સ્પોર્ટસ

ટીમ ઇન્ડિયા માટે વર્ષ 2024 પાકિસ્તાન કરતા પણ ખરાબ રહ્યું! 45 વર્ષમાં સૌથી ખરાબ રેકોર્ડ

મુંબઈ: ન્યુઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સિરીઝમાં ખરાબ પ્રદર્શન બદલ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket team) સામે ચાહકો રોષ ઠાલવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હારી જાય એવી શક્યતા છે, સિરીઝ હારથી બચવા માટે રીમે કોઈપણ સંજોગે સિડની ટેસ્ટ જીતવી પડશે. આ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં ભારતીય ટીમનું પહોંચવું મુશ્કેલ જણાઈ રહ્યું છે.

આજે વર્ષ 2024નો અંતિમ દિવસ છે, આ વર્ષ દરમિયાન ટેસ્ટ ક્રીકેરમાં ટીમના પ્રદર્શન પર નજર કરીએ તો ટીમે ચાહકોને નિરાશ કર્યા છે. ભારતીય ટીમે આ વર્ષે T20 વર્લ્ડ કપનો ખિતાબ જરૂર જીત્યો હતો, પણ ક્રિકેટના બાકીના બંને ફોર્મેટમાં પ્રદર્શન ખરાબ રહ્યું. ટીમ ઈન્ડિયા વર્ષ 2024માં એક પણ વનડે મેચ જીતી શકી નથી. ભારતના ODI ક્રિકેટના ઈતિહાસમાં 45 વર્ષ પછી આવું બન્યું છે.

આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન:
ટીમ ઈન્ડિયાએ વર્ષ 2024ની શરૂઆત સાઉથ આફ્રિકા પ્રવાસ સાથે કરી હતી. પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા 2 મેચની સિરીઝ 1-1થી બરાબર કરી. આ પછી, ઇંગ્લેન્ડની ટીમ ભારત આવી અને પ્રથમ જ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાને હરાવી હતી જો કે આ પછી ટીમ ઈન્ડિયાએ સતત 4 મેચ જીતીને 5 મેચની ટેસ્ટ સિરીઝ 4-1થી જીતી લીધી હતી.

ઇંગ્લેન્ડને કારમી હાર આપ્યા બાદ, સપ્ટેમ્બરમાં, ભારતીય ટીમે 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશને 2-0થી ક્લીન સ્વીપ કર્યું. જો કે, બાંગ્લાદેશ સામેની સિરીઝ પછી જે બન્યું તે ભારતીય ક્રિકેટ ટીમ સાથે અગાઉ ક્યારેય બન્યું ન હતું. ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો અને પ્રથમ વખત ઘરઆંગણે આટલી ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો.

ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ ટીમ ઈન્ડિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા પહોંચી. ટીમ ઇન્ડિયાએ સિરીઝની શરૂઆત ભલે જીત સાથે કરી હોય, પરંતુ ત્યાર બાદની 3 ટેસ્ટ મેચમાં 2 મેચમાં મોટી હાર મળી.

આ પણ વાંચો…કાંબલીની તબિયત સારી થતાં જ નાચવા લાગ્યોઃ વિડિયો વાયરલ થયો છે…

પાકિસ્તાન કરતા ખરાબ રેકોર્ડ:
આ વર્ષે ટીમ ઈન્ડિયાને કુલ 6 ટેસ્ટ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો જે પાકિસ્તાન કરતા ખરાબ રેકોર્ડ છે. આ વર્ષે સૌથી વધુ ટેસ્ટ મેચ હારનાર ટીમોમાં ભારત સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. આ વર્ષે ટેસ્ટ મેચ હારવાના મામલે, ભારત, ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ 6-6થી પરાજય સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે પાકિસ્તાને 5 ટેસ્ટ મેચમાં હાર મળી છે.

વર્ષ 2024માં સૌથી વધુ ટેસ્ટ મેચ હાર:
ઈંગ્લેન્ડ- 8 હાર, બાંગ્લાદેશ- 7 હાર, ભારત- 6 હાર, ન્યુઝીલેન્ડ- 6 હાર, વેસ્ટ ઈન્ડિઝ- 6 હાર, પાકિસ્તાન – 5 હાર, શ્રીલંકા- 4 હાર, દક્ષિણ આફ્રિકા- 3 હાર

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button