મનોરંજન

91 વર્ષના આશા ભોસલેએ તૌબા તૌબા ગીત પર કર્યું લાઇવ પરફોર્મ, વીડિયો વાયરલ

બોલિવૂડના લોકપ્રિય અને દિગ્ગજ ગાયિકા આશા ભોસલે 91 વર્ષના છે, પણ આ ઉંમરે પણ તેમનો જુસ્સો, ગીત ગાવાનો, લાઇવ પરફોર્મ કરવાનો શોખ અકબંધ છે. તેમના અવાજનો જાદુ બધા જાણે છે ઓ સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં છે, પરંતુ હવે તે એક અલગ કારણથી ફેન્સમાં ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં જ તેમણે આશા ભોંસલેએ પોતાના અવાજથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આશા ભોંસલે તેમની ઉર્જા અને શાનદાર લાઇવ પર્ફોર્મન્સથી આજના ગાયકોને પણ પાછળ છોડી રહ્યા છે. પીઢ ગાયિકાએ તાજેતરમાં દુબઈમાં એક કોન્સર્ટમાં ભાગ લીધો હતો. આ શો દરમિયાન તેમણે કરણ ઔજલાનું ગીત ‘તૌબા તૌબા’ ગાઇને દર્શકોને ખુશ કરી દીધા હતા.

આ કોન્સર્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ યુઝર્સ આશાજીની હિંમત અને પરફોર્મન્સના વખાણ કરી રહ્યા છે. આશા ભોંસલેએ એક પણ બીટ છોડ્યા વિના ગીતનું હૂક સ્ટેપ કર્યું હતું.

આશા ભોંસલેના લાઈવ પરફોર્મન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ ફિલ્મ ‘બેડ ન્યૂઝ’નું ગીત ‘તૌબા-તૌબા..’ ગાઈ રહ્યા છે. તેમણે ગીત ગાતા સમયે ગીતના લોકપ્રિય ડાન્સ સ્ટેપ્સ પણ કર્યા હતા. આ ગીત કરણ ઔજલાએ ગાયું છે અને ફિલ્મમાં અભિનેતા વિકી કૌશલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તૌબા-તૌબા ગીત એ વર્ષના સૌથી હિટ ડાન્સ સોંગમાનું એક છે. 91 વર્ષની જૈફ વયના સિંગર આશાજીને લાઈવ પરફોર્મ કરતા જોવું તેમના ફેન્સ માટે કોઈ ટ્રીટથી કમ નથી. વીડિયોમાં આશાજી સફેદ સાડીમાં જોવા મળી રહ્યા છે. આશા ભોંસલેને આટલી ઉર્જા સાથે પરફોર્મ કરતી જોઈને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમને એક અજોડ ગાયક તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : આ બોલિવૂડ સ્ટાર ઐશ્વર્યા રાયને અમિતાભ બચ્ચનની યાદ અપાવે છે. જાણો કોણ છે આ સ્ટાર

કરણ ઔજલાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આશા ભોંસલે માટે એક નોટ શેર કરી છે. સિંગરે લખ્યું છે કે- ‘સંગીતની દેવી આશા ભોસલેજીએ હમણાં જ તૌબા-તૌબા ગીત ગાયું છે. આ ગીત એક નાનકડા ગામમાં ઉછરેલા બાળક દ્વારા લખવામાં આવ્યું છે, જેની પાસે સંગીતની કોઈ પૃષ્ઠભૂમિ નથી અને તે સંગીતનાં સાધનોને સમજી શકતો નથી. આ ગીત એક એવા વ્યક્તિ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે જે કોઈ પણ વાદ્ય વગાડવાનું જાણતો નથી. આ ગીતને માત્ર ચાહકોમાં જ નહીં પરંતુ સંગીત કલાકારોમાં પણ ઘણો પ્રેમ અને ઓળખ મળી છે, પરંતુ આ ક્ષણ મારા માટે ખરેખર ખાસ છે અને હું તેને ક્યારેય ભૂલીશ નહીં. હું ખરેખર આભારી છું.

આશા ભોંસલે 1940 થી ગાયિકીના ક્ષેત્રમાં સક્રિય છે. તેમનો અવાજ 1946 દરમિયાન ફિલ્મોમાં સાંભળવા મળ્યો હતો. આટલા વર્ષો ગાયકીને સમર્પિત કરનાર આશાએ ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. આશાજીએ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકેમાં પણ પરફોર્મન્સ આપ્યું છે. આશા ભોસલે આ ઉંમરે પણ પોતાના દર્શકોનું મનોરંજન કરવામાં વ્યસ્ત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button