ટૅક વ્યૂહ: ફ્લેશબેકથી ફેક્ટચેક સુધી… સર્ચ કરવાની સ્માર્ટ ટેક્નિક
-વિરલ રાઠોડ
ગૂગલ સર્ચ ચોક્કસ કઈ સાલથી આપણા દૈનિક જીવનનું ડિજિટલ પાસું બની ગયું એ કોઈ કહી ન શકે. ટાંકણી બનાવતી કંપનીથી લઈને ટોપ ટેન સર્ચ સુધીની એક મસ્ત યાદી દર વર્ષે ગૂગલ બહાર પાડે છે. દેશ મુજબ આ યાદી અલગ અલગ હોય છે. એ યાદીમાં કેટલીક વસ્તુ સામાન્ય હોય છે, જેમ કે… કઈ ફિલ્મ સૌથી વધુ કમાણી કરી ગઈ. એ ફિલ્મ બોલિવૂડની છે કે હોલિવૂડની.
આ વર્ષે કેટલા ક્રિકેટર્સે પ્લેગ્રાઉન્ડને કાયમી અલવિદા કહ્યું. સ્કેમથી લઈને આવનારી સ્કિમ સુધીની નાનામાં નાની વિગત ગૂગલ પર પ્રાપ્ય છે. રસ્તો શોધવાથી લઈને રિસેપ્શન કાર્ડના કોન્ટેટ સુધી અહીં બધું જ સર્ચ થાય છે. આવા દરેક સર્ચ સાથેની કેટેગરી અલગ અલગ હોય છે, જે અલગ કરવાનું કામ ગૂગલનું ડેટા સાયન્સ કરે છે. કેટેગરી સર્ચ માટે તો ગૂગલ પાસે ટેક્નિક છે, પણ દરેક વ્યક્તિ શું એક જ શૈલીમાં સર્ચ કરે છે? આ સવાલનો જવાબ છે: ના.આમ છતાં, ઘણા એવા સામાન્ય માણસો પણ સ્માર્ટ ફોનના આગમન સાથે નાની એવી ટેક્નિકથી ચોક્કસ પરિણામ મેળવતા થઈ ગયા છે.
આવો, આ સામાન્ય લાગતી છતાં યુઝફૂલ-ઉપયોગી ટેક્નિકસ…શરૂઆત ગૂગલથી કરી છે તો આ જ ગાડીને આગળની ટ્રેક પર લઈ જઈએ. માની લો કે તમારે કોઈ ઈમેજ સર્ચ કરવી છે. સર્ચ એન્જિન પર ટુલ્સ અને ઓપ્શન પણ છે, પણ તમારે ઈમેજ ચોક્કસ સાઈઝની જ જોઈએ છે. એમાં પણ ક્રોપ (કટ) ન કરવું પડે એવું કરવું છે. બસ, કિ-વર્ડ લખો અને ઈંચ કે પિક્સલમાં એની સાઈઝ લખી દો.
જેમ કે, 1200 પિક્સલની ક્લેરિટીમાં દિલ્હીના લાલ કિલ્લાનો ફોટો જોઈએ છે તો સર્ચ કરો રેડ ફોર્ટ અથવા લાલ કિલા પછી 1200 પિક્સલ એવું લખી દો. બધા જ ફોટો એક જ સરખી લાઈટ અને રિઝોલ્યુશનના આવી જશે. ઈમેજ સર્ચ કરનારા ઘણા લોકો આવી ટેક્નિક વાપરે છે. સ્માર્ટ ફોનમાં થોડું આનું પરિણામ કસ્ટમાઈઝ આવશે, કારણ કે મોબાઈલમાં સપોર્ટ કરતાં રિઝોલ્યુશન અલગ રહેવાનાં. એ પછી આઈફોન કેમ ન હોય.
ટુરની મજા માણ્યા બાદ જે તે લોકેશન પર તમે પણ જે તે લેન્ડમાર્ક કે નેચરના ફોટો ક્લિક કર્યા હશે. એ વહેલી સવારના હશે, બપોરના હશે, સાંજના હશે. લો-લાઈટમાં હશે, પૂરતી લાઈટિંગના હશે, પણ દર ચોવીસ કલાક બાદ જે તે લેન્ડમાર્ક સવાર-સાંજ કેવું લાગતું હશે એ જોવા માટે ઑપ્શન ઑન કરો ટાઈમલાઈન. કિ-વર્ડ નાખીને ટાઈમ ટાઈપમાં જઈ પાસ્ટ 24 અવર્સ કરી દો. જે તે લોકેશન સાથે લાઈટિંગ સાથેનો ફોટો મળશે. હા, મર્યાદા એ છે કે, એમાં કોઈ ઈફેક્ટ નહીં મળે, જેમ કે બ્લેક એન્ડ વ્હાઈટ. જમાનો AIનો છે તો સાદું સાદું સર્ચ થોડી ચાલે! જે તે ફોટો AIમાં જોઈતો હોય તો પહેલાં અઈં ટાઈપ કરીને જે સર્ચ કરવું છે એ લખી દો. કલરફૂલ રિઝલ્ટ મળશે.
દૈનિક ધોરણે શેનો ટ્રેન્ડ ચાલે છે એ જોવા માટે કોઈ જ સોશિયલ મીડિયા સાઈટ ખોલવાની જરૂર નથી. ગૂગલ ન્યૂઝમાં જઈને માત્ર હોમ અને જુદી જુદી કેટેગરી પર નજર કરી લો. તમે જાતે જ ટ્રેન્ડિંગનું લિસ્ટ બનાવી શકશો. ફોટોની સાથે ફોનની દુનિયામાં પણ થોડું ડોકિંયું કરીએ. માની લો કે તમારે કોઈનું નામ મોબાઈલમાં સર્ચ કરીને એને કોલ કરવાનો છે. મોટા ભાગના લોકો કોન્ટેક્ટ લિસ્ટમાં જઈને સર્ચ કરશે. ના, સ્માર્ટ સર્ચ કરનારાએ એની પણ ટ્રિક શોધી લીધી છે. ડાયલપેડ પર નંબરની નીચે એ,બી,સી, આલ્ફાબેટ છે. હવે અમિત નામથી સેવ કોન્ટેકને કોલ કરવો છે તો A અક્ષર 2 નંબર પર છે તો 2 દબાવો, એ પછી M6 નંબર છે તો 6 દબાવો I ચાર નંબર પર છે તો 4 દબાવો ઉપરની તરફ નામ ઝડપથી આવી જશે. ક્લિક કરીને કરો કોલ…! આ રીતે બીજાં નામ પણ સર્ચ કરી શકો છો. બીજી એક ટ્રિક એવી પણ છે કે, કોઈ પણ વ્યક્તિના નંબરના છેલ્લા ત્રણ કે ચાર અંક યાદ છે તો એ ટાઈપ કરો. એક્ઝેટ એનું જ નામ આવશે.
Also read: સર્જકના સથવારે : ગઝલ ગુલશનનો રંગીન શાયર બદરી કાચવાલા
દેશ-વિદેશના જુદા જુદા વિષય પર થયેલા રિસર્ચની રો ફાઈલ વર્ડ ફોર્મેટમાં છે. બસ, વિષય સર્ચ કરીને ફાઈલ સેવ કરીને સરળતાથી વાંચી શકાય છે. જેટલું સર્ચ ગૂગલ પર સર્ચ કરવું સરળ છે એના કરતા થોડું જટિલ એની જ વિડિયો સાઈટ યુટ્યુબ પર છે. વોઈસ અને વર્ડ સર્ચ ઑપ્શન યુટ્યુબમાં આવે તો ઘણું સરળ કામ થઈ જાય. આઉટ ઑફ ધ બૉક્સ દુનિયાના પહેલા SMSમાં બીજો કોઈ સંદેશો નહીં, પણ માત્ર એટલું લખ્યું હતું: મેરી ક્રિસમસ