નેશનલ

પાકિસ્તાનને ‘પરમાણુ પ્લાન્ટ’ બનાવવાનું લાઇસન્સ મળ્યું, ફાયદો થશે નુકસાન?

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન વીજ ઉત્પાદન માટે તેનો સૌથી મોટો પરમાણુ પ્લાન્ટ બનાવવા જઇ રહ્યું છે. કારણ કે દેશની પરમાણુ ઊર્જા રેગ્યુલેટરી એજન્સીએ તેના માટે લાઇસન્સ જારી કર્યું છે.

આ પણ વાંચો : Pakistan પર તાલિબાનનો હુમલો, 2 ચોકી પર કબજો, 19 સૈનિક મારવાનો દાવો

પીએનઆરએ પ્રેસ રિલીઝ અનુસાર પાકિસ્તાન ન્યુક્લિયર રેગ્યુલેટરી ઓથોરિટી (પીએનઆરએ)એ ચશ્મા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુનિટ ૫(સી-૫)ના નિર્માણ માટે લાઇસન્સ જારી કર્યું છે, જે ૧૨૦૦ મેગાવોટની ક્ષમતા સાથે પરમાણુ ઊર્જાના માધ્યમથી વીજળીનું ઉત્પાદન કરનારો સૌથી મોટો પ્લાન્ટ છે.

ડોન અખબારના અહેવાલ મુજબ પાકિસ્તાન એટોમિક એનર્જી કમિશને આ વર્ષે એપ્રિલમાં પ્રારંભિક સુરક્ષા મૂલ્યાંકન અહેવાલ અને પરમાણુ સુરક્ષા, કિરણોત્સર્ગ રક્ષણ, કટોકટીની તૈયારી, વેસ્ટ મેનેજમેન્ટ અને પરમાણુ સુરક્ષાની ડિઝાઇન અને ઓપરેશનલ પાસાઓ સંબંધિત અન્ય દસ્તાવેજો સાથે લાઇસન્સ માટે અરજી કરવામાં આવી હતી.

પીએનઆરએ અખબારી યાદીમાં જણાવાયું છે કે સંબંધિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણોના અનુપાલનમાં નિયમનકારી આવશ્યકતાઓની સંપૂર્ણ સમીક્ષા અને મૂલ્યાંકન અને પૂર્તિ બાદ લાઇસન્સ જારી કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Pakistan માં આજે પણ Manmohan Singh ના નામ પર છે આ ઇમારત, ગામ લોકો કરે છે યાદ

પાકિસ્તાનની સ્થાપિત પરમાણુ ઊર્જા ક્ષમતા લગભગ ૩,૫૩૦ મેગાવોટ છે, જે રાષ્ટ્રીય ગ્રીડમાં કુલ વીજ ઉત્પાદનના લગભગ ૨૭ ટકા યોગદાન આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button