viral video: કીડીઓએ સાથે મળી બનાવ્યો બ્રિજઃ ટીમ વર્કની આનાથી મોટી પ્રેરણા કઈ હોઈ શકે?
કીડીઓની લાંબી કતાર તમે જોઈ હશે. શિસ્તનું આનાથી મોટું ઉદાહરણ ન હોઈ શકે. બે ત્રણ કીડી એક સાથે એક જ ખાંડનો દાણો ઉપાડતી જોવાની પણ મજા પડી જાય છે, પરંતુ અહીંયા તો કીડીઓએ આખે આખો બ્રીજ બનાવ્યો છે અને પણ વહેતા પાણી પર. એન્જિનિયર્સને પણ આશ્ચર્યમાં મૂકી દે તેવું આ કામ પ્રકૃતિના નાનકડાં જીવો કેવી ચોક્કસાઈથી કરે છે તે જોવાની નેટીઝન્સને મજા પડી ગઈ છે અને આ વીડિયો 6 લાખ વ્યુઅર્સ મેળવી ચૂક્યો છે.
નેચર ઈઝ અમેઝિંગ એવા ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો એક લાંબા બ્રિજને બતાવે છે જે વહેતા પાણીના ઝરણા પર બન્યો છે. કીડીઓએ આ પાણી પરથી પસાર થવા માટે મળીને એક બ્રિજ બનાવી નાખ્યો છે. આડો અવડો ચાલતો આ બ્રિજ આ નાનકડી એન્જિયર્સે કઈ રીતે બનાવ્યો હશે, કેવી સ્ટ્રેટેજી, ટીમ વર્કની જરૂર પડી હશે.
આ વીડિયો જોઈને નેટીઝન્સ તેમના કૌશલ્ય પર આફરીન પોકારી ગયા છે. કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે અને લોકોએ તેમની પાસેથી મહેનત, પ્લાનિંગ, ટીમ વર્ક જેવા ગૂણો લેવાની જરૂર છે, તેમ પણ તેઓ કહી રહ્યા છે. તમે પણ જૂઓ પ્રકૃતિના આ નાનકડા જીવોના કરતબ.