તરોતાઝા

સૌથી મોંઘું નમક સેલ્ટિક – ગ્રે


આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા

દુનિયાભરના દરેક ભાગમાં મીઠું (નમક) મળી જ રહે. વિશ્વભરમાં વિભિન્ન ભાગોમાં વિશાળ ભંડારો છે. કુદરતી રીતે સમુદ્રમાંથી, પહાડો, જમીનના ઊંડાણમાંથી, જવાળામુખીમાંથી મળી રહે છે. આ કુદરતી નમકના સ્ત્રોતોમાંથી ખાવા લાયક નમક મળી રહે છે. મીઠું ફકત એક બુનિયાદી સ્વાદ જ નહી એ એક ઉત્તમ સંરક્ષક પણ છે. જીવિત રહેવા માટે અત્યંત જરૂરી છે. પ્રાચીનકાળથી આનો ઉપયોગ ખાદ્ય પદાર્થને ટકાવવા માટે થાય છે. કુદરતી રીતે મળતાં નમકથી ખાદ્ય-પદાર્થ ટકાવવામાં તે જ ખાદ્ય-પદાર્થ યોગ્ય છે. કેમિકલથી બનતા સો જેટલા નમક શરીરના સ્વાસ્થ્યને બગાડી દે છે. શરીરની સક્રિય કોશિકાઓ માટે જરૂરી છે. આપણા મસ્તિષ્કના અતિસૂક્ષ્મ વિદ્યુત પ્રક્રિયાઓને સંચાલિત કરે છે. તેમ જ શરીરમાં જળસંચયનું સંતુલન બનાવી રાખવાની ભૂમિક ભજવે છે.

મીઠા (નમક)ની જાતો જે કુદરતી રીતે મળે છે તે લગભગ બારથી તેર જાતો છે. ઘણીય જાતના નમક હવે મળતાં નથી. કેમિકલથી બનતાં નમકનું ચલણ વધ્યું છે. કારણ તે સ્વાદમાં ચડિયાતાં છે. આર્થિક ઉપાર્જન વધુ થાય છે. ખાવા લાયક નમક સમુદ્રી નમક (જાડું નમક કે સી સોલ્ટ) જ છે. આ બે જાતના છે એક સફેદ મીઠું અને બીજું સેલ્ટિક-ગ્રે મીઠું. સફેદ નમક સુમદ્રમાંથી મળે છે. તેવી જ રીતે સેલ્ટિક-ગ્રે મીઠું સમુદ્રમાંથી મળે છે. પણ ફ્રાન્સના દરિયામાંથી મળે છે. ઓછા પ્રમાણમાં મળે છે. આની પ્રોપર્ટી ઉચ્ચ પ્રકારની છે. તેથી આ ખબૂ જ મોંઘું નમક છે. આના ગુણો ઉચ્ચ પ્રકારના છે. એટલે કે સોડિયમનું પ્રમાણ સારું છે. આ હાઇ મેની માઇક્રોમિનરલ સોલ્ટ રીચ છે. આનું નામ પ્રાચીન સેલ્ટસ પર પડયું, તે ક્ષેત્રના નામથી. આ પરંપરાગત રીતે બને છે. સમુદ્ર જળને બાષ્પિત કરીને આ નમકમાં લગભગ બ્યાંસી જેવા મિનરલ્સ છે.

આનો પીએચ આલ્કાઇન છે. ઓયોડિન, ક્રોમીયમ, પોટેશિયમ કેલ્શિયમ, મેગ્નેશિયમ સલ્ફેટ જેવા ભરપૂર ખનિજ પદાર્થ એટલે કે મિનરલ્સ છે. આ સ્વાદ અલગ છે. કુકિંગ એકસપર્ટની પહેલી પસંદ છે. ખૂબ જ મોંઘુ ઓનલાઇન આ મળે છે. સેલ્ટિક ગ્રે મીઠું ડિ હાઇડ્રેશનથી બચાવે છે. આર્થરાઇટીસમાં સોજાને કાઢી નાખે છે. આનું કેલ્શિયમ દાંત અને હાડકાંની કમજોરી દૂર કરે છે. આવશ્યક ઇલેકટ્રોલાઇટસ છે. જે તંત્રિકા કાર્ય અને માંસપેશીનું સંકુચન બનાવી રાખે છે. શરીરમાં સોડિયમને અવશોષિત કરવામાં મદદ કરે છે.

કીડનીને ખબર છે કે કયાં કેટલું સોડિયમ મોકલવું, વધુ પડતાં સોડિયમ જે પેકેટ ફૂડ કે બાહ્ય ખાદ્ય-પદાર્થમાં વપરાય. જેમ કે બિસ્કિટ, ચોકલેટ, ચીપ્સ, ચાઇનીઝ ફૂડ, કોલ્ડડ્રીંક, આઇસક્રીમ, દવાઓ, જામ, સોસ, ટૂથપેસ્ટ, બહારના ફરસાણ આ બધા ખાદ્ય-પદાર્થમાં જે નમક વાપરવામાં આવે છે તે કેમિકલમાંથી બને છે. જેવા કે સોડિયમ સલ્ફેટ, કોપર સલ્ફેટ, સોડિયમ નાઇટ્રેડ, પોટેશિયમ સલ્ફેટ, અમોનિયમ કલોરાઇડ, મેગ્નેશિયમ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ, આયરન સલ્ફેટ, સોડિયમ કાર્બોનેટ, એલ્યુમિનિયમ સલ્ફેટ, નીકલ સલ્ફેટ, સોડિયમ ગ્લુટામેટ (આજીનોમોટો) આવા સૌ પ્રકારના કેમિકલ વાળા નજીક ખાદ્ય-પદાર્થમાં વપરાય છે. જે આપણી દૈનિક નમક (સોડિયમ) જરૂરિયાત કરતાં વધારે છે. તેથી સેલમાં જરૂર પૂરંતુ પાણી પહોંચતું નથી. તે પાણી પગમાં ભરાય અથવા અન્ય શરીરના અવયવમાં ભરાતા સોજા આવે છે. એટલે કે વોટર રિટેશન થાય છે.

થાઇરોઇડના દર્દી દવાઓ લે છે તેમાં સોડિયમ માત્રા અધિક હોય છે. જેના કારણે તેમને સોજા આવે છે. નમકમાંનું મેગ્નેશિયમ સેલમાં પાણી પહોંચાડવાનું કામ કરે છે. કેમિકલવાળા નમકના કારણે આની કામગીરી ખોરવાય છે. સેલમાં પાણી ન પહોંચતા ડિહાઇડ્રેશન થાય છે. આવી પરિસ્થિતિમાં બહારનાં ખાદ્ય-પદાર્થ બંધ કરી દેવા જોઇએ. કુદરતી રીતે બનતા સેલ્ટિક-ગ્રે નમકનો ઉપયોગ કરવો જેથી સ્વાસ્થ્યની પરિસ્થિતિમાં સુધાર થાય. સોડિયમનું બેલેન્સ જરૂરી છે સોજા અને કીડનીની વ્યાધિથી બચવા. અન્ય નમક જેનો વપરાશ અધિક અથવા ન કરવો. ટેબલ સોલ્ટ જેમાં અપ્રાકૃતિક આયોડીન છે.

Also read: આહારથી આરોગ્ય સુધી : શરીરની સાત ધાતુ: આ ધાતુ બને છે તમારા ખોરાકથી



હવાયન લાલ : લાલ રંગનું નમક જેમાં આયરન ઓકસાઇડ છે. જે જવાળામુખીની માટીમાંથી બને છે. અખરોટ જેવા સ્વાદવાળું છે.

કાલા લાવા નમક : જવાળામુખીના સક્રિય ચારકોલમાંથી પ્રાપ્ત થાય છે. સમુદ્રી નમકમાં સક્રિય જવાળામુખી ચારકોલ મેળવી પણ બનવાય છે.

હિમાલય કાલા નમક : સેંધા નમકને ભટ્ટીમાં ચારકોલ, જડી બુટ્ટી અને છાલ બીજ નાખીને બનાવાય છે.

ફલેક નમક : સમુદ્રથી બાષ્પથી બને છે મોંઘું છે. ઓછા પ્રમાણમાં વાપરી શકાય.

સ્મોક નમક : વિભિન્ન પ્રકારના લાકડાનો સ્મોક કરી (એલ્ડર, સેબ, હિર્કારી મેસકોઇટ નામક લાકડામાંથી) બનાવાય છે.

કોચર નમક : હિમાલય પીંક, ફલૂરડે સ્કેલ જેવા નમક પણ મળે છે. આનો ઉપયોગ હિતાવહ નથી.

કુદરતી રીતે મળતાં નમક જ વાપરવા. નમકની ઓછપ પણ ખરાબ કેમિકલવાળા નમકથી થાય છે. હેપાનેટ્રેમિયા નામક બીમારી થાય છે. જેમાં ચિડચિડાપણું, ભમ્ર, ઊલટી, ખેંચ, વગેરે થાય છે. ત્યારે સેલ્ટિક ગ્રે નમકનો ઉપયોગ સારું પરિણામ

આપે છે. સોડિયમ વધી જવાથી એટલે કે કેમિકલવાળા નમક જે ખાદ્ય-પદાર્થ અને મુખવાસમાં વપરાય છે. તેને કારણે હાઇપર નેટ્રેમિયા થાય છે. જેને કારણે કીડનીની ખરાબી કે કિએટીનાઇન વધી જવું, હાઇપ્રેશર, હૃદયની તકલીફ, ઓસ્યિો પોરાસીસ, વોટર રિટેશન, સોજા જેવી તકલીફ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button