Aishwarya Rai Bachchanને મૂકીને આ ક્યાં પહોંચ્યો બચ્ચન પરિવાર?
બોલીવુડના મોસ્ટ પોપ્યુલર અને પાવરફુલ કપલમાંથી એક એવા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી ભંગાણના સમાચાર સામે આવી રહ્યા છે.
પરંતુ થોડાક દિવસ પહેલાં જ દિકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan)ના એન્યુઅલ ફંકશન પર કપલે સાથે દેખાઈને ડિવોર્સની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
જોકે, હવે પાછું કાંઈક એવું થયું છે કે જેને કારણે બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય બચ્ચનના સંબંધો વણસી રહી હોવાની વાત સામે આવી રહી છે. આવો જોઈએ આખરે એવું તે શું થયું કે ફરી એક વખત ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સની ચર્ચા શરૂ થઈ ગઈ છે-
આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે દેખાયા? શું છે વાઈરલ વીડિયોની હકીકત…
વાત જાણે એમ છે કે બચ્ચન પરિવાર હાલમાં જ પોતાના મેનેજિંગ ડિરેક્ટરના દીકરા રીકિન યાદવ અને સુરભીના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યો હતો. જોકે, આ દરમિયાન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચનની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. ઐશ્વર્યાની ગેરહાજરીને કારણે સોશિયલ મીડિયા પર ફરી એક વખત ડિવોર્સની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
મળી રહેલી માહિતી પ્રમાણે લગ્નમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) જયા બચ્ચન (Jaya Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) મેનેજિંગ ડિરેક્ટર રાજેશ યાદવના દીકરાના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ફેમિલી ફોટોમાં વહુ ઐશ્વર્યા રાયની ગેરહાજરી ફરી એક વખત ચર્ચાનું કારણ બની ગઈ છે.
આપણ વાંચો: અભિષેક બચ્ચન સાથે છુટાછેડા વચ્ચે આ કોની સાથે ડાન્સ કરતી જોવા મળી ઐશ્વર્યા?
ઐશ્વર્યાની ગેરહાજરીને કારણે સોશિયલ મીડિયા પર ફરી એક વખત અભિષેક અને ઐશ્વર્યાના ડિવોર્સની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ફેન્સ બંને વચ્ચે કાંઈક ઠીક ન હોવાની ચર્ચા કરી રહ્યા છે.
થોડાક સમય પહેલાં જ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન દીકરી આરાધ્યા બચ્ચનના એન્યુઅલ ડે પર સાથે જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનને સાથે જોઈને ફેન્સ એકદમ ખુશ થઈ ગયા હતા.
જોકે, જોવાની વાત એ છે કે બચ્ચન પરિવાર, અભિષેક બચ્ચન કે ઐશ્વર્યા રાય બચ્ચને ક્યારેય કંઈ પણ ખુલીને કહ્યું નથી. બંનેની ચુપકીદીએ ફેન્સને મુંઝવણમાં મૂકી દીધા છે.