ધર્મતેજ

નિયંત્રિત મન


ગીતા મહિમા -સારંગપ્રીત

ભગવાન કૃષ્ણ મનના નિયંત્રણ ઉપર ભાર મૂકે છે. ભગવાન કહે છે- પણ: ઇંરૃરુટ (15/7), ભગવાનની કૃપાથી આત્મા, મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે.

એકવાર એક કુંભાર માટીમાંથી ચલમ બનાવી રહ્યો હતો. તે પૂર્ણ થવાના આરે જ હતી ત્યાં એક સંતે આવી કહ્યું કે ‘સજ્જન! આ ચલમથી કેટલાયનું જીવન ફૂંકાઈ જશે. એવા પૈસાથી તને શું લાભ?’ કુંભકારે કહ્યું, ‘પણ હું બીજું શું કરુ?’ સંતે સૂચવ્યું, ‘તમે જગ બનાવો. આ માટી જ્યાં જશે ત્યાં સૌને શાતા આપશે ને તમે પૈસાની સાથે સાથે ખ્યાતિ, પુણ્ય પણ કમાશો.’ સંતના વચનથી વિચારીને જ્યારે કુંભકારે ચલમના આકારે તૈયાર થયેલ માટીના પિંડને તોડી નાખ્યો ને એમાંથી જ પુન: જગનું નિર્માણ શરૂ કર્યું ત્યારે માટીએ પૂછ્યું ‘આ શું કરે છે?’ કુંભકારે ખરેખર, આ બોધપ્રદ વાર્તાની જેમ આપણા જીવનમાં ‘વિચારો’ એ માટીની જેમ હોય છે જો ચલમનો આકાર લે તો વિનાશ ને જગનો આકાર લે તો વિકાસ સર્જે છે, પરંતુ આ વિચારોનું પણ મૂળ શું? એ છે આપણું મન. એક અનિયંત્રિત ‘મન’ ને બીજુ નિયંત્રિત ‘મન’ કહ્યું, બસ, મારો વિચાર બદલ્યો. તને જગમાં બદલું છું.’ માટીએ કહ્યું તારા આ વિચારે મારી તો જિંદગી બદલી દીધી. આભાર!’

અમેરિકન ખ્યાત લેખક ‘ચાર્લ્સ આર. સ્વિંડોલ’ કહે છે કે ’કશરય શત 10% ૂવફિં વફાાયક્ષત જ્ઞિં ુજ્ઞી ફક્ષમ 90% વજ્ઞૂ ુજ્ઞી યિફભિં જ્ઞિં શિ એટલે કે ‘જીવનમાં જે કાંઈ ઘટના ઘટે એ માત્ર 10 ટકા છે ક્ધિતુ તમે એને કંઈ રીતે વિચારો છો એનાં આધારે 90 ટકા રહેલા છે.’ માટે જો મન નિયંત્રિત હોય તો દુ:ખમાં પણ સારા વિચારોના સર્જનથી માણસ સુખી રહેશે અન્યથા અનિયંત્રિત વ્યક્તિ સુખ-સુવિધામાં પણ દુ:ખી જ રહેશે.

મહાભારતમાં દુર્યોધન જણાવે છે કે ‘હું ધર્મ જાણું છું પરંતુ આચરી શકતો નથી ને અધર્મ પણ જાણું છું પરંતુ છોડી શક્તો નથી.’ અર્થાત પોતે અંતર્દૃષ્ટિ કરે છે તેથી તેને તેની ભૂલ ખબર છે. પરંતુ એ કહે છે- ‘અંદરથી કોઈ જેમ મને આદેશ આપે છે એમ હું કરુ છું.’ (આમાં મારી શું ભૂલ?). એટલે કે દુર્યોધન મન દ્વારા નિયંત્રિત છે. બીજી બાજુ અર્જુન નિયંત્રિત મનની શક્તિ જાણે છે એટલે ભગવાન કૃષ્ણને પૂછે છે- ખજ્ખર્બૈ રુવ પણ: ઇૈંશ્રઞ! પ્પળરુઠ રૂબમડ્ર ત્તઝપ્ર।’ ‘હે ભગવાન ! આ મારું મન બહુ અનિયંત્રિત છે, ચંચળ છે. તેને નિયંત્રણમાં લાવવા માટે શું કરું?’

‘બન્ને પાત્રો મન અનિયંત્રિત છે’ એ સ્વીકારે છે. પરંતુ એક બાજુ દુર્યોધને એને જ પોતાનું પ્રારબ્ધ કે જીવન માની અપનાવી લીધું છે તો બીજી બાજુ અર્જુને અંતર્દૃષ્ટિ સાથે ભગવાનનાં બળે મનને નિયંત્રિત કરવાનો પૂર્ણ વિવેક દાખવ્યો છે, પુરુષાર્થ કર્યો છે. બંને દૃષ્ટિકોણનાં પરિણામ સૌ કોઈ જાણે છે. આપણા મનરૂપી કુરુક્ષેત્રમાં પણ પ્રતિદિન સંગ્રામ રમાય છે. ત્યાં જે અર્જુનની જેમ મન પર નિયંત્રણ રાખવા ધારી લે છે ને ભગવાનનું બળ લે છે એનો દિગ્વિજય સુનિશ્ર્ચિત છે.

Also read:નિષ્કુળા નંદનં સ્વા મી : વૈરાવૈરાગ્યભા વ ને ભક્તિ તત્ત્વના તર્કપૂતપૂ ઉદ્ગાતા

અને સામે પક્ષે દુર્યોધન સમા અનિયંત્રિત મનનો ઘોર અપકીર્તિસ્પદ પરાજય પણ નક્કી છે. ભગવાન સ્વામિનારાયણના અષ્ટ સંત કવિ પૈકી વૈરાગ્યમૂર્તિ શ્રીનિષ્કુળાનંદ સ્વામીએ મનને નિયંત્રિત ‘મન’ કરવા માટે જ એક ગ્રન્થ લખ્યો છે- ‘મનગંજન’. તેમાં ‘નિજ મન’ તથા ‘પરતક મન’ કહી મનની સાઈકોલોજી દર્શાવી છે, જેમાં મનોવિજયનો શ્રેષ્ઠ તથા સરળ ઉપાય સ્વાનુભવના આધારે બતાવ્યો છે. તેમાં તેઓ કહે છે કે, કોટિ ઉપાય જો કરતાં, જીત્યો મન નવ જાય; જીતે તે જન જક્તમાં, જેહને સદ્ગુરુ સહાય… પ્રભુ તણા પ્રતાપથી, મનનું કાઢ્યું મૂળ; સહજાનંદની સહાયથી, નિજે કર્યો નિષ્કુળ.. અહીં ભક્ત કવિ સમજાવે છે કે મનને નિયંત્રણમાં લાવવા ભગવાનની શક્તિની જરૂર પડે. હા, મનને દુનિયાનો નહીં પણ ભગવાનનો રંગ લાગે તો જ તે પૂર્ણ નિયંત્રણમાં આવી શકે. આપણી દુનિયા પંચ વિષયોના રંગોથી ભરેલી છે, પરંતુ આ રાગ-રંગોને છોડીને જો મન ભગવાન તરફ ઢળે તો મનોજિત થવાય. જેમ કોઈ રેખાચિત્રમાં જેમ જેમ રંગો ભરાય અને તે કૃતિ વધુ નિખરીને બહાર આવે છે. તેમ માણસના મનમાં પણ જેમ જેમ અધ્યાત્મ અને ભક્તિના રંગો ભરાય તો વ્યક્તિત્વ નિખાર પામે છે. તો ચાલો, મનને નિયંત્રિત કરીને ‘મન હોય તો માળવે જવાય’ જેવી કહેવતો સાર્થક કરીએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button