આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદૠતુ), શનિવાર, તા. ૧૪-૧૦-૨૦૨૩,
સર્વપિત્રી – દર્શ અમાવસ્યા, પૂનમ – અમાસનું શ્રાદ્ધ
ભારતીય દિનાંક ૨૨, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૩૦
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૩૦
પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૩૦મો અનેરાન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૮મો જમીઆદ, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૮મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૩૦મો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર હસ્ત સાંજે ક. ૧૬-૨૩ સુધી, પછી ચિત્રા.
ચંદ્ર ક્ધયામાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૨૦ સુધી (તા. ૧૫મી) પછી તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૫ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૪ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૧૧-૩૭, મધ્ય રાત્રે ક. ૦૦-૦૪
ઓટ: સાંજે ક. ૧૭-૩૮, મધ્યરાત્રે ક. ૦૫-૫૨ (તા. ૧૪)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – અમાવસ્યા. સર્વપિત્રી – દર્શ અમાવસ્યા, પૂનમ – અમાસનું શ્રાદ્ધ, મહાલય સમાપ્ત, અન્વાધાન, કંકણાકૃતિ સૂર્યગ્રહણ (ભારતમાં નહીં દેખાય). સૂર્ય મહાનક્ષત્ર ચિત્રા, વાહન ઉંદર.
મુહૂર્ત વિશેષ: શનિવારની અમાસ અને શ્રાદ્ધ પક્ષનો સમાપ્તિનો દિવસ એ તીર્થ શ્રાદ્ધ માટે અત્યંત મહિમાવંત છે. સૂર્ય-ઋષિ, વિષ્ણુ તર્પણ, ત્રિપીંડી શ્રાદ્ધ, પ્રાયશ્ર્ચિત સ્નાન, નારાયણ, નાગબલિ ઈત્યાદિ સંગમ નદી તીર્થમાં શ્રાદ્ધ માટે મહિમાવંત છે. આજ રોજ હનુમાન ચાલીસા પાઠ, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર વાંચન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, જુઈ વાવવી.
શ્રાદ્ધ પર્વ: પૂનમ, અમાસ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજ રોજ કરવું તથા ભુલાઈ ગયેલ તિથિ શ્રાદ્ધ, જેની તિથિ પ્રાપ્ત નથી તથા શ્રાદ્ધ પર્વમાં ન થયેલ શ્રાદ્ધ આજ રોજ કરવું. અમાસનું શ્રાદ્ધ સર્વપિતૃઓ માટે શ્રેષ્ઠ છે. સુખી થવા માટે શ્રાદ્ધ બ્રાહ્મણ દ્વારા સવિસ્તર યોગ્ય દક્ષિણા સહિત, દાન સહિત અવશ્ય કરવું. આજ રોજ તીર્થમાં પ્રાયશ્ર્ચિત સ્નાન કરવું, સ્નાન સમયે સૂર્ય, ઋષિ, પિતૃતર્પણ કરવું. સાધુ-સંતો, બ્રાહ્મણોને ભોજનનો મહિમા છે.
આચમન: ચંદ્ર-બુધ યુતિ ચપળ મન, ચંદ્ર-સૂર્ય યુતિ મોટા માણસોથી સહાય પ્રાપ્ત થાય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ યુતિ, ચંદ્ર-સૂર્ય યુતિ (ભાદ્રપદ અમાસ યોગ),
ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-તુલા, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.