પતંગ લૂટવાની હોડમાં માસૂમ બાળક 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યું, શું પોલીસ તેનો જીવ બચાવી શકશે?
ભોપાળઃ રાજસ્થાનના કોટપૂતલીમાં ત્રણ વર્ષની માસુમ બાળકી ચેતના બોરવેલમાં પડી ગઇ અને એને બચાવવા માટે છેલ્લા સાત દિવસથી રેસ્ક્યુ ઑપરેશન ચાલી રહ્યું છે, તેવામાં આવો એક બીજો કિસ્સો જાણવા મળ્યો છે. આ ઘટના મધ્યપ્રદેશના ગુનામાં બની છે. શનિવારે સાંજે અહીં એક દર્દનાક અકસ્માત થયો હતો. ગુના જિલ્લાના પીપલિયા ગામમાં એક બાળક 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું હતું . જણાવવામાં આવી રહ્યું છે કે કપાયેલો પતંગ લૂંટવાની હોડને કારણે આ દુર્ઘટના બની હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ સુમિત તેના મિત્રો સાથે રોજની જેમ જ રમતો હતો, પણ લાંબા સમય સુધી સુમિત ન જોવા મળતા તેના પરિવારજનો ગભરાઈ ગયા હતા. જ્યારે તેની શોધ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તે બોરવેલમાં પડી ગયો હતો.
બાળકની હાલતને ધ્યાને લઈ હાલ તેને ટ્યુબની મદદથી ઓક્સિજન પુરો પાડવામાં આવી રહ્યો છે.
પોલીસ બાળકને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. આ ઘટના જિલ્લા મુખ્યાલયથી ઓછામાં ઓછા 50 કિલોમીટર દૂર પીપલિયા ગામમાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સુમિત મીના નામનો છોકરો બોરવેલમાં પડી ગયો છે. રાઘોગઢના કોંગ્રેસના વિધાન સભ્ય જયવર્ધન સિંહ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
Also read: 30 ફૂટ ઊંડા બોરવેલમાં પડી બાળકીઃ આઠ કલાક બચાવ કામગીરી ચાલી પણ…
એમ જાણવા મળ્યું છે કે બાળક લગભગ 39 ફૂટની ઉંડાઈમાં ફસાઈ ગયું છે. પોલીસે જણાવ્યું હતું કે સુમિતને બચાવવા માટે સમાંતર ખાડો ખોદવામાં આવ્યો છે. માહિતી મળી છે કે આ બોરવેલમાં પાણી ન હતું અને તેથી તેના માલિકે તેને કવર કર્યું ન હતું. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક ટીમ પણ ભોપાલ પહોંચી ગઈ છે. બોરવેલમાં પાઈપ દ્વારા ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યો છે.