Viral Video: Aradhya Bachchanનું અંગ્રેજી સાંભળીને ફેન્સે કહ્યું કે ભાઈ આના માટે તો…
મમ્મી ઐશ્વર્યા રાય- બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને પપ્પા અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ની જેમ જ દીકરી આરાધ્યા બચ્ચન (Aradhya Bachchan) પણ સતત કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી જ હોય છે.
13 વર્ષની આરાધ્યા બચ્ચન સોશિયલ મીડિયા પર સતત છવાયેલી રહી છે અને તેની પોપ્યુલારિટી પણ કોઈ મોટા સ્ટાર્સથી જરાય નથી ઓછી ઉતરતી. આરાધ્યા નાની ઉંમરમાં જ એટલી પોપ્યુલર છે કે લોકોને પણ વધુને વધુ જાણવાની તાલાવેલી હોય છે.
સોશિયલ મીડિયા પર આરાધ્યાનો આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેને ફર્રાટેદાર અંગ્રેજી બોલતી સાંભળીને લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. આવો જોઈએ આખરે એવું તે શું બોલી રહી છે આરાધ્યા-
આપણ વાંચો: Abhishek Bachchanએ કેમ કહ્યું આરાધ્યા બચ્ચન બચ્ચન પરિવારનું નામ…
વાત જાણે એમ છે કે આરાધ્યાનો આ વાઈરલ થઈ રહેલો વીડિયો જૂનો છે અને તે પોતાના ખાસ અંદાજમાં જ લોકોને ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છા આપતી જોવા મળે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આરાધ્યા બચ્ચને લાલ કલરનો સુંદર ફ્રોક પહેર્યો છે અને તે પોતાના સ્વીટ અવાજ અને ફર્રાટેદાર અંગ્રેજીમાં લોકોને ક્રિસમસની શુભેચ્છા આપી રહી છે.
ની ઉંમરમાં આરાધ્યાનો આટલો કોન્ફિડન્સ જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે.
આ વીડિયો જોઈને યુઝર્સ આરાધ્યાના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે શું વાત છે યાર દિલ જીતી લીધું આ બાળકીએ. બીજા એક યુઝરે લખ્યું હતું વાહ, આટલી નાની ઉંમરમાં આટલો કોન્ફિડન્સ તો આગળ શું હશે? ત્રીજા યુઝરે લખ્યું હતું આખરે પૌત્રી કોની છે? આરાધ્યા બચ્ચનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. તમે પણ ના જોયો હોય તો અહીં જોઈ લો આરાધ્યાનો આ વાઈરલ વીડિયો-
આપણ વાંચો: તો શું ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા સાથે સંબંધ તોડ્યા બચ્ચન પરિવારે?
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ આરાધ્યા બચ્ચના સ્કુલમાં એન્યુઅલ ડે હતો અને એ સમયે પણ તેણે શાહરૂખ ખાનના દીકરા અબરામ ખાન સાથે પર્ફોર્મન્સ આપતી જોવા મળી હતી અને એ સમયે પણ તેનું પર્ફોર્મન્સ જોઈને યુઝર્સ અને ફેન્સ પણ એકદમ ચોંકી ઉઠ્યા હતા અને આરાધ્યાના વખાણ કરતાં થાકી નહોતા રહ્યા.