાં 17 સપ્ટેમ્બર બપોરે એક સથે 3 હજાર પેજર બ્લાસ્ટ થયાં. બપોરે 3:30 થતાં જ અચાનક 3 હજાર પેજર પર એક સાથે એક મેસેજ આવે છે. આ બીપનો અવાજ સંભળાય છે અને પછી બીપિંગના અવાજો શાંત થતાની સાથે જ અચાનક વિસ્ફોટ થાય છે. આરોપ છે કે આ વિસ્ફોટ પાછળ ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદનો હાથ છે.

9 ડિસેમ્બર 2024-બેંગલુરું
હાલ અતુલ સુભાષની આત્મહત્યા ચર્ચાના કેન્દ્રમાં છે. આત્મહત્યા પહેલા તેણે કેમેરાની સામે બેસીને એક કલાક, 21 મિનિટ અને 46 સેકન્ડનો વીડિયો રેકોર્ડ કયો. વીડિયો રેકોર્ડ કર્યા બાદ તેણે પોતે અપલોડ કર્યો હતો અને પછી આત્મહત્યા કરી લીધી હતી. અતુલ તેની પત્ની અને સાસરિયાઓ તરફથી થતી હેરાનગતિ અને મુકદ્દમાથી પરેશાન હતો.

20 ડિસેમ્બર 2024 – જયપુર હાઇવે
રાજસ્થાનમાં જયપુર હાઇવે પર એલપીજી ટેન્કરના લીકેજથી આગ લાગતા 19 લોકોના મોત થયા અને 34 વાહનો બળીને રાખ થઈ ગયા. જેમાં 10 કન્ટેનર, સાત ટ્રેલર, પાંચ ટ્રક, આઠ ફોર વ્હીલર, બે પીકઅપ ટ્રક અને બે સ્લીપર બસનો સમાવેશ થાય છે. એક માણસ હતો જે સળગી રહ્યો હતો અને જીવ બચાવવા રસ્તા પર દોડી રહ્યો હતો, આ ઘટનાનો વિડીયો મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…શું Bangladeshમાં ફરી થશે સત્તા પલટો? શહીદ મિનાર ખાતે એકત્ર થશે 30 લાખ લોકો

25 ડિસેમ્બર 2024, કઝાકિસ્તાન
કઝાકિસ્તાનના અક્તાઉ પ્રાંતમાં અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું આ ઘટના પણ કેમેરામાં કેડ થઇ ગઈ હતી. આકાશમાંથી એક વિમાન ધીમે ધીમે નીચે આવતું દેખાય છે, અને જમીન સાથે અથડાય છે અને આગની જ્વાળામાં લપેટાય છે. કાળા ધુમાડાના વાદળો નીકળે છે. આ અકસ્માતમાં 38 લોકોના મોત થયા હતા, પરંતુ આશ્ચર્યજનક રીતે 29 લોકો બચી ગયા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button