આમચી મુંબઈ

મુંબઈના દરિયામાં ફરી અકસ્માતઃ માછીમારોની બોટ સાથે શિપ ટકરાઈ

મુંબઈઃ મુંબઈ નજીક દરિયામાં વધુ એક બોટ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માછીમારોની બોટ માલવાહક જહાજ સાથે અથડાઈ હતી. જો કે હાલ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી. શનિવારે મોડી રાત્રે માછીમારોની એક બોટ ચીનના CALL SING BTSJ FLAG CHA કાર્ગો શિપ સાથે અથડાઈ હતી અને આ અકસ્માત રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ થયો હતો.

માલવાહક જહાજ સાથે અથડાયા બાદ માછીમારોની બોટ દરિયામાં ડૂબવા લાગી હતી. માછીમારોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ડૂબતી બોટને બચાવવા માટે નજીકમાં હાજર માછીમારોની બોટ ધસી ગઈ હતી. આ ઘટનાની માહિતી મળતા જ નેવી અને કોસ્ટ ગાર્ડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યાર બાદ રાહત અને બચાવ કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : GOOD NEWS: નવી મુંબઈ એરપોર્ટ પર સૌપ્રથમ કમર્શિયલ પ્લેનનું પહેલું ઉતરાણ, જાણો ક્યારે થઈ શકે ઉદ્ધાટન?

સત્તાવાર માહિતી અનુસાર નેવી અને કોસ્ટ ગાર્ડની ટીમો ડૂબતી બોટના માછીમારોને મદદ કરવા ગઈકાલ રાતથી કામ કરી રહી છે. આ લખાય છે ત્યાં સુધી આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાની માહિતી નથી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ૧૮ ડિસેમ્બરે નેવીની બોટ મુંબઈના દરિયાકાંઠે પેસેન્જર બોટ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ૧૪ લોકોના મોત થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button