IPL 2024

IND VS PAK: બોલો, વર્લ્ડ કપની વન-ડે મેચમાં ભારતનો આ રેકોર્ડ રહેશે અકબંધ?

અમદાવાદ: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારત પાકિસ્તાનની મેચ બ્લોકબસ્ટર સાબિત થશે, જેમાં બંને ટીમ વચ્ચે 2012 પછી વનડે મેચ રમાડવામાં આવશે. એશિયા કપ અથવા આઈસીસી ઈવેન્ટસમાં બંને દેશના ખેલાડીઓ આમનેસામને રમ્યા છે. પાકિસ્તાને વનડે અને ટેસ્ટ મેચમાં ભારત સામે વધુ મેચ જીત્યું છે. ટવેન્ટી-ટવેન્ટીમાં ભારતનું પલ્લું ભારે રહ્યું છે. ક્રિકેટ ઈતિહાસમાં બંને ટીમના ખેલાડીઓએ પણ અનેક રેકોર્ડ બનાવ્યા છે, જેમાં ભારતીય ટીમના રેકોર્ડ તોડવાનું પાકિસ્તાન માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે.

આ બધાથી અલગ વાત એ છે કે પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભારત સામે જીતી શક્યું નથી, જેમાં ભારતનો દબદબો અકબંધ છે. ભારતે પાકિસ્તાન સામે ટવેન્ટી-ટવેન્ટી અને વનડે વર્લ્ડ કપમાં 13-1 (સુપરઓવરની જીત સાથે)નો રેકોર્ડ છે. પાકિસ્તાને ભલે 2021ના ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપમાં 10 વિકેટથી જીત્યું હતું, જેમાં ભારતની સતત 12 વખત જીતનો રેકોર્ડ તોડ્યો હતો, પરંતુ એના માટે 29 વર્ષ રાહ જોવી પડી હતી.

વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાડવામાં આવશે. ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપમાં સતત આઠમી જીત માટે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમે વન-ડે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

વન-ડે વર્લ્ડકપમાં બંને ટીમો પ્રથમવાર 1992માં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ટકરાઇ હતી. ત્યારપછી બંને ટીમો સાત વખત સામ સામે ટકરાઇ ચૂકી છે અને દરેક વખતે ટીમ ઈન્ડિયાની જીત થઈ છે. આ પછી 1996, 1999, 2003, 2011, 2015 અને 2019ના વર્લ્ડ કપમાં બંને ટીમો સામસામે આવી હતી અને તમામ મેચમાં ભારતનો વિજય થયો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે ફોર્મેટમાં અત્યાર સુધીમાં 134 મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માત્ર 56 મેચ જીતી શકી છે, જ્યારે પાકિસ્તાને 73 મેચ જીતી છે. દરમિયાન પાંચ મેચમાં કોઈ પરિણામ આવ્યું નહોતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…