સુરતમાં પતિ બન્યો હેવાનઃ દીકરીઓની સામે પત્નીની કરી ઘાતકી હત્યા
સુરત: સુરતનાં સરથાણામાં એક યુવકે પરિવારના ચાર સભ્યો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને તેના પત્ની અને પુત્રીનાં કરુણ મોતની ઘટનાને 48 કલાકમાં જ વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં પતિએ પત્નીની ચપ્પુ વડે ગળું કાપીને ઘાતકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
સુરતનાં ગોડાદરા વિસ્તારનો બનાવ
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતનાં ગોડાદરા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા દેવદગામની સન્ડે લગુન હાઈટ્સમાં ગત મોડીરાત્રે સૂતેલી પત્નીનું પતિ દ્વારા ચપ્પુથી ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. આ સમયે રૂમમાં સૂતેલી તેમની દીકરી ઊંઘમાંથી ઊઠી જતાં માતાનું ગળું કપાયેલું જોઈને ચીસો પાડવાં લાગી હતી આથી પરિવારનાં સભ્યો દ્વારા મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આપણ વાંચો: હૉસ્પિટલના સિક્યોરિટી ગાર્ડની હત્યા પ્રકરણે એકાઉન્ટન્ટની ધરપકડ…
બંને પુત્રીની સામે જ હત્યા
હાલ મળતી વિગતો અનુસાર રાતે મૃતક નમ્રતાબેન અને તેમના પતી જયસુખભાઈને કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. જેમાં ઉગ્ર બનીને જયસુખભાઈએ ચપ્પુ વડે નમ્રતાબેનનાં ગળા પર જીવલેણ ઘા કર્યા હતા.
રૂમમાં બંને દીકરીઓ સૂતી હતી ત્યારે પિતાએ માતાની હત્યા કરી હતી, અને ત્યારે મોટી દીકરી ઊંઘમાંથી જાગી જતાં માતાને લોહીલુહાણ જોતા બૂમાબૂમ કરી મૂકી હતી અને બાદમાં તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીની કરી ધરપકડ
આપણ વાંચો: સરપંચની હત્યા બીડમાં જોરદાર વિરોધ, મહાયુતિના વિધાનસભ્યોએ પણ ધનંજય મુંડેની હકાલપટ્ટીની માંગ કરી
બનાવની તાત્કાલિક ગોડાદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ઘોડાદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ તો નમ્રતાબેનના મૃતદેહને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
આ સાથે જ નમ્રતાબેનના પિયરના સભ્યોને પણ જાણ કરવામાં આવી છે અને તેઓ વતનથી સુરત પહોંચી રહ્યા છે. આરોપીને દારૂનું વ્યસન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલ ગોડાદરા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપી પતિની અટકાયત કરી છે, વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.