સ્પોર્ટસ

ટ્રેવિસ હેડની અશ્લીલ હરકત, ભૂતપૂર્વ ભારતીય પ્લેયરે કડક સજા કરવા આઈસીસીને અપીલ કરી…

નવી દિલ્હી : ઑસ્ટ્રેલિયાની ટીમ ગઈ કાલે મેલબર્નમાં ભારત સામેની ચોથી ટેસ્ટ (બૉકસિંગ-ડે ટેસ્ટ) જીતવાની અને સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવવાની તૈયારીમાં હતી ત્યારે ઑસ્ટ્રેલિયન ખેલાડીઓનો અહંકાર ચરમસીમાએ હતો. રિષભ પંત જયારે મિચલ માર્શના હાથમાં કૅચઆઉટ થયો ત્યારે ટ્રેવિસ હેડે બે હાથે જે અશ્લીલ ચેનચાળો કર્યો એનાથી કરોડો ભારતીયોનું મન ઘવાયું હશે. નવજોતસિંહ સિદ્ધુએ ટ્રેવિસને આ ગંદી હરકત બદલ કડક સજા કરવાની આઈસીસીને અપીલ કરી છે.

આ પણ વાંચો : રિષભ પંતે સમજવું જોઈએ કે…: કૅપ્ટન રોહિત શર્માએ ખુલ્લેઆમ ગુસ્સો ઠાલવ્યો

https://twitter.com/i/status/1873597172471759073

ટ્રેવિસ હેડે બન્ને હાથે જે વારંવાર બિભત્સ સંકેત બતાવ્યો એ વિશે સોશિયલ મીડિયામાં ભારતીય ક્રિકેટ ચાહકો તથા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર્સે સખત ટીકા કરી છે.

નવાઈની વાત એ છે કે ત્રણ મહિના પછી આ જ નફ્ફટ ટ્રેવિસ હેડનું આઈપીએલમાં સ્વાગત થશે. સનરાઇઝર્સ હૈદરાબાદના ફ્રેન્ચાઈઝીએ તેને રીટેન કર્યો છે અને 2025ની આઈપીએલ રમવાના તેણને 14 કરોડ રૂપિયા આપશે.

ઑસ્ટ્રેલિયાના કેપ્ટન પૅટ કમિન્સે ટ્રેવિસ હેડની આ ગંદી હરકતને પત્રકાર પરિષદમાં રમૂજમાં ખપાવી દીધી હતી અને પોતાના દેશમાં થતા સામાન્ય સેલિબ્રેશન તરીકે ઓળખાવ્યું હતું, પરંતુ ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર અને રાજકારણી સિદ્ધુએ ટ્રેવિસ હેડના આ ગંદા સેલિબ્રેશનને વખોડ્યું છે અને એને ખેલદિલીના અશ્લીલ પ્રદર્શન તરીકે ઓળખાવ્યું છે.

સિદ્ધએ ‘એક્સ’ પર કહ્યું છે કે ‘ટ્રેવિસનો આ ગંદો ઈશારો 1.5 અબજ ભારતીયોનું ઘોર અપમાન છે. ક્રિકેટ જેન્ટલમેન્સ ગેમ છે જેની મૅચ યુવાન પુરુષો ઉપરાંત મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ જોતાં હોય છે. ક્રિકેટના મેદાન પરથી આવો અશ્લીલ ચેનચાળો થાય એ સાંખી જ ન લેવાય. ટ્રેવિસને આઈસીસીએ એવી કડક સજા કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં બીજું કોઈ આવી હરકત કરવાનું વિચારે પણ નહીં.’

આ પણ વાંચો : રવિ શાસ્ત્રીએ કોહલી અને રોહિત વિશે ચોંકાવનારું મંતવ્ય આપી દીધું!

ઉલ્લેખનીય છે કે 2023માં અમદાવાદમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં હરાવી દીધું ત્યાર બાદ ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર મિચલ માર્શ આઈસીસી ટ્રોફી પર બન્ને પગ રાખીને બેઠો હતો અને તેની એ અપમાનજનક હરકતનો ફોટો આખી દુનિયાએ જોયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button