આપણું ગુજરાત

ગુજરાતમાં હ્રદયરોગ સંબંધિત કેસ 4 વર્ષમાં બમણા: પ્રતિ કલાકે 9 જેટલા દર્દી નોંધાયા

અમદાવાદઃ ગુજરાતમાં હ્રદય સંબંધિત બિમારીના કેસમાં વધારો નોંધાયો છે. આ વર્ષે અત્યાર સુધી 73,470 લોકોને હૃદયની સમસ્યાને પગલે હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જેની સરખામણીએ વર્ષ 2021માં હૃદયની સમસ્યાના 42,555 દર્દી હતા. આમ, ચાર વર્ષમાં બમણા જેટલો વધારો નોંધાયો છે. ગુજરાતમાં આ વર્ષે હૃદયની સમસ્યાના દરરોજ સરેરાશ 231 જ્યારે પ્રતિ કલાકે 9 જેટલા દર્દી નોંધાય છે.

આ વર્ષે ‘108’ને હૃદયની સમસ્યાના 83,480 કોલ્સ ઈમરજન્સી સેવા ‘108’ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 2021માં 42,555, 2022માં 56,277, 2023માં 72,573 કોલ્સ નોંધાયા હતા. વર્ષ 2024માં 26મી ડિસેમ્બર સુધીની સ્થિતિએ ગુજરાતમાં આ બીમારીના 83,480 કોલ્સ આવ્યા છે એટલે કે ગત વર્ષની સરખામણીએ 17 ટકા જેટલો ઉછાળો આવ્યો છે.

વર્ષ 2021માં 7.25 લાખ લોકોનાં મૃત્યુ ગુજરાતમાં વર્ષ 2021માં કુલ 7.25 લાખ લોકોનાં મોત નોંધાયા હતા, આ એક વર્ષના સમય ગાળામાં ગુજરાતમાં મેડિકલી સર્ટિફાઈડ થયેલા અથવા નહીં થયેલા કેસમાં હાર્ટ ફેલ્યોરના કારણે કુલ 93,737 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં હાર્ટ ફેલ્યોરના કારણે વર્ષ 2021માં શહેરી વિસ્તારમાં 69,180 જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 24,617 લોકોનાં એમ કુલ 93,797નાં મોત થયા છે, શહેરી વિસ્તારમાં 70 વર્ષ કે તેથી વધુ વયના 21,289, 65થી 69 વર્ષની વયના 8668, 55થી 64 વર્ષની વયના 16,861, 45થી 54 વર્ષની વયના 11,627 દર્દીનાં હાર્ટ ફેલ થવાથી મોત થયા છે, 35થી 45 વર્ષની વયના 5850, 25થી 34ની વયે 2593નાં મોત થયા છે. એક વર્ષથી ઓછી વયે હાર્ટફેલ થવાથી 732, એકથી 4 વર્ષની વયે 205, 5થી 14 વર્ષે 303 અને 15થી 24 વર્ષે 1051 મોત થયા છે. એકંદરે 15થી 44 વર્ષની વયે 9494 મોત થયા છે.

આપણ વાંચો: Rajkot: હ્રદય રોગના હુમલાનો હાહાકાર, બે યુવાન સહિત પાંચના ધબકારા થંભી ગયા

વર્ષ 2024માં કેસનો આંકડો 24,460 આ વર્ષે અમદાવાદમાં સૌથી વધુ 26,199 લોકોને અસારવા સિવિલ હૉસ્પિટલમાં કાર્ડિયાક સર્જરી કરાઈ હતી. આમ, અમદાવાદમાં દરરોજ સરેરાશ 67 વ્યક્તિને હૃદયની સમસ્યાથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અમદાવાદમાં વર્ષ 2023માં કાર્ડિયાક ઈમરજન્સીના 21,182 ઈમરજન્સી કેસ આવ્યા હતા, જોકે વર્ષ 2024માં આ કેસનો આંકડો 16 ટકા વધીને 24,460 ઉપર પહોંચ્યા છે, અમદાવાદ બાદ સુરત બીજા, રાજકોટ ત્રીજા, વડોદરા ચોથા અને ભાવનગર પાંચમા સ્થાને છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે હૃદયની સમસ્યાના પ્રમાણમાં સૌથી વધુ વધારો થયો હોય તેમાં પોરબંદર 39.73 ટકા સાથે મોખરે છે. પોરબંદરમાં 2023માં 1145 દર્દી હતા અને હવે આ વર્ષે વધીને 1601 થયા છે.

કોવિડ બાદ યુવાનોમાં હૃદય રોગના કેસનું પ્રમાણ વધ્યું અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ પછી લોકોના હૃદયને અસર થઈ છે, જે દર્દીમાં પહેલાં 20થી 22 ટકા બ્લોકેજ હતું તેવા કિસ્સામાં જે તે દર્દીને કોરોનાના ચેપ પછી બ્લોકેજ 90 ટકા આસપાસ પહોંચ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. કોવિડ પહેલાની સરખામણીએ હાલમાં 30થી 40 વર્ષની વયના યુવાનોમાં હૃદય રોગના કેસનં પ્રમાણ 20થી 25 ટકા આસપાસ વધ્યું છે. એકંદરે યુવાન વયે લોકોના હૃદય વૃદ્ધ થઈ રહ્યા છે તે એક હકીકત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button