વીક એન્ડ

લા બોકા-નાટકીય બુએનોસ એરેસ સાથે એક મુલાકાત…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

સાઇકલ પર કોઈ ભવ્ય શહેરમાં આખી ટોળકી લઈન્ો અમે એવા નીકળેલાં કે ઘણા ચાર રસ્તા પર તો ટ્રાફિક રોકાઈ ગયો હતો. બુએનોસ એરેસમાં સ્ોન્ટરમાં સાઇકલ ટ્રેક તો છે જ, પણ સ્વાભાવિક છે કે કારચાલકો ત્ોનાથી ખુશ નથી. થોડીવાર શહેરમાં સાઇકલ ચલાવતાં તો ખબર પડી ગઈ કે અહીં કારચાલકોનું અલગ જ પોલિટિક્સ છે. જેમ કે થોડી વાર માટે શોપિંગ કરવા માટે એક ભાઈ પોતાની કાર સાઇકલ ટ્રેક પર જ પાર્ક કરીન્ો જતા રહેલા. પાછા આવ્યા ત્યારે ત્ોમણે અમારા ગાઇડ ક્રિસ સાથે બોલાચાલી કરી. આખા ગ્રૂપન્ો હાથથી ગાળ આપતાં પોતાના રસ્ત્ો ગયા. અમારો અત્યંત મળતાવડો ગાઇડ ક્રિસ ત્ો ભાઈના ગયા પછી અમારી ટોળકીન્ો કહે કે આ પણ બુએનોસ એરેસન્ો અનુભવવાનો એક ભાગ છે. જ્યારે પણ રસ્તામાં સાઇકલ કે પગ્ો ચાલનારા માટેની ખાસ ગ્રીન લાઇટ થતી, ત્યારે જે લોકોન્ો ઊભાં રહેવું પડતું, ત્ોમાં ઘણાં લોકો ખભા ઉછાળી, હાથ ઊંચા કરી, હાવભાવ સાથે પોતાની અધીરાઈ જતાવતાં. આ શહેરની બીજી ઘણી ખાસિયતો છે, લોકોનો રોજિંદા રોડ પરનો ડ્રામા ત્ોમાંનો એક છે.

રોડ પરના ડ્રામાથી રંગોના ડ્રામા સુધી પહોંચવા માટે હજી અમારે એક કલાક પ્ોડલ મારવાનાં હતાં. અમારો મેઇન ગાઇડ ક્રિસ આગળ ચલાવતો હતો. પાછળ ગ્રૂપન્ો સાથે રાખવા માટે પણ એક ગાઇડ આવી રહૃાો હતો. શરૂઆતમાં તો યુરોપિયન આર્ટ ડેકો ગલીઓ અન્ો થોડો મોડર્ન વિસ્તાર આવેલો. થોડો સ્થાનિક શોપિંગનો વિસ્તાર અન્ો લોકલ લોકોન્ો પોતાનાં રોજિંદા કામ માટે આવજા કરતાં જોવાની પણ અલગ મજા હતી. જ્યારે પણ કોઈ સ્પોટ આવતું, ક્રિસ એક સાથે ૧૫-૨૦ સાઇકલો પાર્ક થઈ શકે ત્ોવી જગ્યાએ પહોંચીન્ો રોકાવા માટે ઇશારો કરતો. અન્ો ટોળકીન્ો પોતાની આસપાસ સર્કલમાં ઊભી રાખીન્ો વાર્તા કહેવાનું ચાલુ કરતો. અમન્ો એક પ્રશ્ર્ન તો થતો જ હતો. આ ટૂર અઢી કલાકની છે, બપોરે લંચ પહેલાં પ્ાૂરી થઈ જવી જોઇએ. ટૂર પોણો કલાક મોડી ચાલુ થયેલી અન્ો હવે સાડા દસ વાગ્યે પહેલું સ્પોટ આવેલું, લંચ તો આ ટોળકી સાથે જ થવાનું હતું ત્ો નક્કી હતું.

અંત્ો એક મોટા ચાર રસ્તા પર લાઇટ ગ્રીન થાય ત્ોની રાહ જોતાં ક્રિસ બોલ્યો, લા બોકા માટે ત્ૌયાર થઈ જજો. અન્ો અમે અચાનક જ બ્લુ, પીળા, લાલ, લીલા, પ્રાઇમ રંગોની વચ્ચે પહોંચી ગયાં. લા બોકા આર્જેન્ટિનાનું એક જમાનાનો વર્કિંગ ક્લાસ વિસ્તાર છે. આજે તો ત્ો વિસ્તાર જાણે ટૂરિસ્ટે ટેક ઓવર કરી લીધો છે. આર્જેન્ટિનાના કલ્ચરનું જે પણ જાણીતું છે ત્ો મોટાભાગનું લા બોકોમાં શરૂ થયું હોવાની વાત છે. ખાસ તો ટેન્ગો ડાન્સ, એમ્પનાડા, પ્ોઇન્ટિંગ સ્ટાઇલ, મ્યુઝિક અન્ો ફૂટબોલ, બધું લા બોકા સાથે જોડાયેલું છે. અમે લા બોકા પાસ્ો પહોંચીન્ો સાઇકલથી ઊતરીન્ો ત્ોન્ો હાથે ખેંચીન્ો અંદર ચાલ્યાં. અંદરની ગલીઓ અત્યંત ગીચ અન્ો ભીડથી એવી ખીચોખીચ હતી કે એક તરફ પાર્કિંગ જેવો ખૂણો આવતાં જરા હાશ થઈ. બંન્ો ગાઇડ ત્યાં રોકાયા, અમારી બાઇક્સ ત્યાં લોક કરાવી, અમન્ો લા બોકામાં કઈ રીત્ો ફરવું ત્ોનું માર્ગદર્શન આપ્યું અન્ો કહૃાું કે એક કલાકમાં ફરી અહીં મળીએે. ત્યાં સુધીમાં ૧૨ વાગી ચૂક્યા હતા. ત્ોણે અમન્ો જમવા માટે ખ્યાતનામ ‘ચોરી-પાન’ ખાવાની જગ્યા પણ બતાવી. આ વિસ્તારમાં પ્રવૃત્તિ કરવા લાયક , ફોટો પાડવા લાયક, જમવા લાયક અન્ો જોવા લાયક ખૂણાઓન્ો જોયા પછી લાગ્યું કે કાં તો અહીં કમ સ્ો કમ બ્ો કલાક લાગશે, અથવા અહીં પાછું આવવું પડશે.

લા બોકા બરાબર નદી કિનારે પોર્ટ પર આવેલું છે. વીસમી સદીમાં યુરોપ અન્ો એશિયાથી આવતાં ઇમિગ્રન્ટ્સ અહીં આવીન્ો ઠલવાતાં. અહીં ખાસ ઇટાલીથી આવીન્ો વસ્ોલાં લોકોની મોટી કોમ્યુનિટી છે. અહીંનાં સ્થાનિક લોકો ખાસ ‘પોર્ટેનો’ એટલે કે પોર્ટ કલ્ચરમાં ઊછરેલાં લોકો તરીકે ઓળખાય છે. એટલું જ નહીં, લા બોકા લેટિન ટેન્ગો ડાન્સના જન્મસ્થળ તરીકે પણ ઓળખાય છે. ટેન્ગો મૂળ તો સ્પ્ોનનું છે પણ આર્જેન્ટિનાએ ત્ોન્ો એવી રીત્ો અપનાવી લીધું છે કે હવે ટેન્ગો અહીંના કલ્ચરનું મુખ્ય પાસું ગણાય છે. અહીં એક પથ્થરની તખતી પર ટેન્ગોની લા બોકા હિસ્ટ્રી કોતરેલી હતી. ત્ોનાથી જાણવા મળ્યું કે ૧૮૦૦ની સદીમાં અહીં પોર્ટનાં લોકો સાંજે ડોકયાર્ડ પરથી કામ કરીન્ો આવ્યા પછી, માત્ર પુરુષો જ ટેન્ગો ડાન્સ કરતા. લા બોકામાં જ આર્જેન્ટિનાના ખ્યાતનામ પ્ોઇન્ટિંગ્સની શરૂઆત થઈ હતી.

એક તરફ ‘શાન્ટી તરીકે ઓળખાતાં ટીનનાં મલ્ટિ સ્ટોરી પોળ જેવાં ઘરોની ટૂર ચાલતી હતી. આ ઘરોની ખાસિયત એ પણ છે કે અહીં પહેલા માળ પર અંદર પ્રવેશવાનો દરવાજો જ નથી, માત્ર ઉપર જવાની સીડી જ છે. અહીં એક જમાનામાં અવારનવાર આવતાં પ્ાૂરથી બચવા અહીં ઘરોનાં પ્રવેશદ્વાર સીધાં પહેલા, ક્યાંક તો છેક બીજા માળ પર હતાં. બીજી તરફ ‘એલ કામિનિતો’ નામની મુખ્ય ગલીમાં તો એવી ભીડ હતી કે કોઈ ભારતની બજારમાં પહોંચી ગયાં હોઇએ ત્ોવું લાગતું હતું. બંન્ો તરફ આઉટ ડોર કાફેઝ પણ ખીચોખીચ ભરેલાં હતાં. ટેન્ગો ડાન્સરો પારંપરિક પોશાકોમાં તમારી સાથે ફોટા પડાવવા માટે પાછળ પડતાં હતાં. આ ગલી તો ૧૮૦૦ના સમયથી છે, પણ ત્ોમાં રંગો પ્ાૂરવાનું કામ તો ૧૯૬૦માં બ્ોનિટો માર્ટેન નામે એક આર્ટિસ્ટના ગ્રૂપ સાથે શરૂ થયું હતું. આર્જેન્ટિનાનું આર્ટ માત્ર કેનવાસમાં પુરાયેલું નથી. અહીં કલાકારોએ ઘરો રંગીન્ો આખો જોવાલાયક વિસ્તાર સર્જી દીધો છે. લા બોકા કોઈ ઓપન એર કલ્ચરલ મ્યુઝિયમ જેવું જ છે.

રંગો અન્ો ટેન્ગો વચ્ચે ફૂટબોલન્ો ભૂલી શકાય ત્ોમ નથી. અહીં લગભગ દર બીજી દીવાલ પર મેસી કે મારાડોનાનું મ્યુરલ હતું. ક્યાંક મેસીન્ો પપ્ોટ તો ક્યાંક સ્ટેચ્યુઝ, લા બોકામાં જ્યાં નજર પડે ત્યાં મેસી દેખાઈ જ જતો. લા બોકામાં હજી અડધા કલાકમાં તો કલ્ચરનો આવર ડોઝ થઈ ગયો હતો. હવે ભૂખ લાગી હતી, ક્રિસ્ો સ્ાૂચવેલા ‘ચોરી-પાન’ના ઠેલા પર લાંબી લાઇન હતી. લા બોકામાં હજી અડધો કલાક બાકી હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને?