વેપાર

નવા વર્ષમાં મોંઘવારીનો મારઃ ‘ચા’ પીવાનું મોંઘું થઈ શકે

નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆતમાં મોંઘવારીનો માર સહેવા તૈયાર રહેજો. શિયાળાની ઋતુમાં જ હૂંફ આપનાર ચાની ચૂસકી મોંઘી પડે તેવા સંકેતો છે. આગામી દિવસોમાં ચા પત્તીના ભાવમાં વધારો થાય તેવી સંભાવના છે. હવામાનની બગડતી પરિસ્થિતિ અને નિયત સમય પૂર્વે બગીચાઓ બંધ થવાને કારણે, આ વર્ષના અંત સુધીમાં ચાના કુલ ઉત્પાદનમાં 100 મિલિયન કિલોગ્રામથી વધુનો ઘટાડો થવાની અપેક્ષા છે.

1112 મિલિયન કિલોગ્રામ ચાનું ઉત્પાદન ચાના ઉત્પાદનમાં થયેલા ઘટાડાથી ચા પત્તીની કિંમતમાં ઘટાડો થવાની અપેક્ષા છે. ચા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ વાત કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે જાન્યુઆરી-ઓક્ટોબરના સમયગાળામાં દેશમાં લગભગ 1112 મિલિયન કિલોગ્રામ ચાનું ઉત્પાદન થયું હતું, જ્યારે 2023ના પ્રથમ 10 મહિનામાં લગભગ 1178 મિલિયન કિલોગ્રામ ચાનું ઉત્પાદન થયું હતું. જોકે 2024માં નિકાસ 24-25 કરોડ કિલોગ્રામ સુધી પહોંચવાની અપેક્ષા છે, જે ગયા વર્ષે આશરે 231 કરોડ કિલોગ્રામ હતી.

ઉત્પાદન ખર્ચમાં વધારો ભારતીય ચા સંઘના અધ્યક્ષ હેમંત બાંગરે કહ્યું કે વર્ષ 2024માં જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં ઉત્પાદનમાં લગભગ 66 મિલિયન કિલોગ્રામનો ઘટાડો થવાની અપેક્ષા છે. જ્યારે નવેમ્બરમાં ચાના બગીચા બંધ થવાને કારણે ઉત્પાદનમાં 45 થી 50 મિલિયન કિલોગ્રામનો વધુ ઘટાડો થશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ વર્ષે ચા ઉદ્યોગનું પ્રદર્શન સારું રહ્યું નથી. આ વર્ષે પ્રતિ કિલોગ્રામ ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે પરંતુ પાક ઉત્પાદન ઘણું ઘટ્યું છે. ઉત્પાદન ખર્ચની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો ન હતો અને મોટા ભાગનો ખર્ચ પૂર્વનિર્ધારિત હતો. 2023માં ઉદ્યોગ ખોટમાં ચાલી રહ્યો હતો, જો કે તે પાછલા વર્ષ કરતાં સારો છે, પરંતુ હજુ મંદીમાંથી બહાર આવ્યો નથી.

Also read: Year Ender 2024 : ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો ના સ્તરે, વર્ષ 2025માં સુધારાની આશા

આસામમાં ઉત્પાદકોને લાભ, બંગાળમાં નુકસાન તેમણે કહ્યું, આસામમાં ઉત્પાદકોને થોડો નફો મળી શકે છે, પરંતુ ઉત્તર બંગાળમાં ઉત્પાદકોને નુકસાન રહેશે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉત્પાદન 11-12 કરોડ કિલોગ્રામનો ઘટાડો થાય તેવી ધારણા છે. ટી રિસર્ચ એસોસિએશન (TRA)એ આબોહવા પરિવર્તન અને હવામાનની બગડતી પરિસ્થિતિને કારણે પાકના ઉત્પાદનને અસર થઈ રહી હોવાનો દાવો કરતાં કહ્યું કે તેણે ઉદ્યોગને જમીનની ગુણવત્તા વધારવા, વરસાદી પાણીના સંગ્રહ અને અન્ય પગલાં દ્વારા જળાશયો બનાવવાની સલાહ આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button