આમચી મુંબઈ

મુંબઈ-નાશિક હાવે પર અકસ્માતમાં બે જખમી: કલાકો સુધી ટ્રાફિક જામ

થાણે: મુંબઈ-નાશિક હાઈવે પર થાણે નજીક બે ભારે વાહનો ટકરાતાં થયેલા અકસ્માતમાં બે જણ ઘવાયા હતા. આ ઘટનાને કારણે હાઈવે અને તેને જોડતા માર્ગો પરના વાહનવ્યવહારને કલાકો સુધી અસર થઈ હતી.

ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે ઘટના રવિવારની સવારે 7.30 વાગ્યે બની હતી. સિમેન્ટ બલ્કર આગળ જઈ રહેલી ટ્રક સાથે ભટકાયું હતું, જેને પગલે બે જણ ગંભીર રીતે ઘવાયા હતા. આ ઘટનામાં બન્ને વાહનને ઘણું નુકસાન થયું હતું.

આ પણ વાંચો: મુંબઈના મેટ્રો સહિતના આ પ્રોજેક્ટને મળશે વેગઃ ટ્રાફિક પોલિસનું ક્લિયરન્સ

અકસ્માતમાં જખમી થયેલાઓની ઓળખ મૂકેશ યાદવ (30) અને પંકજ (25) તરીકે થઈ હતી. બન્ને સિમેન્ટ મિક્સર ટ્રકના ડ્રાઈવર અને હેલ્પર હોવાનું પોલીસે જણાવ્યું હતું. સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

બનાવની જાણ થતાં પોલીસ અને ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બન્ને વાહનને રસ્તાને કિનારે ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માતને કારણે લગભગ બેથી ત્રણ કલાક સુધી અમુક કિલોમીટર સુધી વાહનોની લાઈન લાગી હતી. વાહનો ખસેડાયા બાદ વાહનવ્યવહાર પૂર્વવત્ કરી શકાયો હતો.

અકસ્માત થવા પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. જોકે પ્રથમદર્શી સિમેન્ટ મિક્સર ટ્રકના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવવાને કારણે ઘટના બની હોવાનું માનવામાં આવે છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button