નેશનલ

Mahakumbh: 45 દિવસના કુંભમાં આવશે 40 કરોડ શ્રદ્ધાળુ, સુરક્ષા વ્યવસ્થાની A2Z જાણો?

લખનઉ: આગામી 13 જાન્યુઆરીથી પ્રારંભ થનાર પ્રયાગરાજમાં મહાકુંભ 2025 માટે ઉત્તરપ્રદેશ સરકાર તડામાર તૈયારીઓ કરી રહી છે. આ મેળામાં સમગ્ર વિશ્વમાંથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુ ઉમટે તેવી અપેક્ષા છે.

13મી જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ 45 દિવસના ઉત્સવમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને આધ્યાત્મિક પરંપરાઓ પ્રદર્શિત કરવામાં આવશે. ચાલો જાણીએ આ માટે સરકારે શું શું તૈયારીઓ કરી એની એટુઝેડ જાણીએ.

સુરક્ષા વ્યવસ્થાની શું છે તૈયારીઓ?

પ્રયાગરાજમાં મહાકુંભ 2025 માટે અદ્યતન દેખરેખની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળાના મુખ્ય સ્થળોએ 340થી વધુ નિષ્ણાતો સાથે AI-સંચાલિત ક્રાઉડ ડેન્સિટી મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળાની હવાઈ દેખરેખ માટે હજારો સીસીટીવી કેમેરા અને ડ્રોનને તૈનાત કરવામાં આવ્યા છે.

આપણ વાંચો: Mahakumbh 2025 : પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ વચ્ચે મોટો અકસ્માત, આઠ કામદાર ઘાયલ

મેળામાં આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે એન્ટ્રી ગેટ પર ચહેરાની ઓળખ તકનીકનાં સાધનો તૈનાત કરવામાં આવ્યા છે. મેળાની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને અર્ધસૈનિક દળો સહિત 50,000થી વધુ જવાનો તૈનાત રહેશે.

ફાયર સેફ્ટી માટે પણ વ્યવસ્થા

કુંભમેળાની અંદર કોઇ અણબનાવ બને તો તેને પહોંચી વળવા માટે 35 મીટર ઊંચી, 30 મીટર પહોળી આગને પહોંચી વળવા માટે સક્ષમ ચાર આર્ટિક્યુલેટિંગ વોટર ટાવર્સને તૈનાત કરવામાં આવ્યા છે.

ફાયર સેફ્ટીના પગલાં માટે ₹131 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે. આગની ઘટનાઓને રોકવા અને સલામતી વધારવા માટે એડબલ્યુટી વીડિયો અને થર્મલ ઇમેજિંગ સિસ્ટમ સહિતની અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે.

આપણ વાંચો: Maha Kumbh Mela 2025: મહાકુંભ મેળાની નકલી વેબસાઈટ બનાવી બુકિંગના નામે છેતરપિંડી કરનારા ચાર લોકોની ધરપકડ

અંડરવોટર ડ્રોનની પણ સુવિધા

પ્રથમ વખત 100 મીટર સુધી ડાઇવિંગ કરવામાં સક્ષમ અંડરવોટર ડ્રોન સંગમ વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક સર્વેલન્સ પૂરું પાડશે. આજકાલ સાયબર ક્રાઇમની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે.

તે માટે મેળાની અંદર સાયબર સિક્યુરિટીને અનુલક્ષીને 56 સાયબર વોરિયર્સની ટીમ ઓનલાઇન ખતરા પર નજર રાખશે. તમામ પોલીસ સ્ટેશનોમાં સાયબર હેલ્પ ડેસ્ક બનાવ્યા છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ બન્યું છે સજ્જ

સલામતી અને આપત્તિનાં વ્યવસ્થાપન માટે અત્યાધુનિક મલ્ટિ-ડિઝાસ્ટર રિસ્પોન્સ વ્હિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે કુદરતી આપત્તિઓથી લઈને માર્ગ અકસ્માતો સુધીની પરિસ્થિતિઓને સંભાળવામાં સક્ષમ છે, તેમાં દસથી 20 ટોનની ક્ષમતા ધરાવતી એક લિફ્ટિંગ બેગનો સમાવેશ થાય છે, જે કાટમાળ નીચે દબાયેલી વ્યક્તિઓને બચાવી શકે છે, અને 1.5 ટોન સુધીના વજનવાળા ભારે પદાર્થોને ઊંચકવા અને ખસેડવા માટે વિશિષ્ટ મશીનોનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button