મુંબઈ : ભારતીય શેરબજારમાં(Stock Market) વર્ષના અંતે મંદીની અસર જોવા મળી રહી છે. જેમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે બજાર ઘટાડા સાથે ખૂલ્યું હતું અને કારોબાર ફ્લેટ રહ્યો છે. પ્રારંભિક વલણમાં સેન્સેકસ 80.07 પોઈન્ટ ઘટીને 78,619.00 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 28.40 પોઈન્ટના ઘટાડા સાથે 23,785.00 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. ભારતીય બજારમાં ઘટાડો વૈશ્વિક બજારોમાં નબળાઈને કારણે છે. શુક્રવારે અમેરિકન માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર આજે ભારતીય બજારમાં જોવા મળી રહી છે. વર્ષના અંત સુધીમાં વિદેશી રોકાણકારોની ઓછી ભાગીદારીને કારણે બજાર રેન્જ બાઉન્ડ રહેવાની ધારણા છે.
સેન્સેકસના શેરોમાં વધારો -ઘટાડો
સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં ઇન્ફોસિસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ, ટાઇટન, પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા, કોટક મહિન્દ્રા બેંક અને ટાટા મોટર્સના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. અદાણી પોર્ટ્સ, ઝોમેટો, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઈટીસીના શેરમાં વધારો થયો હતો.
આ પણ વાંચો…Punjab Farmers Protest Effect of Bandh seen 163 trains cancelled 200 road blocks
આજના મુખ્ય વૈશ્વિક સંકેતો
શુક્રવારે વોલ સ્ટ્રીટમાં થયેલા નુકસાનને પગલે સોમવારે એશિયન બજારો નીચા હતા. જાપાનની બહાર એશિયા-પેસિફિક શેરનો MSCIનો વ્યાપક સૂચકાંક 0.2 ટકા ઘટ્યો હતો. જાપાનનો નિક્કી 225 0.21 ટકા ઘટ્યો, જ્યારે ટોપિક્સ ફ્લેટલાઇનની આસપાસ ટ્રેડ થયો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.3 ટકા ઘટ્યો, જ્યારે કોસ્ડેક 0.41 ટકા ઘટ્યો હતો.