નેશનલ

બિહારમાં BPSC વિરુદ્ધ વિદ્યાર્થીઓનો વિરોધ યથાવતઃ વિપક્ષ નેતા પ્રશાંત કિશોરે ઝંપલાવ્યું

પટણાઃ બિહારમાં બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) સામે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન યથાવત છે. આજે સાંજે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ તેમની માંગણીઓ સાથે મક્કમ રહીને મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નિવાસસ્થાન સુધી કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે વિદ્યાર્થીઓને કૂચ કરે તે પહેલા જ તેમને અટકાવ્યા હતા. વિદ્યાર્થીઓને મુખ્ય પ્રધાનના આવાસ સુધી ન પહોંચે તે માટે પોલીસે રસ્તા પર બેરિકેડ્સ લગાવી દીધા છે. પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે પોલીસ પ્રશાસન દ્વારા બળપ્રયોગ સાથે લાઠીચાર્જ કર્યો હતો.

ઉમેદવારોની સીએમના આવાસ સુધી કૂચ
BPSCની પરીક્ષા સામે પટણામાં છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. રવિવારે વિપક્ષના નેતા પ્રશાંત કિશોર પણ વિદ્યાર્થીઓને સમર્થન આપવા પહોંચ્યા હતા. BPSC પરીક્ષામાં ગેરરીતિ સામે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. પ્રશાંત કિશોરે ઉમેદવારો સાથે ગાંધી મેદાનથી મુખ્ય પ્રધાન આવાસ સુધી કૂચ શરૂ કરી હતી, પરંતુ પોલીસે તેમને અધવચ્ચે બેરિકેડ્સ લગાવીને અટકાવ્યા હતા.

આ પણ વાંચો : બિહારમાં ‘ઈશ્વર અલ્લાહ’ ભજન મુદ્દે બબાલ, લાલુ પ્રસાદે ભાજપના લીધા ક્લાસ

વિદ્યાર્થીઓ તોડી નાખ્યા બેરિકેડ્સ
હજારો વિદ્યાર્થીઓ ગાંધી મેદાનથી મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન તરફ આગળ વધી રહ્યા છે. વિદ્યાર્થીઓને રોકવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને વિવિધ સ્થળોએ બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે. દરમિયાન વિદ્યાર્થીઓએ ગાંધી મેદાન પાસે લગાવેલ બેરિકેડીંગ તોડીને હવે આગળ વધ્યા હતા. તેના થોડા જ અંતરે વધુ એક બેરિકેડિંગ બનાવવામાં આવ્યું હતું અને ત્યાં વિદ્યાર્થીઓને રોકવામાં આવ્યા હતા.

BPSC સામે વિદ્યાર્થીઓમાં રોષ
બિહારમાં છેલ્લા ઘણા દિવસોથી BPSCને લઈને વિદ્યાર્થીઓમાં રોષ છે અને ઉમેદવારો સતત વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે BPSC દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ગેરરીતિ થઈ છે, આથી તે પરીક્ષા રદ થવી જોઈએ. વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે BPSC દ્વારા કહેવામાં આવ્યું હતું કે પરીક્ષાનું પેપર લીક થયું નથી. 25 ડિસેમ્બરે વિદ્યાર્થીઓનો વિરોધ ચાલુ રહ્યો, જેને રોકવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button