આજે રાતના મુંબઈગરા માટે ‘બેસ્ટ’ દોડાવશે વધારાની બસો…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવા વર્ષના સ્વાગત માટે મોડે સુધી ઘરની બહાર જનારા મુંબઈગરા માટે બેસ્ટ ઉપક્રમ દ્વારા વધારાની બસ દોડાવવામાં આવવાની છે. મુખ્યત્વે મુંબઈના દરિયા કિનારે ફરવા જનારા માટે તથા દક્ષિણ મુંબઈના હેરિટેજ વિસ્તારમાં ફરવા માટે રાતના સમયે વધારાની પચીસ બસ રહેશે.
આ પણ વાંચો : પ્રવાસીઓ સાથે ‘મનમાની’: ટ્રાફિક પોલીસે ૨,૦૦૦થી વધુ રિક્ષા જપ્ત કરી
૩૧મી ડિસેમ્બરના ઘરની બહાર નીકળીને નવા વર્ષના સ્વાગત માટે મોડે સુધી બહાર રહેનારા લોકો માટે બેસ્ટ વધારાની બસ દોડાવવાની છે, જેમાં મુખ્યત્વે દક્ષિણ મુંબઈના વિવિધ ઐતિહાસિક તેમ જ જોવાલાયક સ્થળોએ ફરવા માટે ખાસ એસી ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ (હેરિટેજ ટૂર) પણ દોડાવશે. ડૉ. શ્યામપ્રસાદ મુખરર્જી ચોક (મ્યુઝિયમ), ગેટ વે ઓફ ઈન્ડિયા, મંત્રાલય, એનપીસીએ, નરિમન પોઈન્ટ, વિલ્સન કોલેજ-નટરાજ હોટલ-ચર્ચગેટ-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-હુતાત્મા ચોક- રિઝર્વ બેન્ક, ઓલ્ડ કસ્ટમ હાઉસ, મ્યુઝિયમ આ રોડથી પર સવારના ૧૦ વાગ્યાથી મધરાતના ત્રણ વાગ્યા સુધી દર ૪૫ મિનિટના અંતરે આ બસ છૂટશે. હેરિટેજ ટૂર માટે બસના ઉપરના માળા માટે ૧૫૦ રૂપિયાની ટિકિટ તો નીચે બેસવા માટે ૭૫ રૂપિયાની ટિકિટ રહેશે.
બેસ્ટ ઉપક્રમના જણાવ્યા મુજબ બેસ્ટ ઉપક્રમ મારફત ડૉ. શ્યામા પ્રસાદ મુખરર્જી ચોક જુહુ ચોપાટી, ગોરાઈ બીચ તો ચર્ચગેટ સ્ટેશન (પૂર્વ) અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર પ્રવાસીઓની મદદ માટે અધિકારીઓને તહેનાત કરવામાં આવશે.
આ પણ વાંચો : મુંબઈથી નવી મુંબઈ એરપોર્ટને મેટ્રો દ્વારા જોડવામાં આવશે
મુખ્યત્વે-૨૧ ડૉ.શ્યામા પ્રસાદ મુખરર્જી ચોક (મ્યુઝિયમ)થી દેવનાર રાતના ૧૦ વાગે, ૧૦.૩૦ વાગે અને ૧૧ વાગે ઉપડશે. સી-૮૬ ડૉ.શ્યામા પ્રસાદ મુખરર્જી ચોક (મ્યુઝિયમ)થી બાન્દ્રા સ્ટેશન (પશ્ર્ચિમ) રાતના ૧૦, ૧૦.૩૦ અને ૧૧ વાગે છૂટશે. એ-૧૧૬ ડૉ.શ્યામા પ્રસાદ મુખરર્જી ચોક (મ્યુઝિયમ)થી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી રાતના ૧૧.૩૦ વાગે, ૧૧.૪૫ વાગે, ૧૨.૦૦ વાગે અને રાતના ૧૨.૧૫ વાગે બસ છૂટશે. એ-૧૧૨ ડૉ.શ્યામા પ્રસાદ મુખરર્જી ચોક (મ્યુઝિયમ)થી અહિલ્યાબાઈ હોળકર ચોક (ચર્ચગેટ)થી રાતના ૧૧.૩૦ વાગે, ૧૧.૪૫ વાગે, ૧૨.૦૦ વાગે અને રાતના ૧૨.૧૫ વાગે બસ છૂટશે. બસ નંબર ૨૦૩ અંધેરી સ્ટેશન (પશ્ર્ચિમ)થી જુહુ બીચ વચ્ચે રાતના ૧૧.૧૫ વાગે અને ૧૧.૪૫ વાગે બસ છૂટશે. બસ નંબર ૨૩૧ સાંતાક્રુઝ સ્ટેશન (પશ્ર્ચિમ)થી જુહુ બસ સ્ટેશન વચ્ચે રાતના ૧૦ વાગે, ૧૦.૨૦, ૧૦.૪૫ વાગે અને રાતના ૧૧ વાગે બસ છૂટશે. બસ નંબર એ-૨૪૭ અને એ-૨૯૪ બોરીવલી સ્ટેશન (પશ્ર્ચિમ)થી ગોરાઈ બીચ વચ્ચે અને ગોરાઈ બીચથી બોરીવલી સ્ટેશન વચ્ચે રાતના ૧૦ વાગે, ૧૦.૧૫, ૧૧.૩૦ વાગે છૂટશે. બસ નંબર ૨૭૨ મલાડ સ્ટેશન (પશ્ર્ચિમ)થી માર્વે બીચ વચ્ચે રાતના ૧૧.૧૫ વાગે અને ૧૧.૪૫ વાગે બસ દોડાવવામાં આવશે.